સ્મીમેર શેલ્ટર હોમ(Shelter Home )ખાતે નિવાસ કરતાં મૂળ ઝારખંડના(Jharkhand ) 55 વર્ષીય અને છેલ્લાં ત્રણ વર્ષથી ઘરેથી ગૂમ વસંતકુમાર કોનાયનો સંપર્ક સોશિયલ મીડિયામાં(Social Media ) થયેલ પ્રચાર થકી તેમના પરિવારજનો સાથે થયો છે . સ્મીમેર શેલ્ટર હોમ ખાતે કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓનો સોશિયલ મીડિયામાં પ્રચાર – પ્રસાર અર્થે મૂકવામાં આવેલ વીડિયો , ફોટાઓ થકી ઝારખંડના એક સેનાના જવાનના ધ્યાને આ લાભાર્થી આવ્યો હતો અને લાભાર્થી તેમના વતનનો હોવાથી સેનાના જવાને તિક્ષ્ણ પથ્થર વાગ્યો હોવાથી પગે ઇન્ફેક્શન પણ થયું હતું . શેલ્ટર હોમમાં જ મેડિકલ ટ્રીટમેન્ટ , ભોજન વ્યવસ્થા કોવિડ દરમિયાન સારસંભાળમાં રાખવામાં આવી હતી .
7 ડીસેમ્બર , 2021 ના રોજ લાભાનિ શેલ્ટર હોમમાં લાવવામાં આવ્યા હતા . દરમિયાન શેલ્ટર હોમમાં થતી પ્રવૃત્તિના સોશિયલ મીડિયા પર મૂકવામાં આવતા વીડિયો – ફોટામાં લાભાર્થી વસંત કોનાયને તેમના વતનના જ સેનાના જવાને ઓળખી કાઢ્યો હતો . આ લાભાર્થીના પરિવારજનોએ ત્રણ વર્ષ પૂર્વે લાભાર્થીના ગૂમ થવા બાબતે પોલીસ ફરિયાદ પણ મહેશપુરી પોલીસ સ્ટેશન , ઝારખંડ ખાતે નોંધાવી હતી . જે બાબત ધ્યાનમાં હોવાથી સેનાના જવાને સ્થાનિક પોલીસ મથકને જાણ કરી હતી . સ્થાનિક પોલીસને જાણ કરી હતી . પોલીસ સ્ટેશન દ્વારા લાભાર્થીના પરિવારજનોનો સંપર્ક કરી સુરત મનપા ખાતે શેલ્ટર હેલ્પલાઇનનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને લાભાર્થીની પૃષ્ટિ કરી લાભાર્થી તથા પરિવારજનો સાથે વીડિયો કોલ પર સંપર્ક કરાવવામાં આવ્યો હતો .
લાભાર્થી ઝારખંડથી સુરત ખાતે મિસ્ત્રી કામ માટે આવ્યો હતો , પરંતુ કામ ન મળતાં ત્રણ વર્ષથી વરાછા બ્રિજ નીચે વસવાટ કરતાં હતાં . મનપાની ટીમે તેમનું રેસ્ક્યુ કરી સ્મીમેર શેલ્ટર હોમ ખાતે ટ્રાન્સફર કર્યા હતા . રેસ્ક્યુ સમયે લાભાર્થીના પગે મનપા સંચાલિત શેલ્ટર હોમ ખાતે કાર્યરત એજન્સી દ્વારા સોશિયલ મીડિયા પર મૂકવામાં આવેલ વીડિયો ફોટાને આધારે ત્રણ વર્ષથી ગૂમ વસંત કોનાયનો સંપર્ક તેમના પરિવાજનો કરી શક્યા . સોમવારે વસંત કોનાઇના પરિવારજનો તેમને લેવા માટે સુરત આવ્યા હતા . મનપા કમિશનર બંછાનિધિ પાનીએ જાતે લાભાર્થી અને તેમના પરિવારજનોનો મેળાપ કરાવ્યો હતો .
આ પણ વાંચો :