આમ તો સુરત શહેરને સ્માર્ટ સીટી(Suratt Smart City) માટે અનેક એવોર્ડ મળી ગયા છે પણ આ જ શહેરની અનેક સમસ્યાઓ એવી છે જેનો કોઈ કાયમી ઉકેલ આવી શક્યો નથી. જેમાંથી એક છે વરાછા ગરનાળા ખાતે ટપકતા ગંદા પાણીની સમસ્યા. આ સમસ્યા નવી નથી પણ વર્ષો જૂની છે. જેના માટે અહીંના સ્થાનિક કોર્પોરેટરથી લઈને ધારાસભ્ય બધાએ મળીને તેને ઉકેલવાનો પ્રયાસ પણ કર્યો છે. આજદિન સુધી આ સમસ્યાનું કોઈ કાયમી નિરાકરણ આવી શક્યું નથી.
વરાછા તરફ જતા આ ગરનાળાનું થોડા મહિના પહેલા જ રીપેરીંગ કામકાજ હાથ ધરાયુ હતું પણ હવે વરાછા ગરનાળામાંથી ગંદુ પાણી અને ગંદકી ટપકવાનું ફરી શરૂ થતાં અહીંથી પસાર થનારા વાહનચાલકો માટે મોટી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગરનાળાને રીપેરીંગ કરવા માટે લાખ્ખો રૂપિયાનો ખર્ચ થવા છતાં આ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. હવે જ્યારે રેલવે રાજય મંત્રી પણ સુરતના જ મળ્યા છે, ત્યારે આ ત્રાસથી સમસ્યાનો અંત આવે તેવી જ અપેક્ષા સેવી રહ્યા છે.
જ્યાંથી રોજ હજારોની સંખ્યામાં લોકો પસાર થાય છે એવા રેલવે સ્ટેશનના વરાછા ગરનાળામાંથી ગંદુ પાણી અને ગંદકી ટપકવાનું ફરી શરુ થયું છે. જે દરેક પસાર થનારા લોકો પર પડે છે, ત્યારે તેમની હાલત કફોડી બને છે. ઓફિસ અને કામ પછી જો અહીં ગંદુ પાણી કપડાં પર પડે તો ના છૂટકે ફરી સ્વચ્છ થવા તેઓને ઘરે પરત જવાની ફરજ પડે છે.
આ સમસ્યા કાયમી છે. જેના નિરાકરણ આવે તે માટે થોડા દિવસ પહેલા પણ ગરનાળાને બંધ રાખીને કામ કરવામાં આવ્યું હતું પણ આ તકલાદી કામકાજને પગલે ફરી ગંદુ પાણી અને ગંદકી ટપકવાનું શરૂ થયું છે. લાખો રૂપિયા ખર્ચવા છતાં શહેરીજનો માટે ત્રાસરૂપ આ સમસ્યા કોઈ કાયમી અંત નથી. ત્યારે સુરતના સાંસદ દર્શનાબેન જરદોશને રાજ્યકક્ષાનું રેલવે વિભાગનું કેન્દ્રીય મંત્રી પદ મળ્યું છે. ત્યારે આ સમસ્યાથી શહેરીજનોને છુટકારો મળે તેવી માંગ કરવામાં આવી છે.
આ પણ વાંચો: Vadodara : વેપારીઓની ફરજિયાત રસીકરણની તારીખ લંબાવવા માંગ, હજુ અનેક વેપારીઓ રસીથી વંચિત
આ પણ વાંચો: KHEDA : કેનાલનું પાણી રેલ બ્રિજને પાર કરતા રહી ગયું, સિંચાઇ વિભાગની ઘોર બેદરકારી
Published On - 5:32 pm, Sat, 14 August 21