સુરતમાં (Surat) દિન-પ્રતિદિન કોરોનાના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે. શહેરમાં કોરોનાના (Corona) નવા 628 કેસો સામે 2,121 દર્દીઓ સાજા થયા છે. તે જ પ્રમાણે ગ્રામ્યમાં 443 નવા કેસો સામે 598 દર્દીઓ સાજા થયા છે. શહેર – ગ્રામ્યમાં મળી 1,071 કેસો નોંધાયા છે. જ્યારે 2,718 દર્દીઓ કોરોનાની સારવાર દરમિયાન સાજા (Recover) થયા છે. કોરોનાની સારવાર લઈ રહેલા ત્રણ દર્દીઓના સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા.
શહેરમાં કે ગતિએ કોરોનાના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે. થોડા જ દિવસો પહેલા કોરોનાના 3 હજારને પાર કેસો આવતા હતા , જેની સામે હાલ 650 નજીક જ કેસો આવી રહ્યા છે. પોઝિટીવ દર્દીઓ પૈકી માત્ર 2 થી 3 ટકા દર્દીઓ હોસ્પિટલાઇઝ થયા છે. જે આરોગ્ય વિભાગ કુલ માટે રાહત કહી શકાય છે.
શહેરમાં શુક્રવારે 628 નવા કેસો સામે આવ્યા હતા. જેમાં બે ઝોનમાં કોરોનાએ સદી લગાવી હતી. રાંદેરમાં 178 તથા અઠવામાં 125 કેસો સામે આવ્યા છે . વરાછા – એ ઝોનમાં 75 , લિંબાયતમાં 66 , કતારગામમાં 57 , વરાછા – બીમાં 54 , ઉધના – એમાં 36 , સેન્ટ્રલમાં 19 અને ઉધના – બીમાં 18 કેસો જાહેર થયા હતા. તે મળીને 1,58,999 કેસો નોંધાઈ ચુક્યા છે. શુક્રવારે 2121 દર્દીઓ કોરોનામાં સારવાર દરમિયાન સાજા થયા હતા.
શહેરના પીપલોદ વિસ્તારમાં રહેતા 86 વર્ષીય વૃદ્ધ મહિલા 20 જાન્યુઆરીના ડાયાબિટીસ અને હૃદયની બીમારીમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા હતા. જેનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા સારવાર ચાલી રહી હતી. શુક્રવારે સારવાર દરમિયાન વૃદ્ધ મહિલાનું મોત નિપજ્યું રોજ હતું. એ સાથે મોતનો આંકડો 1,658 પર પહોંચ્યો છે.
ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના નવા 443 કેસ સામે આવ્યા હતા. તમામ તાલુકાઓમાં 100ની અંદર કેસો આવ્યા હતા. બારડોલી તાલુકામાં 81 , ઓલપાડમાં 75 , માંગરોળમાં 64 , માંડવીમાં 55 , મહુવામાં 49 , કામરેજમાં 47 , પલસાણામાં 27 , ચોર્યાસીમાં 24 અને ઉમરપાડા તાલુકામાં 21 કેસ જાહેર થયા હતા.
એ સાથે કુલ 40,343 કેસો નોંધાઈ ચુક્યા છે , જેની સામે આજે 598 દર્દીઓએ કોરોનામાં રાહત મેળવી હતી. ગ્રામ્યમાં કોરોનાની સારવાર લઈ રહેલા બે દર્દીઓના મોત નિપજયા હતા. બારડોલી વિસ્તારમાં રહેતા 69 વૃદ્ધ મહિલા અને મહુવામાં રહેતા 77 વર્ષિય વૃદ્ધ મહિલા કોોનામાં સપડાયા હતા. જેનું શુક્રવારે સારવાર દરમિયાન મોત નીપજયું હતું .આ સાથે મોતનો આંકડો 512 પર પહોંચ્યો છે.
આ પણ વાંચો : Budget 2022 : ટેકસ્ટાઈલના વેપારીઓ દ્વારા બજેટમાં અનેક માગ સાથે મુદ્દાઓ રજૂ કરાયા, સુરતને ગારમેન્ટ હબ બનાવવા કરાઈ માગ
આ પણ વાંચો : Surat: MBBSની પરીક્ષામાં 5 વિદ્યાર્થીઓ ચોરી કરતા પકડાયા, મોબાઇલમાં PDF જોઈને લખતા હતા જવાબો