Surat: લૂંટ અને બળાત્કારના કેસમાં છેલ્લા 20 વર્ષથી ભાગેડુ આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યો

|

May 06, 2023 | 5:09 PM

સુરતમાં વર્ષ 2003માં રાત્રિના સમયે પર્વત ગામની સીમમાં આવેલ એકમ મકાનનો નકુચો તોડીને આરોપી કૈલાશ ભોસલે, રોહિત ભોસલે, સુનીલ કાળે અને અર્જુન કાળે મકાનની અંદર ઘૂસ્યા હતા. ત્યારબાદ આ આરોપીઓએ મકાનની અંદર સોના ચાંદીના દાગીનાની લૂંટ કરી હતી. ઘરમાં રહેલી મહિલાએ જે દાગીના પહેર્યા હતા તે દાગીનાની લૂંટ કરી હતી અને મહિલાને ધાક ધમકી આપી હતી.

Surat: લૂંટ અને બળાત્કારના કેસમાં છેલ્લા 20 વર્ષથી ભાગેડુ આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યો
Surat Accused Arrested

Follow us on

સુરતના લિંબાયત વિસ્તારમાં લૂંટ અને બળાત્કારના કેસમાં છેલ્લા 20 વર્ષથી ભાગતા ફરતા આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. ક્રાઈમ બ્રાન્ચે બાતમી આધારે આરોપીને મહારાષ્ટ્રના પૂણેથી ધરપકડ કરી સુરત લાવવામા આવ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, 2003માં લિંબાયતમાં એક ઘરમાં લૂંટ કર્યા બાદ ત્યાં હાજર મહિલા પર દુષ્કર્મ પણ આચર્યું હતું. ત્યારબાદ ફરાર થઈ ગયો હતો.

ઘરમાં ઘૂસી લૂંટ બાદ યુવતી પર દુષ્કર્મ આચર્યું

સુરતમાં વર્ષ 2003માં રાત્રિના સમયે પર્વત ગામની સીમમાં આવેલ એકમ મકાનનો નકુચો તોડીને આરોપી કૈલાશ ભોસલે, રોહિત ભોસલે, સુનીલ કાળે અને અર્જુન કાળે મકાનની અંદર ઘૂસ્યા હતા. ત્યારબાદ આ આરોપીઓએ મકાનની અંદર સોના ચાંદીના દાગીનાની લૂંટ કરી હતી. ઘરમાં રહેલી મહિલાએ જે દાગીના પહેર્યા હતા તે દાગીનાની લૂંટ કરી હતી અને મહિલાને ધાક ધમકી આપી હતી. આ સાથે જ મહિલાની છેડતી પણ કરી હતી. આ ઉપરાંત આરોપીઓએ ઘરમાં રહેલ એક યુવતી સાથે દુષ્કર્મ કર્યું હતું અને ત્યારબાદ આરોપીઓ મકાનનો દરવાજો બંધ કરીને ભાગી ગયા હતા.

મહારાષ્ટ્રના પૂણેના ગામમાંથી આરોપી ઝડપાયો

આ ઘટનાને લઇ 2003માં લિંબાયત પોલીસ સ્ટેશનમાં રેપ વિથ લૂંટનો ગુનો નોંધાયો હતો. આ ગુનામાં આરોપી કૈલાસ ઉર્ફે ચાર્લી પોલીસ પકડથી દૂર હતો અને 20 વર્ષથી પોલીસથી બચીને ભાગતો ફરતો હતો. ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચને મળેલ બાતમીના આધારે અને ટેકનિકલ સોર્સની મદદથી આરોપી કૈલાશ ઉર્ફે ચાર્લીની ધરપકડ મહારાષ્ટ્રના પૂણેના ગામમાંથી કરવામાં આવી હતી. ત્યારબાદ આરોપીને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સુરત લાવવામાં આવ્યો હતો અને આરોપી સામે લિંબાયત પોલીસ સ્ટેશનમાં 2003માં રેપ વિથ લૂંટનો ગુનો નોંધાયો હોવાના કારણે આરોપીને લિંબાયત પોલીસના હવાલે કર્યો છે.

આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક

આરોપી ખેતમજૂરી કરવા લાગ્યો હતો

આરોપીએ પોલીસની પૂછપરછમાં લૂંટ અને રેપનો ગુના અંગે કબૂલાત આપી હતી. આ સાથે આરોપી સામે મહારાષ્ટ્રમાં પણ ચોરી, લૂંટનો ગુનો પણ નોંધાયેલો છે. જેમાં પણ તે વોન્ટેડ છે. આરોપી કૈલાસ સુરતથી ભાગીને મહારાષ્ટ્રના પૂણેના વઢાણે ગામમાં રહેતો હતો. ત્યાં તે ખેતમજુરી કરવા લાગ્યો હતો. જોકે, પોલીસે તેને બાતમી આધારે ઝડપી પાડ્યો હતો.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article