છેલ્લાં બે વર્ષથી ટલ્લે ચડેલા નાનપુરા,(Nanpura ) લક્કડકોટ સ્થિત મચ્છી માર્કેટના(Fish Market ) પ્રોજેક્ટ માટે હવે કેન્દ્ર સરકારના (Government ) સંબંધિત વિભાગે એનઓસી આપી દેતાં આ પ્રોજેક્ટ સાકાર કરવાનો રસ્તો સાફ થઈ ગયો છે. હવે શહેરની વચોવચ્ચ અદ્યતન અને કોલ્ડ સ્ટોરેજની સગવડ સાથેની વિશાળ મચ્છી માર્કેટ બનશે. છેલ્લા ઘણા વર્ષોથી અટવાઇ રહેલા આ પ્રોજેક્ટને કેન્દ્ર સરકારની પણ મંજૂરી મળી જતાં સ્થાનિક વેપારીઓ અને નગરસેવકોએ એકબીજાને મીઠાઈ ખવડાવી, ફટાકડા ફોડી ઉજવણી કરી હતી.
અગાઉ આ પ્રોજેક્ટ માટે 2018માં કામગીરી શરુ કરાઈ હતી. પરંતુ નેશનલ મોન્યુમેન્ટ ઓથોરિટી દ્વારા પ્રોજેક્ટની ઊંચાઇ બાબતે વાંધો ઉઠાવાતાં 2020માં આ બાંધકામ અટકાવી દેવું પડ્યું હતું. બાદ મનપા દ્વારા ફિશ માર્કેટના પ્લાનમાં સુધારો કરી મોન્યુમેન્ટ ઓથોરિટીની મંજૂરી હેતુ મોકલવામાં આવ્યો હતો. સુરત મહાનગરપાલિકાની સતત રજૂઆતો બાદ ઓથોરિટીના અધિકારીઓએ 27 ફેબ્રુઆરી-2022ના રોજ સ્થળ વિઝિટ કરી હતી. આ સ્થળ વિઝિટ બાદ નેશનલ મોનુમેન્ટ ઓથોરિટી દ્વારા નાનપુરા, લક્કડકોટ ખાતે ફિશ માર્કેટ અને એસએમસી ઓફિસ બાંધવા માટે રિવાઇઝ એનઓસી ઇસ્યુ કરી છે.
જે મુજબ હવે ફિશ માર્કેટ પ્રોજેક્ટની હાઇટ 9.259 મીટર અને મનપાએ બિલ્ડિંગ માટે 16.10 મીટર સુધીની હાઇટ માટે બાંધકામની મંજૂરી આપી છે. તેથી બે વર્ષથી ટલ્લે ચડેલા આ પ્રોજેક્ટને પુનઃ શરૂ કરવા રસ્તો સાફ થઇ ગયો હોવાથી નાનપુરા, માછીવાડ વિસ્તારના સ્થાનિક વેપારીઓએ આ પ્રોજેક્ટ માટે સતત મનપામાં રજૂઆતો કરનારા સ્થાનિક કોર્પોરેટરો અશોક રાંદેરિયા અને વ્રજેશ ઉનડકટને સ્થળ પર બોલાવી આભાર માન્યો હતો અને અને મીઠાઈ ખવડાવી તેમજ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી.
આ પણ વાંચો :
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો