Surat : સકંજામાં આવ્યો દેશનો સૌથી મોટો GST ચોર, 2700 કરોડની GST ચોરી મુદ્દે સુફિયાન કાપડિયાની ધરપકડ

|

May 04, 2023 | 7:50 PM

સુરત ક્રાઇમબ્રાંચના  ઈકોસેલે ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરોમાંથી 2706 કરોડનું જીએસટી કૌભાંડ પકડી પાડી 18 આરોપીઓને પકડી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. હવે આ કૌભાંડનો બીજો મુખ્ય સૂત્રધાર સુફિયાન કાપડિયાની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે

Surat : સકંજામાં આવ્યો દેશનો સૌથી મોટો GST ચોર, 2700 કરોડની GST ચોરી મુદ્દે  સુફિયાન કાપડિયાની ધરપકડ
Surat GST Theft

Follow us on

દેશનો સૌથી મોટો GST ચોર આખરે પોલીસના સકંજામાં આવ્યો છે. સુરતમાં 2700 કરોડની GST ચોરી મામલે ઇકો સેલ દ્વારા મુખ્ય સુત્રધાર સુફિયાન કાપડિયાની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં અગાઉ 18 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. સુફિયાન કાપડિયા 19મો આરોપી છે. સુફિયાને જ GST ચોરીની શરૂઆત કરી હતી.સુફિયાને ખોટા દસ્તાવેજોના આધારે બોગસ પેઢી ખોલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી હતી. આ પૂર્વે પોલીસે સુફિયાનના સાગરિત ઉસ્માનની ભાવનગરથી ધરપકડ કરી હતી. બંને ભાવનગર અને સુરત ખાતેથી GTS ચોરી ઓપરેટ કરતા હતા. સુફિયાને સુરતમાં જે 8 બોગસ પેઢી હતી તેની સાથે બીજી 27 બોગસ પેઢી ખોલ્યાનું સામે આવ્યું છે.

અમદાવાદના ટેક્સ કન્સલ્ટન્ટ ધર્મેશ ગાંધી સાથે મળીને 900 કરોડના બોગસ બિલિંગ કર્યા

જે અંતર્ગત તેમણે ગણેશ અને ગોપી એન્ટરપ્રાઇઝ પેઢીમાં બિલિંગ કર્યું છે. સુફિયાને અમદાવાદના ટેક્સ કન્સલ્ટન્ટ ધર્મેશ ગાંધી સાથે મળીને 900 કરોડના બોગસ બિલિંગ કર્યા હોવાનું પણ સામે આવ્યું છે.આ જીએસટી મામલે પોલીસે થોડા દિવસ પહેલા જ મુખ્ય સૂત્રધાર આરોપી ઉસ્માનગની રફીકભાઇ કટાણીની ભાવનગરથી ઘરપકડ કરી હતી. આ કેસમાં એક પછી એક વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરવામાં આવી રહી છે. સુરત ઇકો સેલ પોલીસે 2700 કરોડના GST કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર આરોપી ઉસ્માનગની રફીકભાઇ કટાણીની ભાવનગર ખાતેથી પકડી પડ્યો હતો. ત્યારબાદ સુફિયાન કાપડિયાની નામ બહાર આવ્યું હતું. જેની પણ ધરપકડ કરવામાં આવી છે.

તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન

બોગસ કંપનીઓ થકી બિલ બનાવીને કરોડોની કરચોરી કરવામાં આવતી હતી

આ બોગસ બિલિંગ કૌભાડના ખેલમાં સામાન્ય લોકોનો નજીવા રૂપિયા આપીને ઉપયોગ કરાતો હતો.કેટલાક શાતિર શખ્સો શ્રમજીવી, રીક્ષા કે ગલ્લાવાળાના આધારકાર્ડ અને પાનકાર્ડ થોડા રૂપિયાની લાલચ આપીને લઈ લેતા હતા. આ દસ્તાવેજના આધારે બોગસ કંપનીઓ થકી બિલ બનાવીને કરોડોની કરચોરી કરવામાં આવતી હતી.

મુખ્ય આરોપી ઉસ્માનગની કટાણી

સુરત ક્રાઇમબ્રાંચના ઇકોસેલે અગાઉને 18ને પકડી પાડ્યા હતા. રાજ્ય વ્યાપી 2700 કરોડ રૂપિયાના જીએસટી કૌભાંડમાં સુરત ક્રાઇમ બ્રાંચના ઇકોસેલે મુખ્ય સૂત્રધાર એવા 35 વર્ષીય ઉસ્માનગની કટાણીને ભાવનગરથી ધરપકડ કરી હતી. આરોપી ઉસ્માન ગનીએ આનંદપરમાર, ફૈઝલ ખોલીયા, આફતાબ સોલંકી સાથે મળી જીએસટી પેઢીઓના બિલોની હેરાફેરી કરી હતી. ઉસ્માન ગનીએ અલગ-અલગ બેંક ખાતા થકી 100 કરોડનું ટ્રાન્ઝેક્શન કર્યું હતું

બીજો મુખ્ય આરોપી સુફિયાન ઝડપાયો

સુરત ક્રાઇમબ્રાંચના  ઈકોસેલે ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરોમાંથી 2706 કરોડનું જીએસટી કૌભાંડ પકડી પાડી 18 આરોપીઓને પકડી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. હવે આ કૌભાંડનો બીજો મુખ્ય સૂત્રધાર સુફિયાન કાપડિયાની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. અગાઉ પકડાયેલા આનંદ પરમાર, ફૈઝલ ખોલીયા, આફતાબ સોલંકી સાથે મળી જીએસટી પેઢીઓના બિલોની હેરાફેરી કરી હતી.

496 કરોડના બોગસ બિલોના કેસમાં પણ સુફિયાન આરોપી

અગાઉ જીએસટી કૌભાંડમાં સચીન ઉનનો મુરશીદ આલમ હબીબુલ રહેમાન સૈયદ પકડાયો હતો. મુરશીદ આલમે 496 કરોડના બોગસ બિલો બનાવ્યા હતા. આ રેકેટના સૂત્રધાર આલમ શેખ(સુરત), સુફીયાન કાપડીયા(સુરત), ઉસ્માન બગલા(ભાવનગર) અને સજ્જાદ ઉજાની(ભાવનગર) છે. ઈકોસેલે આ રેઇડ દરમિયાન લેપટોપ-16, મોબાઇલ-25, રોકડ 2.24 લાખ, સીપીયુ-3, હાર્ડડીસ્ક-2, એટીએમ-24, પાનકાર્ડ-6, અલગ અલગ પેઢીઓના સીક્કા-69 ચેકબુકો-19 કબજે કરી હતી.

કુલ 19 આરોપીઓની ધરપકડ કરવામાં આવી

વિરજીતસિંહ પરમાર (એસીપી) એ જણાવ્યું હતું કે, આ આખા કેસની તપાસમાં 1500 થી વધુ કંપનીઓ સામે આવી હતી જેમાંથી 1300 કંપનીઓ ગુજરાતની અને 250 થી વધુ કંપનીઓ ગુજરાત બહારની હતી આ તમામ કંપનીઓમાંથી જીએસટી ચોરી કરવામાં આવી હતી જેનો આંક 2700 કરોડ સુધી પહોંચી ગયો હતો આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 19 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

વધુમાં જણાવ્યું હતું કે, સુફિયાન કાપડિયાની તબિયત ખૂબ જ નાદુરસ્ત રહે છે અને મુંબઈ તથા ઇન્દોર ખાતે ભાગતો ફરતો હતો. વચ્ચે તેનું ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું. દરમિયાન સુરત આવ્યો હોવાની બાતમી આધારે સુફિયાનને ઝડપી પાડવામાં આવ્યો હતો. સેન્ટ્રલ જીએસટીના એક 3300 કરોડની ટેકસ ચોરીમાં પણ આરોપી હતો.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 7:41 pm, Thu, 4 May 23

Next Article