Surat : બિલ્ડરે પ્રોજેક્ટ લોન ભરપાઈ નહીં કરતા 27 ફ્લેટ સીલ, ફ્લેટધારકો રાતોરાત રસ્તા પર આવી ગયા

|

Feb 24, 2022 | 8:27 AM

બિલ્ડર દ્વારા બચાવ કરવામાં આવ્યો છે કે ફાઇનાન્સ કંપનીમાંથી 3.25 કરોડની લોન લીધી છે, તેની સામે 3.83 કરોડ ભર્યા છે. અને હજી 2.44 કરોડ માંગે છે. જોકે આ પ્રશ્ન તેમનો છ્હે. તેઓની ફાયનાન્સ કંપની સાથે મિટિંગ છે. ચારથી પાંચ દિવસમાં આ પ્રશ્નનો ઉકેલ લાવી દેવામાં આવશે. હાલ અમે ફ્લેટ હોદ્દો માટે જમવાથી લઈને તમામ વ્યવસ્થા કરી છે.

Surat : બિલ્ડરે પ્રોજેક્ટ લોન ભરપાઈ નહીં કરતા 27 ફ્લેટ સીલ, ફ્લેટધારકો રાતોરાત રસ્તા પર આવી ગયા
બિલ્ડરે લોન ભરપાઈ ન કરતા ફ્લેટધારકો રસ્તા પર (File Image )

Follow us on

Surat શહેરના લસકાણા ખાતે આવેલ પરમ રેસીડેન્સીના બિલ્ડરના(Builder ) પાપે ફ્લેટ ધારકો રાતોરાત રસ્તા પર આવી ગયા છે. બિલ્ડર દ્વારા પ્રોજેક્ટ પર લોન (Loan )લીધા બાદ પેમેન્ટ ભરવામાં અખાડા કરતાં ખાનગી ફાઈસનાન્સ કંપની દ્વારા પ્રોજેક્ટના 27 ફ્લેટને સીલ મારી દેવામાં આવ્યા છે. જેને પગલે ફ્લેટમાં વસવાટ કરતાં પરિવારોની હાલત દયનીય થવા પામી છે. ચોધાર આંસુએ રડતી મહિલાઓ દ્વારા બિલ્ડર વિરૂદ્ધ ભારોભાર આક્રોશ વ્યક્ત કરવાની સાથે બેઘર થવા માટે બિલ્ડર વિરૂદ્ધ સખ્ત કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.

સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર શહેરના સરથાણા વિસ્તારમાં આવેલ લસકાણામાં પરમ રેસીડેન્સીના બિલ્ડર દ્વારા જે તે સમયે પ્રોજેક્ટ પર મસમોટી લોન લેવામાં આવી હતી અને ત્યારબાદ ફ્લેટ હોલ્ડરોને કબ્જો પણ સુપરત કરી દેવામાં આવ્યો હતો. અલબત્ત, બિલ્ડર દ્વારા પ્રોજેક્ટ પર લેવામાં આવેલી લોન સમયસર ભરપાઈ ન કરવામાં આવતાં આજે સવારે પ્રોજેક્ટ પર ફાઈનાન્સ કરનાર રેલીગેર હોમ લોમ્સ નામની સંસ્થા દ્વારા સાગમટે 27 ફ્લેટોને સીલ મારી દેવામાં આવ્યા હતા. જેને પગલે ફ્લેટમાં વસવાટ કરી રહેલા પરિવારજનોએ રાતોરાત બેઘર થવાનો વારો આવ્યો હતો.

ફ્લેટ ધારકો દ્વારા આ અંગે આક્રોશ વ્યક્ત કરતાં જણાવાયું હતું કે, બિલ્ડર દ્વારા પ્રોજેક્ટ પર લેવામાં આવેલી લોન ન ભરપાઈ કરતાં બેંક દ્વારા અમારા ફ્લેટોને સીલ મારવામાં આવ્યું છે. જેને પગલે બિલ્ડર વિરૂદ્ધ સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવામાં આવે. બીજી તરફ ફ્લેટ હોલ્ડરો ખુદ હજી મકાનના હપ્તા ભરી રહ્યા છે ત્યારે બિલ્ડર દ્વારા નિશ્ચિતપણે કોઈ કાવતરૂં રચીને આ પ્રોજેક્ટ પર લોન લેવામાં આવી હોવાનો આક્ષેપ પણ ફ્લેટ હોલ્ડરો દ્વારા કરવામાં આવ્યો હતો.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

જોકે બીજી તરફ બિલ્ડર દ્વારા બચાવ કરવામાં આવ્યો છે કે ફાઇનાન્સ કંપનીમાંથી 3.25 કરોડની લોન લીધી છે, તેની સામે 3.83 કરોડ ભર્યા છે. અને હજી 2.44 કરોડ માંગે છે. જોકે આ પ્રશ્ન તેમનો છ્હે. તેઓની ફાયનાન્સ કંપની સાથે મિટિંગ છે. ચારથી પાંચ દિવસમાં આ પ્રશ્નનો ઉકેલ લાવી દેવામાં આવશે. હાલ અમે ફ્લેટ હોદ્દો માટે જમવાથી લઈને તમામ વ્યવસ્થા કરી છે.

આ પણ વાંચો :

શું તમે ફિટ રહેવા માટે ઈંડાની સફેદી ખાઓ છો તો ચેતી જજો, આવી શકે છે આ સમસ્યાઓ

કડવા લીમડાના ગેરફાયદા, જાણો કઈ રીતે તેનો વધુ પડતો ઉપયોગ બની શકે છે ખતરનાક

 

Next Article