Surat: અમરોલી આવાસ ડ્રગ્સ કેસમાં થયો મોટો ખુલાસો, બહાર આવ્યું આંતરરાષ્ટ્રીય કનેક્શન

|

Dec 13, 2022 | 1:27 PM

અમરોલીના કોસાડ આવાસમાંથી રૂપિયા 3.97 કરોડની કિંમતનું ડ્રગ્સ પકડાયુ હતું. જેમાં પોલીસે મુબારક બાદિયા અને ચંદન નામના આરોપીને ઝડપ્યા હતા અને કેનેડાથી મુંબઇના વસઇથી ડ્રગ્સનો ધંધો ચાલતો હતો.

Surat: અમરોલી આવાસ ડ્રગ્સ કેસમાં થયો મોટો ખુલાસો, બહાર આવ્યું આંતરરાષ્ટ્રીય કનેક્શન
સુરતમાં ડ્રગ્સ કેસમાં થયો મોટો ખુલાસો

Follow us on

સુરતના અમરોલી MD ડ્રગ્સ કેસમાં સૌથી મોટો ખુલાસો થયો છે. ડ્રગ્સ કેસમાં પોલીસ તપાસમાં આંતરરાષ્ટ્રીય કનેક્શન બહાર આવ્યું છે. જોકે સુરત પોલીસને અંડરવર્લ્ડ કનેક્શનની પણ શંકા છે. ઝડપાયેલા બે આરોપીની પૂછપરછમાં ખુલાસો થયો છે. અમરોલીના કોસાડ આવાસમાંથી રૂપિયા 3.97 કરોડની કિંમતનું ડ્રગ્સ પકડાયુ હતું. જેમાં પોલીસે મુબારક બાદિયા અને ચંદન નામના આરોપીને ઝડપ્યા હતા અને કેનેડાથી મુંબઇના વસઇથી ડ્રગ્સનો ધંધો ચાલતો હતો.  હજી પણ આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે ત્યારે બીજી વિગતો પણ બહાર આવે તેવી શકયતા છે.

 

ચહલ સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે ધનશ્રીના આ યુવક સાથે ફોટા વાયરલ
આજનું રાશિફળ તારીખ : 07-01-2025
સાચી પડી આ ભવિષ્યવાણી, તો સ્મોલકેપ ફંડના રોકાણકારો બનશે કરોડપતિ
લગ્ન પહેલા યુઝવેન્દ્ર ચહલે ધનશ્રી પાસેથી શું માંગ્યું હતું?
આ 5 આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોનું ભારતીય મહિલાઓ પર આવ્યું દિલ પછી કર્યા લગ્ન, જુઓ Photos
અમદાવાદના 5 સૌથી અમીર વ્યક્તિઓનું લિસ્ટ, અહીં જાણો નામ

નવેમ્બર માસમાં મોટી માત્રામાં   સુરતમાં ઝડપાયું હતું ડ્રગ્સ

14 નવેમ્બરના રોજ સુરતમાં 1.50 કરોડની કિંમતનું MD ડ્રગ્સ ઝડપાયું હતું. આ ડ્રગ્સ અમરોલી પોલીસે કોસાડ આવાસમાંથી ઝડપી પાડ્યું હતું. આ ઘટનામાં પોલીસે એક વ્યક્તિની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી  હતી. આ તપાસ આગળ વધતા પોલીસે આજે મુંબઇના  પેડલર સહિત 4 લોકોની ધરપકડ કરી છે. નોંધનીય છે કે 13 નવેમ્બરના રોજ ગુજરાત ATS અને દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે દિલ્લીથી 8 કિલો હેરોઈનના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો.

ત્યાર બાદ આગળની  કામગીરી કરતા  સુરતના અમરોલીના કોસાડ આવાસ અને પાંડેસરાના ડ્રગ્સ કેસમાં ક્રાઇમ બ્રાંચે કાર્યવાહી કરતા રૂપિયા 4 કરોડનું MD ડ્રગ્સ મોકલનારા મુંબઈના પેડલર સહિત 4 લોકોની ધરપકડ કરી હતી.  તે સમયે ક્રાઇમ બ્રાંચે પેડલર ફૈસલ અબ્દુલ, વાસીફ ચૌધરી, સાગર પાલ અને અનિકેત પ્રકાશ શિંદેની ધરપકડ કરીને સાડા ત્રણ લાખની રોકડ અને 6 મોબાઇલ 77 હજારની કિંમતના કબજે કર્યા હતા. વાસિફ અને ફૈસલ નામના શખ્સ MDનું વેચાણ કરતા હતા. વાસીફ અને ફૈસલ બાળપણના મિત્રો છે અને બંને એમડીનું વેચાણ કરતા હતા. આરોપી ચંદન અને અનિકેત એમડી વેચાણ કરવા માટે વાસીફનો સંપર્ક કરતા હતા.

Next Article