Surat : શાળાના અભ્યાસક્રમમાં કોરોનાનો સમાવેશ કરનાર દેશનું પહેલું શહેર બન્યું ‘સુરત’

|

Aug 06, 2021 | 6:12 PM

મનપા વહીવટીતંત્રનો પ્રયાસ છે કે આ સત્રથી બાળકોને કોરોના વાયરસનો પાઠ ભણાવવાનું શરૂ કરવું જોઈએ. આ અભ્યાસક્રમ(curriculum) દ્વારા બાળકોને કોરોના સહિતના અન્ય વાયરસના જોખમો સામે ચેતવણી આપવાના પ્રયાસો કરવામાં આવશે.

Surat : શાળાના અભ્યાસક્રમમાં કોરોનાનો સમાવેશ કરનાર દેશનું પહેલું શહેર બન્યું સુરત
File Image

Follow us on

Surat: છેલ્લા એક વર્ષથી કોરોનાને (Corona) લઈને જે પરિસ્થિતિ સર્જાઈ છે, તે જોતા કોરોના સામે લડવાની જાગૃતતા જ કોરોના સાથેના યુદ્ધમાં સૌથી મહત્વપૂર્ણ શસ્ત્ર છે. સુરત મહાનગરપાલિકાએ સૌ પ્રથમ દેશમાં તેની અસર સમજી છે. કોરોના જેવા અન્ય વાયરસ સામે લડવા માટે મનપા પ્રશાસને તેને અભ્યાસનો ભાગ બનાવવાનો નિર્ણય કર્યો છે. આ માટેનો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

 

 

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

મનપા વહીવટીતંત્રનો પ્રયાસ છે કે આ સત્રથી બાળકોને કોરોના વાયરસનો પાઠ ભણાવવાનું શરૂ કરવું જોઈએ. આ અભ્યાસક્રમ(curriculum) દ્વારા બાળકોને કોરોના સહિતના અન્ય વાયરસના જોખમો સામે ચેતવણી આપવાના પ્રયાસો કરવામાં આવશે. સુરત એ દેશનું પ્રથમ એવું શહેર છે કે જેણે શાળાના અભ્યાસક્રમમાં ચેપી રોગોનો સમાવેશ, તેનું નિવારણ અને નિવારણના પગલાં શરૂ કર્યા છે.

 

ગુજરાતમાં સૌથી પહેલો કોરોનાનો કેસ ગત વર્ષે સુરતમાં જ દેખાયો હતો અને ત્યારબાદ સુરત મનપાએ કોરોનાને નિયંત્રણમાં લેવા માટે વિવિધ પગલા ભર્યા હતા. એ પછી કોરોનાની પ્રથમ લહેર હોય કે કોરોનાની બીજી લહેર કોરોનાને દૂર કરવા માટે મનપા વહીવટીતંત્ર દ્વારા નવા નવા પ્રયોગ કરી, દર વખતે વ્યૂહરચના બદલીને બેકાબૂ કોરોનાને નિયંત્રિત કરીને દેશની સામે એક દાખલો બેસાડ્યો છે.

 

 

હવે જ્યારે  દરેક બાજુ ત્રીજી લહેરની ચર્ચા થઈ રહી છે અને તેમાં બાળકો સૌથી વધુ ભોગ બનશે તેવું ચર્ચાઈ રહ્યું છે, ત્યારે મનપા વહીવટીતંત્ર દ્વારા બાળકોમાં જાગૃતિ લાવીને કોરોના અને અન્ય વાયરસને હરાવવાનું અભિયાન શરૂ કરાયું છે. આ અંગે સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછા નિધિ પાની કહે છે કે” કોરોના જેવા ચેપનો સામનો કરવા જાગૃતિ એકમાત્ર રસ્તો છે.

 

અમે બાળકોના પ્રાથમિક શિક્ષણમાં વાયરસને વિષય તરીકે સમાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ માટેનો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવી રહ્યો છે. શાળાઓમાં વર્ગ પાંચથી ઉપરના વિદ્યાર્થીઓના નિયમિત અભ્યાસક્રમમાં તેનો વિષય તરીકે સમાવેશ કરવામાં આવશે. આ માટે ની તમામ તૈયારીઓ થઈ ગઈ છે.

 

 

મનપા વહીવટી તંત્ર એક અભ્યાસક્રમ તૈયાર કરી રહી છે. આ અભ્યાસક્રમમાં બાળકોમાં વાયરસ અને તેના પ્રસારને વ્યવસ્થિત રીતે સમજાવવા સાથે, તેનાથી બચવા અને તેની સાથે વ્યવહાર કરવાના પગલાં લેવામાં આવશે. કોરોના વાયરસ વિષય તરીકે અભ્યાસક્રમમાં લેવામાં આવશે.

 

 

આ પણ વાંચો : Surat: શરૂ કરાઈ હરતી ફરતી શાળા, અંતરિયાળ ગામડામાં રહેતા બાળકોને આપશે અક્ષરજ્ઞાન

Published On - 6:09 pm, Fri, 6 August 21

Next Article