Surat : ગુજરાત વિધાનસભાની (Gujarat Legislative Assembly) ચૂંટણીના પડઘમ વચ્ચે કોંગ્રેસ દ્વારા આજે મોંઘવારી (Inflation)વિરૂદ્ધ ધરણા – પ્રદર્શનનો (Protests) કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કલેકટર કચેરની બહાર મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો દ્વારા સૂત્રોચ્ચાર સાથે મોંઘવારી વિરૂદ્ધ યોજવામાં આવેલા કાર્યક્રમને પગલે એક તબક્કે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા.
જોકે, પોલીસ દ્વારા વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના નેતાઓ સહિત 25 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી. સુરત શહેર – જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે મોંઘવારી સહિત સતત વધી રહેલા પેટ્રોલ – ડિઝલ અને રાંધણગેસના ભાવ વધારા મુદ્દે ધરણાં પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
જેમાં સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ નૈષધ દેસાઈ, તુષાર ચૌધરી અને કોંગ્રેસ મહામંત્રી દર્શન નાયક સહિત પૂર્વ કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા હતા. અઠવા લાઈન્સ જિલ્લા કલેકટર કચેરી બહાર રાંધણ ગેસના બોટલ સાથે પહોંચેલા કાર્યકરોએ સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર સાથે સતત ભાવ વધારા મુદ્દે પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.
આ સંદર્ભે પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરીએ જણાવ્યું કે, સમગ્ર દેશમાં પેટ્રોલ-ડીઝલ સહિત રાંધણ ગેસના ભાવમાં રોજેરોજ વધારો થઈને આવી રહ્યો છે. સરકારને કોઈ યોગ્ય નીતિ ન હોવાને કારણે વિરોધ પ્રદર્શન કરવું જરૂરી છે.
સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ નૈષધ દેસાઈએ જણાવ્યું હતું કે ભાજપ સરકાર માત્ર ખાનગી કંપનીઓના માલિકોને લાભ થાય તેમજ મોટા ઉદ્યોગપતિઓના હિતને ધ્યાને લઈને જ નિર્ણય લે છે. ગરીબ અને મધ્યમ વર્ગીય પ્રજા અને સાથે તેમને કોઈ લેવાદેવા ન હોય તે પ્રકારનું વલણ જોવા મળી રહ્યું છે. સરકારે તાત્કાલિક અસરથી મોંઘવારી ઉપર નિયંત્રણ લાવવું જરૂરી છે. બીજી તરફ વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત 25થી વધુ નેતા – કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.
આ પણ વાંચો : Surat : કીમ રેલવે ફાટક ફરી શરૂ કરવા સ્થાનિકોની કલેકટરને રજુઆત, ફ્લાયઓવરની કામગીરી મંથરગતિએ ચાલતા લોકોમાં આક્રોશ
આ પણ વાંચો : Pakistan : ઈમરાન ખાનની વિદાય બાદ પાકિસ્તાનની બાગડોર સંભાળી શકે છે શાહબાઝ શરીફ, જાણો કોણ છે આ વ્યક્તિ ?