Surat : શિક્ષણ સમિતિની શાળાઓ બનશે હાઈટેક, શાળાઓમાં લાગશે સીસીટીવી અને સેનેટરી પેડ વેન્ડીંગ મશીન

|

Dec 14, 2021 | 4:25 PM

શાળામાં પ્રાથમિક સારવારની કીટ રાખવાની જોગવાઈ કરવા માંગ કરવામાં આવી હતી, તે પણ સ્વીકારવામાં આવી હતી. વિદ્યાર્થીઓની સુરક્ષા માટે સમિતિની દરેક શાળામાં સીસીટીવી કેમેરા લગાવવા માટે બજેટમાં બે કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

Surat : શિક્ષણ સમિતિની શાળાઓ બનશે હાઈટેક, શાળાઓમાં લાગશે સીસીટીવી અને સેનેટરી પેડ વેન્ડીંગ મશીન
Shikshan Samiti Budget

Follow us on

સુરત મહાનગર પાલિકા(Surat Municipal Corporation ) સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં વર્ષ 2022-23 માટે રૂ.615.75 કરોડનું બજેટ (Budget )મંજૂર કરવામાં આવ્યું છે. કોરોના કાળ પછી રજુ કરાયેલા બજેટમાં શાળા અને વિદ્યાર્થીઓની સુરક્ષા માટે તમામ શાળાઓને સીસીટીવી કેમેરા, તમામ શાળાઓમાં હાઈ સ્પીડ ઈન્ટરનેટ અને દરેક વર્ગખંડમાં વાઈફાઈની વિશેષ જોગવાઈઓ સામેલ કરવામાં આવી છે.

સુરત  મહાનગરપાલિકા સંચાલિત નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલોને મોડલ સ્કૂલ બનાવવા રૂ.25 કરોડની જોગવાઈ ઉપરાંત વિદ્યાર્થીઓની પ્રતિભાને પ્રોત્સાહિત કરવા કૌશલ્ય વિકાસ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. સામાન્ય સભામાં રૂ.614.16 કરોડનું બજેટ રજૂ કરાયું હતું. સામાન્ય સભાની શરૂઆતમાં શિક્ષણ સમિતિના ચેરમેને દેશના સીડીએસ જનરલ બિપિન રાવત અને તેમની સાથે શહીદ થયેલા સેનાના અન્ય જવાનો અને ગુજરાતના ધારાસભ્ય આશાબેન પટેલને શ્રદ્ધાંજલિ આપી હતી.

દરેક શાળાઓના વર્ગને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવશે : 
અધ્યક્ષ તરફથી વિદ્યાર્થીઓના વાલીઓએ આકસ્મિક મૃત્યુના કિસ્સામાં તેમના માટે વીમો આપવા માટે બજેટમાં રૂ. 1.50 કરોડની જોગવાઈ કરવાની દરખાસ્ત કરી હતી. શાળામાં પ્રાથમિક સારવારની કીટ રાખવાની જોગવાઈ કરવા માંગ કરવામાં આવી હતી, તે પણ સ્વીકારવામાં આવી હતી. વિદ્યાર્થીઓની સુરક્ષા માટે સમિતિની દરેક શાળામાં સીસીટીવી કેમેરા લગાવવા માટે બજેટમાં બે કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓમાં છુપાયેલી પ્રતિભાને બહાર લાવવા કૌશલ્ય વિકાસ માટે બજેટમાં રૂ. 2 કરોડ અને સ્માર્ટ સ્કૂલની સંખ્યા વધારવા માટે બજેટમાં રૂ. 25 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

શાળાઓની વિદ્યાર્થીનીઓ માટે દરેક શાળામાં સેનેટરી પેડ વેન્ડીંગ મશીન પણ મુકવામાં આવશે : 
આ બજેટમાં બાળકો માટે ગણવેશની જોડી માટે રૂ. 11 કરોડ અને બુટ-મોજા માટે રૂ. 4.20 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સૌપ્રથમવાર દરેક શાળામાં સેનેટરી પેડ વેન્ડીંગ મશીનો સ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને તેના માટે રૂ. તમામ શાળાઓમાં ઈન્ટરનેટની સુવિધા આપવા ઉપરાંત દરેક વર્ગમાં હાઈસ્પીડ ઈન્ટરનેટ સાથે વાઈ-ફાઈ આપવા માટે રૂ.25 લાખની જોગવાઈ કરવામાં આવી છે. ચર્ચાના અંતે રૂ.615.75 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : ગુજરાતની વધુ એક સિદ્ધી : દેશમાં ટોચના 12 નિકાસકાર જિલ્લાઓમાં ગુજરાતના 6 જિલ્લાનો સમાવેશ

આ પણ વાંચો : સુરતમાં 1 હજાર 16 કરોડનું મસમોટું ડાયમંડનું આયાત-નિકાસ કૌભાંડ ઝડપાયું, 3 લોકોની ધરપકડ

Next Article