Surat: નેકના ઈન્સ્પેક્શન પહેલા યુનિવર્સિટીને બ્યુટીફીકેશન સાથે બનાવી દેવાશે ગ્રીન કેમ્પસ

|

Sep 17, 2022 | 11:16 AM

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર કિશોરસિંહ ચાવડાના જણાવ્યા પ્રમાણે યુનિવર્સિટીએ ગ્રીન ઓડિટ પણ કરાવી લીધુ છે. મિટિંગમાં થયેલી ચર્ચા બાદ હવે કેમ્પસને પ્લાસ્ટિક ફ્રી બનાવવાની જાહેરાત કરી દેવામાં આવી છે.

Surat: નેકના ઈન્સ્પેક્શન પહેલા યુનિવર્સિટીને બ્યુટીફીકેશન સાથે બનાવી દેવાશે ગ્રીન કેમ્પસ
Veer Narmad South Gujarat University (File Image )

Follow us on

શહેરની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં (VNSGU) નેક ઈન્સ્પેકશન આવી રહ્યું છે જોકે તે પહેલા યુનિવર્સિટી દ્વારા સારો રેન્ક (Rank ) મેળવવા માટે તડામાર તૈયારી હાથ ધરાઈ રહી છે. લીલીછમ હરિયાળીથી યુનિવર્સિટી દ્વારા કેમ્પસમાં બ્યુટીફિકેશન કરવાની સાથે સાથે યુનિવર્સિટીને પ્લાસ્ટિક મુક્ત કેમ્પસ બનાવવા માટે પણ દાખલારૂપ પગલાં લેવાઈ રહ્યા છે. આગામી તારીખ 26 સપ્ટેમ્બરથી તારીખ 28મી સપ્ટેમ્બર દરમિયાન નેકની ટીમ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં મુલાકાતે આવી રહી છે.

યુનિવર્સિટી કેમ્પસને બ્યુટીફીકેશન સાથે બનાવશે ગ્રીન કેમ્પસ

ત્યારે ગયા વર્ષની જેમ આ વર્ષે પણ નેકના પરીક્ષણમાં એ પ્લસ પ્લસ ગ્રેડ મેળવવા માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી તંત્રએ કવાયત શરૂ કરી દીધી છે. આ વખતે યુનિવર્સિટી કેમ્પસને બ્યુટીફિકેશન સાથે ગ્રીન કેમ્પસ બનાવવા માટેનું આયોજન નક્કી કરવામાં આવ્યું છે. નેકના પ્રતિનિધિઓની મુલાકાત પહેલા વિચાર મંથન કરવા માટે કુલપતિ ડો.કે. એન.ચાવડાની અધ્યક્ષતામાં 75 જેટલા કોલેજના આચાર્યો સાથેની એક બેઠક કરવામાં આવી હતી. આ  બેઠકમાં કુલપતિ ડો.ચાવડાએ તમામ આચાર્યો પાસેથી સુચનો લેવામાં આવ્યા હતા.

પર્યાવરણ પર ભાર મૂકીને પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબંધ

મળેલી બેઠકમાં ઘણા આચાર્યોએ નેક વખતેના પોતાના અનુભવો શેયર કર્યા હતા અને પર્યાવરણ પર ભાર મુકવાની સાથે યુનિવર્સિટી કેમ્પસને ગ્રીન કેમ્પસ બનાવવા પર સૂચનો કર્યું હતું. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર કિશોરસિંહ ચાવડાના જણાવ્યા પ્રમાણે યુનિવર્સિટીએ ગ્રીન ઓડિટ પણ કરાવી લીધુ છે. મિટિંગમાં થયેલી ચર્ચા બાદ હવે કેમ્પસને પ્લાસ્ટિક ફ્રી બનાવવાની જાહેરાત કરી દેવામાં આવી છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

બાકી ફરિયાદોનું પણ તાકીદે નિવારણ લાવવા સૂચના

ત્યારે હવેથી કેમ્પસમાં પ્લાસ્ટિકના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. એટલુ જ નહીં કચેરી અને યુનિવર્સિટીના વિવિધ કાર્યક્રમમાં પ્લાસ્ટિકની પાણીની બોટલનો પણ ઉપયોગ નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત યુનિવર્સિટી સત્તાધીશોએ ડિપાર્ટમેન્ટ હેડ, ડીન, ભુતપૂર્વ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ સાથે બેઠક યોજીને યુનિવર્સિટી સાથે સંકળાયેલી ફરિયાદ અને તને નિવારવા માટેના સૂચનો માંગ્યા હતા.

Next Article