Surat: હેડકલાર્કની પરીક્ષામાં થયેલી ગેરરીતિ અંગે પગલા લઈ ભવિષ્યની પરીક્ષાઓની સુચારુ વ્યવસ્થા ગોઠવવા આપ દ્વારા કલેક્ટરને આવેદન

|

Dec 15, 2021 | 4:42 PM

ભવિષ્યમાં આ ભૂલનું પુનરાવર્તન નહીં થાય અને આગામી સમયમાં લેવાનારી પરીક્ષામાં યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી માંગણી પણ આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા કરવામાં આવી હતી. 

Surat: હેડકલાર્કની પરીક્ષામાં થયેલી ગેરરીતિ અંગે પગલા લઈ ભવિષ્યની પરીક્ષાઓની સુચારુ વ્યવસ્થા ગોઠવવા આપ દ્વારા કલેક્ટરને આવેદન
Memorandum by Aam Admi Party

Follow us on

ખાલી પડેલી વિવિધ જગ્યાઓ માટે ગુજરાત સરકાર (Gujrat Government) દ્વારા સમયાંતરે પરીક્ષાઓ લઈને ભરતીઓ કરવામાં આવે છે. જોકે હેડક્લાર્કની (Head Cleark) પરીક્ષામાં મોટી ગેરરીતિ થવા પામી હતી. જેથી ભવિષ્યની પરીક્ષાઓની સુચારુ વ્યવસ્થા ગોઠવવા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે. આવેદન પત્રમાં તેઓએ જણાવ્યું હતું કે પરીક્ષામાં પારદર્શકતા જળવાય એ ખુબ જ જરૂરી છે. જેથી તેની તકેદારી રાખવા આવેદન પત્ર આપ્યું હતું.

 

 

Dry fruits and Nuts : ડ્રાયફ્રુટ્સ અને નટ્સ વચ્ચે શું તફાવત છે? જાણો
જાણો સ્વાસ્થ્ય માટે સફેદ અને કાળા મરી, બંન્નેમાંથી ક્યાં છે ફાયદાકારક
આજનું રાશિફળ તારીખ : 22-01-2025
રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન
Jaggery with Black Solt Benefits : ગોળ અને સંચળ ખાવાથી શરીરમાં દેખાશે આ ફેરફાર
Peanuts : મગફળી ખાધા પછી તરત જ પાણી પીધું તો ગયા સમજજો, જાણો કારણ

હેડક્લાર્કની અગાઉની પરીક્ષામાં પણ પેપર લીક થયું ગયું હતું. ત્યારબાદ તાજેતરમાં તારીખ 12 ડિસેમ્બર,2021ના રોજ લેવાયેલ હેડકલાર્કની પરીક્ષામાં પણ પેપર લીક થયું હતું. હિમતનગરના એક ફાર્મહાઉસમાં 16 જેટલા વિદ્યાર્થીઓ અને ત્યાંથી સોશિયલ મીડિયા દ્વારા ભાવનગર, વડોદરા, કચ્છ વગેરે સ્થળોએ પરીક્ષાના બે કલાક અગાઉ પેપર પહોચ્યું હતું. આમ આદમી પાર્ટીએ પેપર લીક થવાની આ ઘટનાને ગુજરાતના વિદ્યાર્થીઓ સાથે હળાહળ અન્યાય ગણાવ્યો હતો.

 

 

તેઓએ આજે કલેક્ટરને આવેદન પત્ર આપતા જણાવ્યું હતું કે હેડક્લાર્કની પરીક્ષામાં મોટી ગેરરીતિ થવા પામી હતી. ભવિષ્યની પરીક્ષાઓની સુચારુ વ્યવસ્થા ગોઠવવા અને પરીક્ષામાં પારદર્શકતા જળવાય એ ખુબ જ જરૂરી છે તેમ કહ્યું હતું. તેઓએ આવેદન પત્રમાં જણાવ્યું હતું કે હજારો રૂપિયા કલાસીસમાં બગાડી અને પોતાનો અમુલ્ય સમય બગાડીને પોતાનું જીવન સજાવા માટે મથી રહેલા વિદ્યાર્થીઓ દર પરીક્ષા વખતે એક માનસિક આઘાત અનુભવે છે.

 

 

હિંમતનગરમાં બનેલી આ ઘટનાને  આધારો સાથે રજુઆત કરવામાં આવી હતી, ત્યારે દોષિતો સામે કાર્યવાહી થાય અને અન્ય આવા લોકોને બોધપાઠ મળે તેવી રીતે સરકાર દ્વારા આવા લોકો સામે કાર્યવાહી થાય. દોષિતોને પરીક્ષામાંથી બાકાત કરવામાં આવે અને આ કૌભાંડ સાથે સંકળાયેલા દરેક લોકોની સામે યોગ્ય કાર્યવાહી થાય તેમજ ભવિષ્યમાં લેવાનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની ગોપનીયતા જળવાય તેવા પ્રકારે આયોજન થાય તેવી રજૂઆત કરાઈ હતી.

 

 

આમ, રાજ્યમાં ચાલી રહેલી હેડક્લાર્કની પરીક્ષામાં જે ગેરરીતિ થવા પામી છે તેને સુધારીને ભવિષ્યમાં આ ભૂલનું પુનરાવર્તન નહીં થાય અને આગામી સમયમાં લેવાનારી પરીક્ષામાં યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી માંગણી પણ આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા કરવામાં આવી હતી.

 

 

આ પણ વાંચો : Surat : મહાવેક્સિનેશન અભિયાનમાં સુરતમાં 95 હજાર લોકોને એક જ દિવસમાં વેક્સીન અપાઈ

 

આ પણ વાંચો : વરરાજાની બગીમાં લાગી આગ, કથિત વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ

Next Article