Surat : રખડતા ઢોર મુદ્દે મનપા એક્શન મોડમાં, શહેરમાં ગેરકાયદે તબેલાઓનું ડિમોલિશન કરવા તૈયારી

|

Aug 29, 2022 | 9:56 AM

સુરત મહાનગરપાલિકાના (SMC) મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાનીએ રાંદેર ઝોનના અધિકારીઓને ટપાર્યા હતા અને આવી ઘટના ફરી ન બને તે માટે રખડતાં ઢોરને પકડવાની કામગીરી વધુ સઘન બનાવવાની સૂચના આપી છે.

Surat : રખડતા ઢોર મુદ્દે મનપા એક્શન મોડમાં, શહેરમાં ગેરકાયદે તબેલાઓનું ડિમોલિશન કરવા તૈયારી
રખડતા ઢોર

Follow us on

રખડતાં ઢોરોને(Stray Cattles ) મુદ્દે રાજ્ય સરકારને હાઇકોર્ટની (High Court )ચીમકીને પગલે સરકાર(Government ) દ્વારા રાજ્યની તમામ મનપાઓ, અર્બન ઓથોરિટી વિસ્તારોને રખડતાં ઢોરને મુદ્દે મોટાપાયે ઝુંબેશ હાથ ધરી કામગીરી માટેની તાકીદ કરી છે. જેના ભાગરૂપે સુરત મનપા દ્વારા છેલ્લાં બે દિવસથી ગેરકાયદેસર તબેલાંઓ તોડી ઢોરોને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. રજાના દિવસે પણ મનપા કમિશનરે તમામ ઝોનલ ચીફ અને કાર્યપાલક ઇજનેરોની બેઠકનું આયોજન કર્યુ હતું અને રખડતાં ઢોરોને મુદ્દે મોટાપાયે અને સતત ઝુંબેશ હાથ ધરવા માટેનો એક્શન પ્લાન નક્કી કર્યો હતો. મનપા કમિશનરે સરકારી અને અર્ધસરકારી જમીનો, જાહેર રોડો પર ગેરકાયદેસર તાણી દેવાયેલ તબેલાઓ તોડવા માટે સામૂહિક ઓપરેશન હાથ ધરવાની તાકીદ કરી છે.

આ અંગે પ્રાપ્ત વધુ માહિતી મુજબ, દરેક ઝોનમાં રખડતા ઢોર પકડવા અને ગેરકાયદેસર તબેલાઓનો સર્વે કરી એ તબેલાઓનું ડીમોલિશન કરવા માટે ઝોનની ઇજનેરી વિભાગની ટીમો ઉપરાંત ઝોન દીઠ બબ્બે ટીમો બનાવવામાં આવી છે. આ સ્પેશિયલ ટીમોમાં ઝોનના એસઆઇ, બેલદાર, માર્શલ સહિત ઢોરડબ્બાં પાર્ટીનો સ્ટાફ પણ સમાવિષ્ટ કરવામાં આવ્યો છે. દરેક ટીમને વાહનોની વ્યવસ્થા આપવામાં આવી છે તથા બે પાળીમાં આ ટીમો કાર્યરત રહી શકે તે માટે કુલ 18 ટીમોનું ગઠન કરાયું છે. સૌથી વિશેષ સરકારી-અર્ધસરકારી જગ્યાઓ પર દબાણ કરીને તાણી દેવાયેલ ગેરકાયદેસર તબેલાંઓ દૂર કરવા પર મનપાનો સૌપ્રથમ ફોકસ રહેશે.

નોંધનીય છે કે, ગતરોજ પાલ આરટીઓ પાસે ઢોરની અડફેટે આવેલ એક વાહનચાલકનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાનીએ રાંદેર ઝોનના અધિકારીઓને ટપાર્યા હતા અને આવી ઘટના ફરી ન બને તે માટે રખડતાં ઢોરને પકડવાની કામગીરી વધુ સઘન બનાવવાની સૂચના આપી છે.

પોસ્ટ ઓફિસની આ સ્કીમ તમને બનાવશે લખપતિ, જાણી લો
વિનોદ કાંબલીની પત્નીએ છૂટાછેડા લેવાનો નિર્ણય કેમ બદલ્યો?
દુનિયાની સૌથી મોંઘી ચા કઈ છે ? જાણો નામ
Sun Rise First in Pakistan : પાકિસ્તાનમાં સૌપ્રથમ સૂર્ય ક્યાં ઉગે છે, જવાબ ચોંકાવી દેશે
ખૂબસૂરત મહિલા પહેલવાન બની DCP, જાણો નામ અને જુઓ તસવીર
દુનિયાની સૌથી મોંઘી કોફી કઈ છે, અનોખી રીતે થાય છે તૈયાર

આગામી દિવસોમાં હવે આ કાર્યવાહી વધારે સઘન કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને રાત્રી દરમ્યાન પણ જે પશુપાલકો પોતાના ઢોરોને રખડતા મૂકી દે છે, તેમની સામે પણ હવે લાલ આંખ કરીને કાર્યવાહી કરવામાં આવશે તેવા સંકેત મ્યુનિસિપલ કમિશનર દ્વારા આપવામાં આવ્યા છે.

Next Article