સુરત શહેરમાંથી ઓટો રીક્ષા ચોરીનો તરખાટ મચાવનાર બે આરોપીઓને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી 16 ઓટો રીક્ષા કબજે કરી હતી. સુરતના પુણા, લીંબાયત અને ખટોદરા પોલીસ મથકમાં નોંધાયેલા રીક્ષા ચોરીના 11 ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યા હતા.સુરત ક્રાઈમ બ્રાંચનો સ્ટાફ પેટ્રોલિંગ કરતો હતો તે દરમ્યાન બાતમીના આધારે સરથાણા વાલક પાટિયા પાસેથી આરોપી સમીર ઉર્ફે સોનું સલીમ હમીદ શેખની ચોરીની ઓટો રીક્ષા સાથે ઝડપી પાડ્યા હતો. પોલીસે તેની સઘન પૂછપરછ કરતા બીજી ચોરીની ઓટો રીક્ષા ભરૂચ ખાતે રહેતા સોએબ મલેકને આપી હોવાની હકીકત બહાર આવી હતી. જેથી સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ભરૂચ ખાતેથી સોએબ મોહમદ હુસેન મલિકને ઝડ્પી પાડ્યો હતો.
પોલીસે તેના રહેણાક મકાનમાંથી ચોરીની ઓરીજનલ 5 નંબર પ્લેટ, ચેસીસ પંચ કરવાની ડાઈન સેટ તથા રહેણાંકની નજીકમાંથી બીજી 15 ઓટો રીક્ષા કબજે કરી હતી. બંને આરોપીઓ પાસેથી પોલીસે 14.88 લાખની કુલ 16 ચોરીની ઓટો રીક્ષા કબજે કરી હતી.પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, ઝડપાયેલ આરોપી સમીર ઉર્ફે સોનું સલીમ હમીદ શેખ મોજશોખ પુરા કરવા માટે પૈસા કમાવવાની ઘેલછામાં સુરત શહેરમાં આવ્યા હતા. બચતથી ઓટો રીક્ષા ચલાવી તેની આડમાં શહેર વિસ્તારના અલગ અલગ જગ્યાએથી ઓટો રીક્ષા ચલાવી તેની આડમાં શહેર વિસ્તારના અલગ અલગ જગ્યાએથી ઓટો રીક્ષા ચોરી કરી ભરૂચ ખાતે રહેતા સોએબ મોહમદ હુસેન મલિકને વેચાણે આપતો હતો.
આ આરોપી સ્ક્રેપમાંથી ઓટો રીક્ષાના ચેસીસ તથા એન્જીન નંબર તથા કાગળો મેળવી ચોરીના ઓટો રીક્ષામાં ચેસીચ તથા એન્જીન નંબરો ઘસી કાઢી તેના ઉપર પંચ કરીને કલર કરાવી ઓટો રીક્ષા મોડીફાઈડ કર્યો બાદ રીક્ષા ઓછા પૈસે વેચી દેતો હતો. આરોપી પાસેથી મળી આવેલી 16 રીક્ષાના કારણે પુણા પોલીસ મથકમાં નોંધાયેલા 6, લીંબાયત પોલીસ મથકમાં નોંધાયેલા 2, તથા ખટોદરા પોલીસ મથકમાં નોંધાયેલા 3 ગુના મળી કુલ 11 ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો.
સુરત ક્રાઈમ બ્રાંચના પીઆઈ લલિત વેગડાયાએ જણાવ્યું હતું કે, આ ગુનામાં બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. બંને આરોપીઓના રિમાન્ડની પ્રોસેઝર ચાલુ છે. રિમાન્ડ મેળવ્યા બાદ વધુ તપાસમાં સુરતના વધુ રીક્ષા ચોરી થવાના ભેદ ઉકેલાય તેવી શક્યતા રહેલી છે. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
સાબરકાંઠા, હિંમતનગર તથા ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 10:08 pm, Thu, 4 May 23