
Surat : સુરત શહેરમાં છેલ્લા 4 દિવસથી મેઘ મહેર(Rain)જોવા મળી હતી શહેરમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સામે આવી હતી તો બીજી તરફ સુરતના મુગલીસરા ખાતે આવેલી વિજીલન્સ વિભાગની(Vigilance Office)ઓફિસમાં જ પાણી ટપકી રહ્યું છે. ઓફીસના હાલ બેહાલ જોવા મળ્યા હતા. સુરતમાં મુગલીસરા ખાતે સુરત મહાનગર પાલિકાની મુખ્ય કચેરી આવેલી છે.
Surat: વિજીલન્સની ઓફીસના જ હાલ બેહાલ, ઓફિસમાં પાણી ટપકી રહ્યું છે | TV9GujaratiNews#surat #rainwater #office #smc #vigilanceoffice #Gujarat #TV9News pic.twitter.com/qfMLw16asM
— Tv9 Gujarati (@tv9gujarati) July 2, 2023
જ્યાં છઠ્ઠા માળે વિજીલન્સ વિભાગની ઓફીસ આવેલી છે. મનપામાં કોઈ કામમાં ગેરરીતી કે ભ્રષ્ટાચાર થાય કે કોઈ અધિકારીઓ સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ થાય ત્યારે તેની તપાસ વિજીલન્સ શાખા કરતી હોય છે પરંતુ વિજીલન્સ શાખાની કચેરીના હાલ જ બેહાલ જોવા મળ્યા છે. આપ પાર્ટીના કોર્પોરેટર દ્વારા આ કચેરીની મુલાકાત લેવામાં આવી હતી આ દરમ્યાન આ ઓફીસના હાલ બેહાલ જોવા મળ્યા હતા.
જેમાં વિજીલન્સ શાખાની ઓફિસમાં સીલીંગમાંથી પાણી ટપકી રહ્યું હતું. અધિકારીઓ જે ટેબલ પર બેસે છે તે ટેબલ પર પાણી પડી રહ્યું હતું. વિજિલન્સની ઓફિસમાં વરસાદી પાણી ટપકવાને કારણે કથળી ગયેલી સ્થિતિ જોવા મળી રહી છે.આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વિપુલ સુહાગીયાએ જણાવ્યું હતું કે મુગલીસરા ખાતે સુરત મહાનગર પાલિકાની મુખ્ય કચેરી આવેલી છે.
જ્યાં છઠા માળે વિજીલન્સ વિભાગની ઓફીસ આવેલી છે. ત્યાં વરસાદના કારણે છતમાંથી પાણી ટપકી રહ્યું છે. તો વિચાર કરવા જેવી બાબત છે કે ગેરરીતીની તપાસ કરવા વાળી વિજીલન્સ કમિટી એની જ ઓફિસમાં જો આ રીતે પાણી ટપકતું હોય તો જે ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે તેની તપાસ આ લોકો કઈ રીતે કરી શકશે તે એક સવાલ ઉભો થાય છે.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો