દિવાળી(Diwali ) પહેલા હીરા બજારમાં(Diamond Industry ) તેજીના કારણે એક મહિનાની રજા હોવા છતાં એકમો શરૂ થયા છે. જો કે આ તેજીનો લાભ લેવા અન્ય નવા એકમો પણ સક્રિય બન્યા છે. પરંતુ વતનમાંથી કારીગરો પરત ન આવવાને કારણે 20 ટકાની ઘટ છે. દિવાળી પછી હીરાના ઉત્પાદન એકમો શરૂ થતાની સાથે જ કારીગરોની અછત ઉદ્યોગકારોને પરેશાન કરે છે. આવું માત્ર આ વર્ષે જ બન્યું નથી. છેલ્લા ઘણા સમયથી આ સ્થિતિ છે.
દર વર્ષે દિવાળીની રજામાં કારીગરો ઘરે જાય છે. પરંતુ બધા કારીગરો પાછા ફરતા નથી. દિવાળી પછી તરત જ કારીગરોની અછતનું બીજું કારણ ઉદ્યોગમાં નવા ઉત્પાદન એકમોનો ઉમેરો છે. દિવાળી પહેલાની તેજીને જોતા, નવા ઉધોગકારોએ તેજીનો લાભ લેવા એકમો શરૂ કરી રહ્યા છે અને તેની સંખ્યા લગભગ 5-7 ટકા છે. જેના કારણે કારીગરોની માગ પણ વધી છે.
કારીગરોની સમસ્યાના નિરાકરણ માટે કારખાનાઓ પણ કુશળ કારીગરોની જાહેરાતનો આશરો લઈ રહ્યા છે. હીરા ઉત્પાદકો ઉપરાંત, જ્વેલરી ઉત્પાદકોને દિવાળી પછીની તેજીનો લાભ લેવા માટે કારીગરોની જરૂર છે અને છેલ્લા 10-12 દિવસથી જાહેરાતો આવી રહી છે. છેલ્લા એક વર્ષમાં કારીગરોના પગાર ધોરણમાં ઘણો વધારો થયો છે. છેલ્લા એક વર્ષમાં 20-25 કે 30-35 હજાર કમાતા કારીગરોના વેતનમાં 20-25 ટકાના વધારાથી કોઈ અસંતુષ્ટ નથી અને હવે કારીગરોની અછત હોવા છતાં વેતન દર વધારાનો પ્રશ્ન વણઉકેલ્યો છે.
વેક્સિનેશન માટે હીરા ઉધોગ અને ટેક્ષટાઇલ ઉધોગના સંચાલકોને કરાઈ જાણ
જેટલા કારીગરો વતનથી પરત ફર્યા પણ છે અને જેઓએ વેક્સિનનો પહેલો કે બીજો ડોઝ નથી લીધો તેવા કારીગરોને વેક્સીનેટેડ કરાવવાની જવાબદારી ટેક્સ્ટાઇલ અને ડાયમંડ એકમોને સંચાલકોને સોંપવામાં આવી છે. જેથી ફરી એકવાર સંક્ર્મણ ન વધે. ડાયમંડ એસોસિયેશનના પ્રમુખના જણાવ્યા પ્રમાણે તેઓને હવે તંત્ર તરફથી ફરી જૂની ગાઇડલાઇનનો ફોલો કરવા જાણ કરવામાં આવી છે.
જેને લઈને અમે પણ નાના એકમોથી લઈને મોટા યુનિટોને તેની જાણ કરી છે. જોકે ઓમીક્રોન વાયરસની ભીતિ એટલી નથી દેખાઈ રહી પણ વાયરસનું સંક્ર્મણ વધુ ન ફેલાય તે માટે તકેદારી ખુબ જરૂરી હોવાનું તેઓએ ઉમેર્યું હતું. અને એટલા માટે હવે તેઓએ તંત્રની સાથે મળીને વેક્સિનેશન પર પણ ભાર વધાર્યો છે.
આ પણ વાંચો : Surat : મુખ્તાર અબ્બાસ નકવી સુરત પહોંચ્યા, હુનર હાટમાં કોરોના ગાઈડલાઇનનું ધ્યાન રાખવા સૂચના
આ પણ વાંચો : Surat: 11 થી 20 ડિસેમ્બર યોજાશે ‘હુનર હાટ’, હસ્તકલા, આર્ટના કારીગરોને મળશે રોજગારીની તકો