સુરત ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, કોકેઈન અને ડ્રગ્સ પેડલરની પોલીસે કરી ધરપકડ

સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે (Surat crime branch)ફિલ્મી ઢબે તાપી નદીની અંદર કુદીને ડ્રગ્સનો મુખ્ય પેડલરને ઝડપી પાડી જેલના હવાલે કર્યો હતો. આ મુખ્ય ઈસમ સુરત શહેરની અંદર અલગ અલગ રાજ્યની અંદરથી અલગ અલગ લોકોના મારફતે નશીલા પદાર્થ મંગાવી અને સુરતના અલગ અલગ વિસ્તારોની અંદર સપ્લાય કરતો હતો

સુરત ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, કોકેઈન અને ડ્રગ્સ પેડલરની પોલીસે કરી ધરપકડ
Surat crime branch got a big success, cocaine and drugs peddler was arrested
| Edited By: | Updated on: Jul 18, 2022 | 11:47 PM

સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે (Surat crime branch)ફિલ્મી ઢબે તાપી નદીની અંદર કૂદીને ડ્રગ્સ (Drugs)નો મુખ્ય પેડલરને ઝડપી પાડી જેલના હવાલે કર્યો હતો. આ મુખ્ય ઈસમ સુરત શહેરની અંદર અલગ અલગ રાજ્યની અંદરથી અલગ અલગ લોકોના મારફતે નશીલા પદાર્થ મંગાવી અને સુરતના અલગ અલગ વિસ્તારોની અંદર સપ્લાય કરતો હતો.સુરત ક્રાઈમ બ્રા ન્ચ પોલીસ અને માહિતી મળી હતી કે સુરત શહેરની અંદર ચરસ-કોકીન અને ટ્રકનો મુખ્ય સપ્લાયર જે ઈસ્માઈલ ગુર્જર ઉર્ફે ઇસ્માઈલ પેન્ટર કરી રહ્યો છે. આ ઇસ્માઈલને પકડી પાડવા માટે સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે અલગ અલગ ટીમો કામે લાગી હતી. ત્યારે ક્રાઈમ બ્રાન્ચની ટીમના પીએસઆઇ.કે રાઠોડની ટીમને માહિતી મળી હતી કે ઈસ્માઈલ ગુર્જર રાંદેર વિસ્તારમાં આવેલ તાપી નદીના પાળા ઉપર છે તે માહિતીના આધારે પીએસઆઇ ડી.કે રાઠોડની ટીમ તાત્કાલિકતા પહોંચી હતી. અને પોલીસને જોતાની સાથે જ શહેરનો મુખ્ય પેડલર ઈસ્માઈલ પોલીસથી બચવા માટે તાપી નદીની અંદર કુદી પડ્યો હતો.

હોડીમાં કૂદી પડ્યો પરંતુ પોલીસે ઝડપ્યો

આ ઇસમે  તાપી નદીની અંદર એક હોડીની અંદર બેસી ભાગવા માટેની કોશિષ કરી હતી. આમ કરવા છતાં પણ સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસના તેનો પીછો ન  છોડતા  તેની પાછળ જ બીજી હોડી  મારફતે પીછો કરી અને આ મુખ્ય પેડલર એવા ઈસ્માઈલને ઝડપી પાડ્યો હતો. આ આરોપીના ગુનાઇત ઇતિહાસની વાત કરીએ તો રાંદેર પોલીસ સ્ટેશનની અંદર અલગ અલગ ત્રણ ગુનાને અંજામ આપી ચૂક્યો છે. અને એક ગુનાની અંદર એટલે કે તડીપાર પણ હતો. આમ ઇસ્માઈલ છેલ્લા ઘણા વર્ષોથી આ મુખ્ય પેટર્ન તરીકે સુરતની અંદર કામ કરી રહ્યો હતો. ત્યારે થોડા દિવસો અગાઉ સુરત એસોજી પોલીસ દ્વારા લક્ઝરી કાર સાથે એક કપલની અટકાયત કરી હતી. અને તેમની પાસેથી 39 ગ્રામ કોકિંગ જેની કિંમત 39 લાખ 10 હજાર જે થાય છે. જેમની ધરપકડ કરી પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આ કોકીન મંગાવનાર મુખ્ય વ્યક્તિ એટલે કે ઈસ્માઈલ પેઇન્ટર હતો. જેના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા આ ઈસ્માઈલ ની શોધ કોડ શરૂ કરી હતી અને આખરે ઇસ્માઈલ પોલીસના હાથમાં આવ્યા બાદ જ ક્રાઈમ બ્રાન્ચે  વધુ તપાસ હાથ ધરી છે.

 

Published On - 11:44 pm, Mon, 18 July 22