કોરોના (Corona) વાયરસના સંક્રમણની વધતી જતી ભયાનકતા વચ્ચે સુરત (Surat) જિલ્લા કલેકટર (District Collector) દ્વારા પરપ્રાંતિય શ્રમિકોના(Workers) વસવાટની આસપાસ આઇસોલેશન સેન્ટર (Isolation Center)ઉભા કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત શહેર અને જિલ્લાની તમામ ખાનગી લેબોરેટરી અને હોસ્પિટલોને કોરોના ટેસ્ટીંગની કીટ, મેડીસીન અને ઓક્સિજનની સુવિધા સહિતનો જરૂરીયાતના સાધનો એક મહિના સુધી ચાલી રહે એ પ્રમાણેનો સ્ટોક કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
હાલમાં સુરતમાં સરેરાશ રોજના 18 હજાર જેટલા ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યા છે, જે ટેસ્ટીંગની સંખ્યા પણ વધારીને ટેસ્ટીંગ કીટ , મેડિસીનના સાધનોનો એક મહિનામાં હવે 30 હજાર સુધી લઇ જવામાં આવશે.જે માટે સુરત મહાનગર પાલિકા દ્વારા 10 લાખ અને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 2.5 લાખ કીટની ખરીદી કરી લેવામાં આવી છે. આમ આગામી 1 મહિના સુધી તંત્ર દ્વારા યુધ્ધના ધોરણે કોરોનાને હરાવવાની મથામણ કરશે. કોરોના વાયરસના બીજી વેવમાં ભયાનકતાની તમામ હદ જોવા મળી હતી. જેમાં દેશભરમાં મેડીસીન, ઇન્જેકશન, ઓક્સિજન સહિત હોસ્પિટલમાં સારવાર લેવા માટે પણ દર્દીઓએ લાઇન લગાવવાનો વારો આવ્યો હતો.
આ બાબતને ગંભીરતાથી લેતા જિલ્લા કલેકટર આયુષ ઓકએ આરોગ્ય તંત્ર સાથે બેઠક કર્યા બાદ મહત્વના આદેશો આપ્યા હતા. જેમાં જિલ્લા કલેકટર આયુષ ઓક દ્વારા ત્રીજા તબક્કાને પહોંચી વળવા મેડીકલ સર્વિસ પુરી પાડતી તમામ સંસ્થાઓને પુરતી તકેદારી રાખવાનો આદેશ આપ્યો હતો. જિલ્લા કલેકટર દ્વારા તમામ ખાનગી લેબોરેટરી અને હોસ્પિટલોને કોરોના ટેસ્ટીંગની કીટ , મેડીસીન સહિતનો જરૂરીયાતના સાધનો એક મહિના સુધી ચાલી રહે એ પ્રમાણેનો સ્ટોક કરવા જણાવ્યું છે. આ ઉપરાંત સુરત મહાનગર પાલિકા દ્વારા પણ 10 લાખ કીટ, અને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અઢીલાખ કીટ ખરીદી કરી લેવામાં આવી છે. તેમજ હાલમાં રોજ 18 હજાર જેટલા ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યા હોય આગામી દિવસમાં 30 હજાર ટેસ્ટીંગ કરવાની સુવિધાઓ કરવા તૈયારી શરૂ કરવામાં આવી છે.
જેથી તમામ દર્દીઓનું ઝડપી પરીક્ષણ અને સારવાર કરી શકાશે. જિલ્લા કલેકટર કચેરી ખાતેથી વધુમાં મળતી માહિતી મુજબ જિલ્લામાં કલેકટર ના આદેશને પગલે આગામી શનિવાર અથવા સોમવાર સુધીમાં માંડવીમાં લેબોરેટરી કાર્યરત થઇ જશે . જેથી ત્યાં દરરોજ 1000 કોવિટ ટેસ્ટ કરી શકાશે . ત્યારબાદ કડોદ ખાતે પણ લેબ ઊભી કરવામાં આવશે .
પરપ્રાંતિય શ્રમિકો વચ્ચે સંક્રમણ અટકાવવા કોવિડ – કેર સેન્ટર ઉભા કરાશે
સુરત શહેર અને જિલ્લામાં વ્યવસાય અર્થે વસવાટ કરી રહેલા પરપ્રાંતના શ્રમજીવીઓ એક રૂમમાં 15 થી 20 વ્યકિતઓ રહેતા હોય છે , આ સ્થિતિમાં જો કોઇ એક શ્રમીકને કોરોના થયો હોય તો અન્ય શ્રમીકોને પણ ચેપ લાગવાની શકયતા રહેલી હોય છે , જેને ગંભીરતાથી લઇને જિલ્લા કલેકટર આયુષ ઓક દ્વારા હજીરા, સચિન, પલસાણા, કડોદરા અને માંગરોળમાં કોવિડ કેર સેન્ટર ઊભું કરવાની તૈયારી હાથ ધરી છે. જેમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોવિડ આઇસોલેશન સેન્ટર ખાતે કોવિડ પોઝિટીવ શ્રમીકોને રહેવા અને સારવાર મળી રહે તે માટેની અલાયદી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.
આ પણ વાંચો : કોરોનાની ત્રીજી લહેરમાં મજૂરોનું શહેરોમાંથી ગામડા તરફ પલાયન શરૂ થયું ? વાંચો સરકારે આ અંગે શું આપ્યો જવાબ
આ પણ વાંચો : Uttar Pradesh Election: સમાજવાદી પાર્ટી-આરએલડી ગઠબંધનના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, 29 ઉમેદવારોના નામ પર લાગી મહોર