Surat : આવતીકાલથી દશામા વ્રતનો શુભ આરંભ, સુરતમાં ભક્તો તૈયાર

આવતીકાલથી દશામાના વ્રતનો પ્રારંભ થઇ રહ્યો છે, ત્યારે સુરતમાં પણ તેની તૈયારીઓ જોરશોરમાં ચાલી રહી છે, 10 દિવસ સુધી ભક્તો દશામાની સ્થાપના કરીને દશામા જીવનની દશા દૂર કરે તેવી મનોકામના કરશે.

Surat : આવતીકાલથી દશામા વ્રતનો શુભ આરંભ, સુરતમાં ભક્તો તૈયાર
દશામા
| Edited By: | Updated on: Aug 07, 2021 | 4:29 PM

Surat આવતીકાલે અષાઢી અમાસે દિવસો ઉપરાંત દશામા (Dashama) વ્રતનો આરંભ થશે. સાથે જ આ પર્વ સાથે વિવિધ તહેવારોની વણઝાર પણ શરૂ થઇ જશે. ગયા વર્ષે કોરોનના કહેર વચ્ચે તહેવારો ખુબ જ સાદગીથી ઉજવાય હતા. પરંતુ આ વર્ષે હવે બીજી લહેર શાંત થતા જ તહેવારોને ઉજવવા લોકો આતુર છે.

કોરોનની બીજી લહેર ખુબ ઘાતક રહ્યા બાદ કેસો અને મૃત્યુ આંક ઘટી ગયા છે. હવે સરકાર દ્વારા ધાર્મિક પર્વો ઉજવવા માટે સરકારે છૂટછાટ પણ આપી દીધી છે. ત્યારે આવતીકાલે અષાઢી અમાસે દિવાસો જે ખાસ કરીને હળપતિઓ આ ઉત્સવને વિશેષ રીતે ઉજવે છે. સાથે જ દશામા વ્રતની પણ શરૂઆત આવતીકાલથી થઇ રહી છે.

આવતીકાલથી 10 દિવસ માટે લોકો દશામાની પ્રતિમાનું 10 દિવસ સુધી ઘરમાં સ્થાપન કરશે. દસ દિવસ સુધી દશા માતાની પૂજા અર્ચના કરીને આ પર્વને અનોખી રીતે ઉજવવામાં આવે છે. એવું કહેવાય છે કે માતાની દસ દિવસ પૂજા કરવાથી જીવનમાં આવેલી બધી જ દશા દૂર થાય છે. તેની તૈયારીઓ પણ સુરતમાં શરૂ થઇ ગઈ છે અને ભતો દ્વારા દશામાની પ્રતિમાની ખરીદી પણ કરવામાં આવી છે.

સુરતમાં દશામાની પ્રતિમાને ખરીદવા પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રતિમા 100 રૂપિયાથી લઈને ચાર હજારની કિંમત સુધી વેચાઈ રહી છે. હાલ મંદીનો માહોલ હોવા છતાં પણ ભક્તોની અતૂટ શ્રદ્ધા જોવા મળી રહી છે. સુરતમાં પણ મોટી સંખ્યામાં લોકો દશામાંનો આ પર્વ ઉજવે છે અને તેને લઈને જ અસંખ્ય પ્રતિમાઓ પણ બજારમાં મુકાય છે.

રવિવારે અષાઢી વ્રતના પ્રારંભ સાથે દિવાસાના તહેવારની પણ ઉજવણી થશે. ઉપરાંત સોમવારથી પવિત્ર શ્રાવણ માસનો પણ આરંભ થઇ રહ્યો છે. ત્યારે સુરતના વિવિધ શિવાલયોમાં પણ તેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જોગાનુજોગ શ્રાવણ માસ સોમવારથી જ શરૂ થઇ રહ્યો છે. એટલે પ્રથમ દિવસથી જ શિવાલયોમાં શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળશે. જોકે તહેવારોની ઉજવણીમાં ભક્તોએ કોરોના ગાઇડલાઇનનો ભંગ ન થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે.

 

આ પણ વાંચો : Surat: સપનાના ઘરનું સપનું જ રહી ગયું, પીએમ આવાસ યોજનાના 3 વર્ષ પછી પણ લાભાર્થીઓ મકાનથી વંચિત

Published On - 4:09 pm, Sat, 7 August 21