Surat : સુરતની સુમુલ ડેરીનો (Sumul Dairy)નવો વિવાદ (Controversy)સામે આવ્યો છે. જેમાં ગાયના દૂધની થેલી પર કૃષ્ણ ભગવાન (Lord Krishna)અને ગાય સાથેનો ફોટો મૂકીને વેચાણ કરવામાં આવતા સ્થાનિક આગેવાન દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો છે.
સ્થાનિક અગ્રણી ધર્મેશ ગામીએ આ મુદ્દો ઉઠાવતા કહ્યું છે કે સુમુલ ડેરી દ્વારા જે દુધનું વેચાણ કરવામાં આવે છે, તે દૂધની થેલી પર કૃષ્ણ ભગવાનનો ફોટો મુકવામાં આવ્યો છે. જોકે આ દૂધની થેલીના વપરાશ બાદ તેને કચરામાં ફેંકી દેવામાં આવે છે. જેથી તે એક રીતે ભગવાનનું અપમાન કહેવાય. જેથી અમે માંગણી કરીએ છીએ કે આ ફોટો તાત્કાલિક હટાવીને બીજો લોગો મુકવામાં આવે.
જોકે આ અંગે સુમુલ ડેરીના માર્કેટિંગ વિભાગના મનીષ ભટ્ટ સાથે વાતચીત કરતા તેમણે કહ્યું હતું કે આ વિવાદ ખોટી રીતે ઉભો કરવામાં આવી રહ્યો છે. દૂધની થેલી પર એક બાળકનો ફોટો મોરપીંછ અને ગાય સાથે મુકવામાં આવ્યો છે.
છતાં લોકોની જો લાગણી દુભાઈ હોય તો અમે તેના પર વિચાર કરીને જલ્દી નિર્ણય કરીશું. જોકે આ બાબત અમારા ધ્યાન પર લાવવામાં આવી હતી, પણ કોરોનાના કારણે તેમાં વિલંબ થયો છે.
જોકે આ વિવાદ થતા લોકો પણ ચર્ચા કરી રહ્યા છે, અને સુમુલ ડેરી દ્વારા આ લોગોને હટાવવાની પણ માંગ કરી રહ્યા છે. જોવાનું એ રહે છે કે આ વિવાદ બાદ સુમુલના સત્તાધીશો આ બાબતે ક્યારે પગલાં લે છે.
આ પણ વાંચો : દુનિયાની સૌથી મોટી બનાવાઈ પાવર બેંક, વોશિંગ મશીન અને ઈલેક્ટ્રિક સ્કૂટર પણ કરી શકાય ચાર્જ
આ પણ વાંચો : ઓગસ્ટમાં લોન્ચ થશે ‘Chandrayaan 3’ 2022 માટે ISROએ બનાવ્યો મોટો પ્લાન