કાનપુરથી(Kanpur)બેસી ઉદ્યોગકર્મી ટ્રેનમાં(Train)સુરત(Surat)આવી રહેલી એક મહિલા મુસાફર(Women Passanger)સાથે કોચમાં કેટલાક યુવકો સીટ બાબતે વિવાદ કરી ગાળાગાળી કરવા લાગ્યા હતા.એટલુંજ નહીં મહિલા આજે વહેલી સવારે જયારે ભેસ્તાન રેલ્વે સ્ટેશન ઉપર ઉતર્યા ત્યારે તેમને રિસીવ કરવા માટે આવેલા પતિ અને તેના ઉપર કેટલાક ઈસમોએ ચપ્પુ વડે હુમલો કરી લોહીલુહાણ કરી ઈજા પહોંચાડી હતી.
એટલું જ નહીં ગંભીર બાબત એ છે કે ભેસ્તાન રેલ્વે સ્ટેશન ઉપર એક બાજુ મહિલા તથા તેનો પતિ સહીત પોતાના જીવ બચાવવા આમતેમ ભાગતા હતા પરંતુ ત્યાં આરપીએફ(RPF)કે જીઆરપીના એકપણ પોલીસ કર્મી હાજર પણ ન હતા.ઈજાગ્રસ્ત પતિ સહીત બે જણાંને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
નવી સિવિલ હોસ્પિટલ પાસેથી મળતી માહિતી પર્વતગામ ખાતે આવેલ ચૌર્યાસી ડેરી પાસે રહેતા ચન્દ્રશેખર ધર્મેન્દ્ર સીંગ (ઉ.વ.27 ) અને તેના મિત્ર પુનિત વિશ્વનાથ સીંગ (ઉ.વ.25) ઉપર આજે વહેલી સવારે 6.30 વાગ્યાના અરસામાં ભેસ્તાન રેલ્વે સ્ટેશન ઉપર કેટલાક ઈસમોએ ચપ્પુના ઘા મારી ઈજાઓ પહોંચાડી હતી.
બંનેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. વધુમાં બનાવ અંગે માહિતી આપતા ચન્દ્રશેખર સિંગના પત્ની ચાંદનીએ જણાવ્યું હતું કે તેઓ ગઈ કાલે સવારે સુરત આવવા માટે કાનપુરથી ઉદ્યોગકર્મી ટ્રેનના લેડીઝ કોચમાં બેસ્યા હતા.તે જ કોચમાં સવાર પાંચેક જેટલા યુવકોએ બેસવા બાબતે તેમની સાથે ઝગડો કરવાની સાથે ગાળાગાળી કરવા લાગ્યા હતા અને ટ્રેનમાંથી ફેંકી દેવાની ધમકી આપવા લાગ્યા હતા.ત્યારે તેમને કોલ કરી મહિલા હેલ્પલાઇનની મદદ પણ લીધી હતી.ત્યાર બાદ મામલો પૂરો થઈ ગયો હતો.
જોકે આજે સવારે ટ્રેન ભેસ્તાન રેલ્વે સ્ટેશન ઉપર પહોચી હતી ત્યારે તેમને રિસીવ કરવા માટે પતિ એને તેનો મિત્ર પુનિત સીંગ આવ્યો હતો.ત્યારે ટ્રેનમાં ઝગડો કરવાવાળા ઈસમોએ અન્ય ઈસમોને બોલાવી લીધા હતા.ચપ્પુ લઈને સ્ટેશન ઉપર ધસી 10 થી15 ઈસમોએ મહિલાના પતિ અને તેના મિત્ર ઉપર ચપ્પુ વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી.
પ્લેટફોર્મ પર પોલીસ ન હતી,ટ્રેનના ટોઇલેટમાં સંતાઈ હતી
ચાંદની સીંગે આપવીતી વર્ણતા જણાવ્યું હતું કે 10 થી 15 જેટલા ઈસમો ભેસ્તાન રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર ધસી આવેલા અને ઉત્પાત મચાવતા હતા.પતિ ને તેના મિત્ર ઉપર તૂટી પડયા હતા ત્યારે પતિ અને મિત્ર [પોતાના જીવ બચાવવા આમતેમ ભાગવા લાગ્યા હતા તેઓ પણ એટલા ગભરાઈ ગયા હતા ટ્રેનના ટોઇલેટમાં છુપાઈ ગયા હતા.એક બાજુ પ્લેટફોર્મ અજાણ્યા ઈસમો હંગામો મચાવતા છતાં છતાં ત્યાં કોઈ આરપીએફ કે જીઆરપી પોલીસના જવાનો સુધ્ધા આવ્યા નહીં હતા. જીવ બચાવવા તેઓ આમતેમ ભાગતા હતા.
આ પણ વાંચો : સુરતમાં હેડ ક્લાર્ક પેપર લીક મામલે યૂથ કોંગ્રેસે કલેકટરને આવેદન પત્ર આપ્યું, ફરી પરીક્ષા યોજવા માંગ
આ પણ વાંચો : Navsari : નગરપાલિકા બગીચાઓનું નવિનીકરણ કરશે, બગીચાઓમાં પાથ વે, લાઇટિંગ, પ્લાન્ટેશનની કામગીરી થશે