સુરત કોર્પોરેશને ફરી કોરોના ટેસ્ટિંગ પર ધ્યાન કેન્દ્રિત કર્યું, રેલ્વે સ્ટેશન સહિત અનેક સ્થળોએ ટેસ્ટિંગ શરૂ કરાયું

|

Nov 09, 2021 | 4:17 PM

સુરતથી ફરવા ગયેલા શહેરીજનો કોરોના લઈને ન આવે તે માટે સુરત એરપોર્ટ, રેલવે સ્ટેશન અને એસટી ડેપો સહિત જુદી-જુદી ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

ગુજરાતમાં(Gujarat)કોરોના(Corona)કેસમાં ફરી ધીરે ધીરે વધારો જોવા મળી રહ્યો છે. તેમાં પણ દિવાળીના(Diwali) વેકેશનના હરવા ફરવાના સ્થળો પર લોકો મોટી સંખ્યામાં એકત્ર થવાના અહેવાલો પણ સામે આવ્યા છે. તેમજ હાલ દિવાળીમાં બહારગામ ફરવા ગયેલા સુરતીઓએ(Surat)હવે પરત ફરવાનું શરૂ કરી દીધુ છે.

તેમજ બહારગામથી પરત ફરી રહેલા સુરતથી ફરવા ગયેલા  શહેરી જનો કોરોના લઈને ન આવે તે માટે સુરત એરપોર્ટ, રેલવે સ્ટેશન અને એસટી ડેપો સહિત જુદી-જુદી ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં સુરત મહાનગર પાલિકા દ્વારા શંકાસ્પદ લોકોનો સ્થળ પર જ રેપિડ ટેસ્ટ કરવામાં આવે છે

જોકે હજુ સુધી કોઈ મુસાફરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી. જેમાં સોમવારે રેલવે સ્ટેશન પર 250, બસ ડેપો પર 250 ટેસ્ટિંગ કીટ ઉપયોગમાં લેવાઇ હતી. એરપોર્ટ પર ઉતરેલા 293 યાત્રીઓમાંથી 13 લોકોનો રેપિડ ટેસ્ટ કરાયો હતો. જે તમામનો રિપોર્ટ નેગિટિવ આવ્યો હતો.

ગુજરાતમાં કોરોના વાયરસના કેસો ફરી એકવાર વધી રહ્યા હોવાનું આંકડા સૂચવી રહ્યા છે.  જેમાં સોમવારે  છેલ્લા 24 કલાકમાં 29 કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા છે અને 41 લોકો સાજા થયા  છે. રાજયમાં અત્યાર સુધીમાં કુલ 8.16,457 દર્દીઓ કોરોનાને  હરાવી  ચુક્યા છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ 98.75 ટકાએ પહોંચી ચુક્યો છે.

આ પણ વાંચો : અમદાવાદમાં સાબરમતી કિનારે છઠ પૂજાને લઈને કોર્પોરેશને અલગથી વ્યવસ્થા કરી

આ પણ વાંચો : મોડાસાના ડેપ્યુટી કલેકટરની અમદાવાદ સાયબર ક્રાઇમે ધરપકડ કરી, જાણો શું છે મામલો

Published On - 4:12 pm, Tue, 9 November 21

Next Video