
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરતની મુલાકાતે છે આ મુલાકાત દરમિયાન તેઓના હસ્તે નવા વહીવટી ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. સુરતના રીંગરોડ ઉપર આવેલી જૂની સબ જેલની જગ્યાએ આ નવી ઇમારત બનશે. ચોકબજાર પાસે આવેલ ઈ.સ.1644માં નિર્મિત હેરિટેજ બિલ્ડીંગ ‘મુગલસરાઈ’માં હાલ પાલિકાનું મુખ્યાલય કાર્યરત છે. સુરતની વસતીમાં વધારો થવા સાથે લોકસુવિધા, સુગમતામાં વધારો કરવાના આશયથી પાલિકાને નવા ભવનની જરૂરિયાત ઉભી થઈ છે.
જૂની સબ જેલની જગ્યાએ હવે 27 – 27 માળના બે ટાવર બનાવવામાં આવશે. આ બિલ્ડિંગ 106 મીટર ઊંચાઈ ધરાવતું હશે. બિલ્ડિંગના ભોંયરામાં ચાર માળનું પાર્કિંગ બનાવશે. તેમજ જે નવા ટાવર બનશે તે ટ્ટાવિન ટાવર હશે. આ ટ્વવિન ટાવરર ભૂકંપપ્રૂફ અને સાયક્લોન પ્રૂફ હશે. કહેવાય છે કે આ દેશની સૌથી ઊંચી સરકારી ઇમારત બની જશે. આ ઉપરાંત મુખ્યમંત્રીના હસ્તે કુલ રૂપિયા 2,416 કરોડના પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરશે.