કોરોનાના(Corona ) કારણે દેશભરમાં વેપાર-ઉદ્યોગની(Busines ) ગતિ બે વર્ષથી ધીમી પડી હતી. જો કે, સુરત માટે એક સકારાત્મક બાબત એ હતી કે કોરોના છતાં નિકાસમાં(Export ) વધારો થયો છે. ચાર વર્ષના આંકડા દર્શાવે છે કે સુરતથી વિદેશમાં નિકાસમાં અઢી ગણો વધારો થયો છે. નાણાકીય વર્ષ 2018-19માં સુરત સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાંથી રૂ. 7655 કરોડના માલની નિકાસ કરવામાં આવી હતી અને 2021-22માં તે વધીને રૂ. 18021 કરોડ થઈ હતી.
સુરત કાપડ, હીરા, તમાકુ, પ્લાસ્ટિક, એન્જિનિયરિંગ વસ્તુઓ, સૌર ઉપકરણો સહિતની વિવિધ પ્રકારની વસ્તુઓની નિકાસ કરે છે. તેમાંથી હીરા અને કાપડની સૌથી વધુ નિકાસ કરવામાં આવી હતી. અમેરિકા, યુરોપ ઉપરાંત ગલ્ફ દેશોમાં સુરતની વસ્તુઓની માંગ વધી છે. કોરોનાની પહેલી લહેર દરમ્યાન જયારે મુંબઈમાં કોરોનાના કારણે વિદેશની ફ્લાઇટ બંધ હતી. ત્યારે સુરતના ડાયમંડ વેપારીઓના પાર્સલ નહીં જવાના કારણે 3 હજાર કરોડના ઓર્ડર રદ્દ થવાની સંભાવના ઉભી થઇ હતી. પણ સુરતમાં વિશેષ વ્યવસ્થા કરીને પાર્સલ મોકલવામાં આવ્યા હતા.
કોરોના દરમિયાન પણ સેઝના ઘણા એકમોમાં ઉત્પાદન ચાલુ રહ્યું
સુરતમાં બનતા માલની અમેરિકા, યુરોપ અને ગલ્ફ દેશો સાઉદી અરેબિયા, યુએઈ, કુવૈત, કતાર, બહેરીન અને ઓમાનમાં વધુ માંગ છે. સુરતમાં બનેલા હીરાની માંગ અમેરિકામાં સૌથી વધુ છે. સુરતમાંથી હીરા અને કાપડની નિકાસ સતત વધી રહી છે. આ ઉપરાંત લેબગ્રોન ડાયમંડ, પ્લાસ્ટિક, રબર, સોલાર ઈક્વિપમેન્ટ, તમાકુ વગેરેની પણ નિકાસ થઈ રહી છે.
સુરતમાં બનેલા કપડા અમેરિકા, યુરોપ અને ગલ્ફ દેશોમાં વેચાય છે. કોરોનાના સમયગાળા દરમિયાન આ તમામ વસ્તુઓની નિકાસમાં 5 ટકાથી 40 ટકાનો ઉછાળો આવ્યો છે. નેચરલ હીરાની સાથે લેબેગ્રોન હીરાની માંગ વિદેશમાં પણ ઝડપથી વધી છે. જેના કારણે નિકાસમાં 50 ટકાથી વધુનો વધારો થયો છે. વિદેશ વેપારના એક અધિકારીએ કહ્યું કે હવે કોરોનાને કારણે સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે. જેના કારણે સુરતમાંથી નિકાસમાં વધુ વધારો થવાની ધારણા છે.
નિકાસમાં કોઈ અડચણ ન આવે તે માટે સરકાર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. છેલ્લા ચાર વર્ષમાં સેઝમાં કામ કરતા ઘણા એકમોની નિકાસ વધી છે. ખાસ કરીને નેચરલ અને લેબ્રોન ડાયમંડ ઉપરાંત અમેરિકા અને યુરોપમાં કાપડની સાથે અન્ય વસ્તુઓની માંગ પણ વધી છે. કોરોનાના દિવસોમાં, જ્યારે વેપાર ઉદ્યોગો બંધ હતા, ત્યારે સેઝમાં કામ કરતા એકમોએ વહીવટીતંત્રની વિશેષ મંજૂરી લીધા પછી પણ ઉત્પાદન ચાલુ રાખ્યું હતું. પરિણામે ધંધો ચાલુ રહ્યો. નિકાસમાં મુંબઈ પછી હવે સુરત આવે છે.
આગામી દિવસોમાં નિકાસ વધુ વધશે
સુરત હીરા અને કાપડ માટે ભારત અને વિદેશમાં પ્રખ્યાત છે. સુરત કાપડ અને હીરાનું હબ છે. અહીં બનતા કપડા દેશભરમાં જ નહીં, પણ વિદેશમાંથી પણ તેની ઘણી માંગ છે. સુરત રફ અને પોલિશ્ડ હીરા માટે વિશ્વ પ્રસિદ્ધ છે. અહીં દુનિયામાં રફ ડાયમંડને પોલિશ કરવાનું સૌથી વધુ કામ થાય છે. તેવી જ રીતે અન્ય વસ્તુઓની પણ અહીંથી નિકાસ કરવામાં આવે છે.
આ પણ વાંચો :