Surat: માનહાનિ કેસમાં રાહુલ ગાંધી 3જી એપ્રિલે દિલ્હીથી નિષ્ણાત વકીલોની ફોજ સાથે આવશે સુરત, સેશન્સ કોર્ટમાં કેસને પડકારશે

|

Apr 02, 2023 | 7:46 PM

Surat: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ 2019માં દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં સુરત કોર્ટે દોષિત જાહેર કર્યા હતા. આ કેસમાં રાહુલ ગાંધી આવતીકાલે એટલે સોમવારે સેશન્સ કોર્ટમાં અરજી કરવા માટે સુરત આવશે.

લોકસભા 2019ના સામાન્ય ચૂંટણી સમયે રાહુલ ગાંધીએ મોદી અટક સામે આપેલા વિવાદી નિવેદનને સુરતની નામદાર કોર્ટે રાહુલ ગાંધીને માનહાની કેસમાં 2 વર્ષની સજા સંભળાવી હતી. જે બાદ કોર્ટ દ્વારા જામીન પણ મળી ગયા હતા. મળતી માહિતી મુજબ રાહુલ ગાંધી હાઈકોર્ટ નહિ જાય. જો કે સુરતની સેશન્સ કોર્ટમાં જ માનહાનીના નિર્ણયને પડકારશે. આ વખતે રાહુલ ગાંધીનો સમગ્ર કેસ દિલ્હીના નિષ્ણાંત વકીલોની ટીમ સંભાળશે. 3 એપ્રિલના રોજ રાહુલ ગાંધી સુરત આવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ મોવડી મંડળે સુરતમાં ધામા નાખ્યા છે.

શું હતો માનહાનીનો કેસ?

વર્ષ 2019ની સામાન્ય ચૂંટણીઓ પહેલા કર્ણાટકના કોલારમાં યોજાયેલી જાહેર સભામાં રાહુલ ગાંધીએ મોદી સરનેમ અંગે કરેલા નિવેદનને લઈને ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી સામે સુરતની કોર્ટમાં માનહાનીનો કેસ કર્યો હતો જેમાં 2 વર્ષની સજા સંભળાવી હતી. રાહુલ ગાંધીએ જામીન માટે અપીલ કરી હતી તેમા તેને ટૂંક સમયમાં જામીન મળી ગયા હતા. સજાના 24 કલાકમાં સંસદ સભ્ય રદ થઈ ગયું હતું. રાહુલ ગાંધીનું સભ્ય પદ રદ થતા સમગ્ર દેશમાં કોંગ્રેસે ભારે વિરોધ કર્યો હતો.

આ પણ વાંચો: રહી રહીને જાગી કોંગ્રેસ ! રાહુલ ગાંધીને આપ્યું આમંત્રણ, રાજ્યભરમાં ગજવશે 300 જાહેરસભા, જાણો ગુજરાત કોંગ્રેસનો મોટો પ્લાન

આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneમાં ઝડપથી થઈ જશે ચાર્જિંગ? ફોલો કરી લો બસ આ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા

કોંગ્રેસના દિગ્ગજ નેતાઓના સુરતમાં ધામા

માનહાનિના કેસમાં આવતીકાલે 3 એપ્રિલે રાહુલ ગાંધી સુરત આવી રહ્યા છે. જેના પગલે પ્રદેશ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ સુરત આવી રહ્યા છે. જેમા કોંગ્રેસના વિરોધપક્ષના નેતા અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી, હસમુખ દેસાઈ સહિતના નેતાઓ હાજર રહેશે. આ ઉપરાંત રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ ગુજરાત આવશે. આ સાથે પ્રિયંકા ગાંધી વાડ્રા અને છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ પણ સુરત આવશે.

રાહુલ ગાંધીનું સાંસદ પદ કયા અધિનિયમ હેઠળ રદ થયુ ?

રાહુલ ગાંધી હવેથી લોકસભામાં બેસી નહીં શકે. રાહુલ ગાંધી કેરળના વાયનાડથી સાંસદ હતા. જો કે હવે તેમનું સાંસદ તરીકેનું સભ્ય પદ રદ થયુ હતુ. જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 ની કલમ 8(3) મુજબ, જો કોઈ નેતાને બે વર્ષ કે તેથી વધુની સજા થઈ હતી, તો તેને દોષિત ઠેરવ્યાની તારીખથી વધુ છ વર્ષ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ છે. જોગવાઈ છે કે જો કોઈ ધારાસભ્ય કે સાંસદ હોય તો તે દોષિત ઠરે તો તેને ગેરલાયક ઠેરવવામાં આવે છે, તેણે પોતાના ધારાસભ્ય કે સાંસદ પદ છોડવું પડે.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 5:46 pm, Sun, 2 April 23

Next Article