Surat : સુરતના નાનપુરા માછીવાડ વિસ્તારમાં ભાજપ વિરોધી પોસ્ટર લાગતા પક્ષમાં કચવાટ, પ્રજાલક્ષી કામ ન થતા નારાજગી

|

Feb 23, 2022 | 9:22 AM

છેલ્લા કેટલાક સમયથી નાનપુરા માછીવાડ વિસ્તારના રહીશો રસ્તાની સમસ્યાથી ત્રાસી ગયા છે . લાંબા સમયથી કામગીરી પૂરી નહીં થતાં લોકોમાં આંતરીક રોષની લાગણી પ્રવર્તી રહી છે . જેને પગલે રાતોરાત લાગેલા ભાજપ વિરોધી બેનર પાછળ પક્ષના જ દુભાયેલા માથાઓનો આંતરીક ઉકળાટ જાહેરમાં છલકાયો હોવાનો ગણગણાટ ઉઠ્યો છે.

Surat : સુરતના નાનપુરા માછીવાડ વિસ્તારમાં ભાજપ વિરોધી પોસ્ટર લાગતા પક્ષમાં કચવાટ, પ્રજાલક્ષી કામ ન થતા નારાજગી
Banner in Nanpura (File Image )

Follow us on

નાનપુરા (Nanpura )માછીવાડ ભાજપનો ગઢ કહેવાય છે . વર્ષોથી અહીં પ્રત્યેક ચૂંટણીમાં ભાજપ(BJP)  તરફી મતદાન થઇ રહ્યું છે . ચૂંટણી લડનારા ઉમેદવારો અને રાજકીય આગેવાનો અહીં કેસરીયા કરતા આવ્યા છે . આ વાસ્તવિકતા છે પણ અહીં તેનાથી ઉલટું ભાજપ તરફી અસંતોષ હવે જાહેરમાં દેખાયો છે .

નાનપુરા માછીવાડ ચારરસ્તા ઉપર ભાજપ વિરુદ્ધ બેનરો લાગ્યા

સુરત મહાનગરપાલિકાન વોર્ડ નંબર 21 ના કોર્પોરેટરોને માત્ર નવા બાંધકામમાં જ રસ છે તેવા બેનરો લગાવવામાં આવતા રાજકીય માહોલ ગરમાટો છવાયો છે . રાજકીય ઇશારે કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા લગાવવામાં આવેલા બેનરોમાં કેબિનેટ મંત્રી અને સ્થાનિક કોર્પોરેટરો સામે ખુલ્લો રોષ પ્રગટ કરાયો છે . નાનપુરા માછીવાડમાં વોટ માંગવા આવવું નહીં . વિકાસ ફરી ગાંડો થયો છે . કોટ વિસ્તારમાં વિકાસ ખાડામાં પડ્યો છે . વિકાસના નામે ઉઘાડી લૂંટ એ સહિતના લખાણો બેનર સ્વરૂપે લખી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે.

બેનરમાં વધુમાં લખવામાં આવ્યું છે કે પૂર્ણેશ મોદી કહે છે . ફોન કરો રોડ રસ્તા અને ખાડા પુરાઈ જશે . વિકાસના નામે શૂન્ય વિકાસ ફરી ગાંડો થયો છે . નગર સેવકો નામ ના  ભ્રષ્ટાચાર કરવાના કામ ના અને વિકાસ ફરી ગાંડો થયો છે . વોર્ડ નં . 21 ના નગર સેવક માત્ર નવુ બાંધકામ ક્યા થતું હોઈ એન જાણકારી રાખે છે . નગર સેવક ના માણસો પાસે તોડબાજી કરવાનુંકાવતરું છે અને વિશ્વાસના નામે ઝીરો વિકાસ ફરી ગાંડો થયો છે . નાનપુરા માછીવાડમાં વોટની ભીખ માંગવા આવવું નહીં. કોટ વિસ્તારમાં વિકાસ ખાડામાં પડયો છે . વિકાસ ના નામે ઉઘાડી લુંટ એવું બેનરમાં લખવામાં આવ્યું છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

પાલિકાના વોર્ડ નં . 21 માં ભાજપના નગરસેવકોની પેનલ છે . બેનરમાં તેમની સામે પણ શાબ્દિક રોષ વ્યક્ત કરાયો છે . વોર્ડ નં . 21 ના નગરસેવકોને માત્ર નવું બાંધકામ ક્યાં થઇ રહ્યું છે . એની જાણકારી રાખવી . નગરસેવકના માણસો પાસે તોડબાજી કરવાનું કાવતરું હોવાનું કહીને શાબ્દિક ભડાશ પણ કાઢવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી નાનપુરા માછીવાડ વિસ્તારના રહીશો રસ્તાની સમસ્યાથી ત્રાસી ગયા છે . લાંબા સમયથી કામગીરી પૂરી નહીં થતાં લોકોમાં આંતરીક રોષની લાગણી પ્રવર્તી રહી છે . જેને પગલે રાતોરાત લાગેલા ભાજપ વિરોધી બેનર પાછળ પક્ષના જ દુભાયેલા માથાઓનો આંતરીક ઉકળાટ જાહેરમાં છલકાયો હોવાનો ગણગણાટ ઉઠ્યો છે.

આ પણ વાંચો :

Surat : હવે સરકારી શાળાઓ ડિજિટલાઇઝેશન તરફ, સુમન શાળામાં ડિજિટલ વર્ગમાં અભ્યાસ કરશે વિદ્યાર્થીઓ

Surat : ડાયમંડ અને ટેક્સ્ટાઇલ બાદ હવે કેળા અને દાડમ બનશે સુરતના એકસપોર્ટની નવી ઓળખ

Next Article