Surat : અમરોલી ત્રિપલ મર્ડર કેસના બંને આરોપીને કોર્ટમાં કરાયા રજૂ, ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર

|

Dec 27, 2022 | 9:39 AM

સુરતના (Surat) અમરોલી વિસ્તારમાં વેપારીની હત્યાની ચકચારીત ઘટનામાં બંને આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી લીધા હતા. જે પછી તેમને કોર્ટમાં રજૂ કરીને પોલીસ દ્વારા પાંચ દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી હતી.

Surat : અમરોલી ત્રિપલ મર્ડર કેસના બંને આરોપીને કોર્ટમાં કરાયા રજૂ, ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર
આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર

Follow us on

સુરતના અમરોલી વિસ્તારમાં વેપારીની ત્રિપલ મર્ડર ઘટનામાં હત્યા કરનાર કારીગરોને ગઇકાલે એટલે કે 26 ડિસેમ્બરના રોજ સુરત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. હત્યા કરનાર બે કારીગરો પૈકી સગીર વયના કારીગરને જુએનાઇલ કોર્ટમાં અને અન્ય કારીગરને સુરત ફાસ્ટ ટ્રેક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં પોલીસે આરોપીના પાંચ દિવસના રિમાન્ડની માંગ કરી હતી. જો કે કોર્ટે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

બંને આરોપીને અલગ અલગ કોર્ટમાં રજૂ કરાયા

સુરતના અમરોલી વિસ્તારમાં વેપારીની હત્યાની ચકચારીત ઘટનામાં બંને આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી લીધા હતા. જે પછી તેમને કોર્ટમાં રજૂ કરીને પોલીસ દ્વારા પાંચ દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી હતી.એમ્રોઇડરી ખાતાના ત્રણેય વેપારીઓની હત્યા કરનાર બંને કારીગરોને પોલીસે જુદી જુદી કોર્ટમાં રજૂ કર્યા હતા. બંને હત્યારા કારીગરોમાંથી આશિષ રાઉતને સુરત ફાસ્ટ્રેક કોર્ટમાં રજૂ કરાયો હતો. જ્યારે અન્ય સગીર વયના કારીગરને જુએનાઇલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર

સુરત પોલીસ દ્વારા વેપારીની હત્યા મામલે વધુ તપાસ માટે અને પૂછપરછ માટે આરોપીના પોલીસ કસ્ટડીના રિમાન્ડ મેળવવા સુરત કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાં પોલીસ દ્વારા સુરત સેશન કોર્ટ પાસેથી હત્યારા આશિષ રાઉતના પાંચ દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી હતી. જો કે કોર્ટ દ્વારા આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. હત્યા કરનાર મુખ્ય આરોપી સગીર હોવાથી તેને જુએનાઇલ કોર્ટમાં રજૂ કરાયો હતો જ્યારે તેનો સહ આરોપી અને મદદગારી કરનાર આશિષ રાઉતને સુરત ફાસ્ટ કોર્ટમાં રજૂ કરીને સરકારી વકીલે પાંચ જેટલા મુદ્દાઓ અને આધારે પાંચ દિવસના પોલીસ કસ્ટડીના રિમાન્ડની માગ કરી હતી.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

અન્ય ગુનામાં સંડોવણી છે કે નહીં તે અંગે તપાસ

આ અંગે સરકારી વકીલ રાજેશ મોઢએ રિમાન્ડની માગ સાથે જણાવ્યું હતું કે, આરોપી બંને કારીગરોએ હત્યા કરીને હત્યામાં વપરાયેલી છરી અને લાકડી ક્યાંક ફેંકી દીધી છે તે તપાસ માટે આરોપી સાથે રહેવો ખૂબ જરૂરી છે. પકડાયેલા આરોપીની અન્ય કોઈ ગુનામાં સંડોવણી છે કે નહીં તેની પણ પુછપરછ કરવી પડે તેમ છે. પકડાયેલા બંને આરોપી મૂળ ઓરિસ્સાના છે અને છેલ્લા બે વર્ષથી તેઓ ગુજરાતમાં રહે છે, ત્યારે ભૂતકાળમાં આ પ્રકારનો ગુનો કર્યો છે કે નહીં તે તપાસ માટે પકડાયેલા આરોપીનો પૂર્વ ઇતિહાસ તપાસવા માટે આરોપીના રિમાન્ડ જરુરી છે.

વકીલે એમ પણ જણાવ્યુ હતુ કે, હત્યા કરનાર બંને આરોપીના મોબાઇલની કોલ ડીટેઇલ મગાવી છે. તે કોલ ડીટેઇલના આધારે તેમની પૂછપરછ કરવા માટે પોલીસ કસ્ટડી જરૂરી છે. આ પ્રકારના જુદા જુદા પાંચ મુદ્દાઓ સાથે કોર્ટ સમક્ષ આરોપીના પાંચ દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી હતી. જેને ધ્યાને રાખી કોર્ટ દ્વારા ત્રણ દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કરવામા આવ્યા છે.

Next Article