Surat: એક દિવસમાં બીજી હત્યા, રાંદેરમાં 10 મિનિટમાં આવવાનું કહીને ઘરેથી નીકળેલા યુવાનના મોતના સમાચાર આવ્યા

|

Feb 07, 2022 | 4:29 PM

સુરતમાં ૨૪ કલાકમાં 2 હત્યાની ઘટના બની છે, હજુ તો ગઈ કાલે જ ગુજરાત રાજ્યના ગૃહમંત્રીના કાકાની હત્યાની ઘટનાને 24 કલાક થયા નથી ત્યાં તો મોડી રાત્રે વધુ એક યુવકની ઘાતકી હત્યાની ઘટના રાંદેરમાં સામે આવી છે

Surat: એક દિવસમાં બીજી હત્યા, રાંદેરમાં 10 મિનિટમાં આવવાનું કહીને ઘરેથી નીકળેલા યુવાનના મોતના સમાચાર આવ્યા
સુરતના રાંદેરમાં જૂની અદાવતમાં રવિ નામના યુવાનની હત્યા (File photo)

Follow us on

સુરત (Surat) માં સતત ગુનાખોરીની ઘટનાઓ સામે આવી રહી છે. હજુ ગઈકાલના સમયે સુરતના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના ગૃહમંત્રીના કુટુંબી કાકાની હત્યાના બનાવની ઘટનાને 24 કલાક થયા નથી ત્યાં તો રાંદેર વિસ્તારના વધુ એક ઘટના સામે આવી છે. પાલનપુર પાટિયા નજીક સીકયુરીટી ગાર્ડ તરીકે કામ કરતા રવિ નામના યુવકની 6 મહિના પહેલા થયેલા ઝઘડાની અંગત અદાવતમાં તેના મિત્રોએ ચપ્પુના ઘા ઝીંકી મોડી રાત્રે હત્યા (murder ) કરી દેતા ચકચાર મચી ગઈ હતી.

યુવક ઘરેથી દસ મિનિટનું કહીને નિકળ્યા બાદ વીસ મિનિટ બાદ તેના મોતના સમાચાર મળતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયું હતું. પિતાના અવસાન બાદ સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા રવિ નામના યુવાની હત્યા થતા પરિવારમાં શોકમાં છે.

સુરત પોલીસ ગુનાખોરી ડામવાની મોટી મોટી વાર્તાઓ જે પ્રકારે કરી રહી છે તેની સામે સુરતમાં સતત ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો છે. સુરતમાં હત્યા, હત્યાનો પ્રયાસ, ચોરી, લૂંટ અને બળાત્કારની ઘટનાઓ સતત સામે આવી રહી છે ત્યારે સુરતમાં ૨૪ કલાકમાં 2 હત્યાની ઘટના બની છે. હજુ તો ગત રોજ ના દિવસે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંધવી (Home Minister Harsh Sanghvi) ના કાકાની હત્યાની ઘટનાને 24 કલાક થયા નથી ત્યાં તો મોડી રાત્રે વધુ એક યુવકની ઘાતકી હત્યાની ઘટના સામે આવી છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

સુરતના રાંદેર વિસ્તારમાં પાલનપુર પાટિયા નજીક રહેતો અને સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરી પરિવારને આર્થિક મદદ કરતા રવિ નામના યુવકે તેના પિતાની મૃત્યુ બાદ પરિવારની જવાબદારી ઉપાડી હતી પણ હત્યા થતા પરિવાર નોધારો થઈ ગયો છે. પોતાના કામ પરથી આવ્યા બાદ વિધવા માતા પાસેથી 50 રૂપિયા લઈને 10 મિનિટમાં આવું છું એવું કહીને ઘરેથી નીકળ્યો હતો. જોકે ત્રણ મહિના પહેલા અક્ષય નામના વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો ત્યારે અક્ષય લોખંડના સળીયા વડે રવિને ઢોર માર માર્યો હતો.

આ ઝઘડાની અદાવત રાખીને ગત રાત્રે અક્ષયે રવિ પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો જેને લઇને રવિનુ કરુણ મોત નીપજયું હતું. આમ દસ મિનિટનું કહીને ઘરેથી નીકળેલા રવિના 30 મિનિટ બાદ મોતના સમાચાર તેના ઘરે આવતાની સાથે જ પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. મોટો દીકરો અને પરિવારની જવાબદારી નિભાવતા રવિની હત્યા થવાના પગલે પરિવાર ઘેરા શોકમાં ડૂબી ગયું હતું.

જોકે આ હત્યાની જાણકારી મળતાં જ સુરત રાંદેર પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને રવિની હત્યા કરનાર અક્ષયની અટકાયત કરી લીધી હતી અને આ મામલે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ રાજ્યમાં એક મહિના બાદ આજથી ધોરણ-1થી 9ના વિદ્યાર્થીઓનું ઓફલાઇન શિક્ષણ શરુ, કોરોના ગાઈડલાઈન સાથે ખુલશે શાળાઓ

આ પણ વાંચોઃ Surat: પુણા ગામ વિસ્તારમાં દુકાનમાં ઘૂસી શટર બંધ કરીને બંદૂકની અણીએ લૂંટ ચલાવી

Published On - 4:28 pm, Mon, 7 February 22

Next Article