Surat: પેટ્રોલ ડિઝલના આસમાની ભાવો વચ્ચે કામરેજ પેટ્રોલ પંપ પર ફોર વ્હીલ ચાલકે આ રીતે ચાલાકી વાપરી ટાંકી ફૂલ કરાવી થયો ફરાર

|

Jun 30, 2022 | 8:45 PM

ચોરી, લૂંટ કે ચિટિંગ જેવા કિસ્સાઓ ફક્ત ઘર, બંગલા, દુકાનોમાં જ નથી થતા, પેટ્રોલ પંપ પર પણ લોકો ચાલાકી વાપરીને કેવી લૂંટ ચલાવે છે તેનો એક નવાઈનો કિસ્સો સુરતના કામરેજમાંથી સામે આવ્યો છે.

Surat: પેટ્રોલ ડિઝલના આસમાની ભાવો વચ્ચે કામરેજ પેટ્રોલ પંપ પર ફોર વ્હીલ ચાલકે આ રીતે ચાલાકી વાપરી ટાંકી ફૂલ કરાવી થયો ફરાર
Surat CCTV

Follow us on

Surat: ચોરી, લૂંટ કે ચિટિંગ જેવા કિસ્સાઓ ફક્ત ઘર, બંગલા, દુકાનોમાં જ નથી થતા, પેટ્રોલ પંપ (Petrol pump) પર પણ લોકો ચાલાકી વાપરીને કેવી લૂંટ ચલાવે છે તેનો એક નવાઈનો કિસ્સો સુરતના કામરેજમાંથી સામે આવ્યો છે. જ્યાં પેટ્રોલ પુરાવવા આવેલા એક ફોર વ્હીલ ચાલકે શિફત પૂર્વક પેટ્રોલ ભરાવી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. જેના સીસીટીવી પણ સામે આવ્યા છે.

વધુમાં મળતી માહિતી પ્રમાણે સુરતના કામરેજ તાલુકામાં કામરેજ ચોકડી પાસે ભારત પેટ્રોલ પંપ આવેલું છે. જ્યાં આજે મળસ્કે એક ફોર વ્હીલ ચાલક પેટ્રોલ પુરાવવા માટે આવ્યો હતો. પેટ્રોલ પમ્પ પર કામ કરી રહેલા લલિત પરમાર નામના કર્મચારી પાસે સૌથી પહેલા તેણે પુરા 3370 રૂપિયાનું પેટ્રોલ પુરાવ્યું હતું. એટલે કે તેની સ્વીફ્ટ ગાડીમાં તેણે પેટ્રોલની ટાંકી ફૂલ કરાવી દીધી હતી. પેટ્રોલ પુરાવ્યાં બાદ કર્મચારીએ જ્યારે રૂપિયા માંગ્યા ત્યારે ફોર વ્હીલ ચાલકે જણાવ્યું હતું કે, તેની બીજી એક ગાડી આવી રહી છે. જેથી બંનેના રૂપિયા સાથે ચૂકવશે. અને આવું કહીને તેણે પોતાની ગાડી થોડી આગળ કરી હતી.

પેટ્રોલ પમ્પ કર્મચારીને વિશ્વાસમાં લઈને તે થોડી વાર ઉભો પણ રહે છે, અને કર્મચારી બીજી ગાડી આવવાની રાહ જોઈને ઉભો રહે છે એટલામાં તો ગણતરીની સેકન્ડમાં જ તે ફોર વ્હીલ ચાલક કર્મચારીની નજર સામે જ ગાડીમાં ફૂલ ગિયર પાડીને રફુચક્કર થઈ જાય છે. પેટ્રોલ પમ્પના કર્મચારીએ આ ગુનાની એક અરજી કામરેજ પોલીસને પણ આપી છે. ગાડી નંબર GJ05 RJ 9086 જે સુરતની ગાડી હોવાનું જાણીને પોલીસ દ્વારા પણ આ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

આમ ચોરી લૂંટના બનાવોની વચ્ચે આ કિસ્સો છે, જેમાં પેટ્રોલ પમ્પ પરથી ચાલાકી પૂર્વક પેટ્રોલ ભરાવીને ચોરી કરવામાં આવી છે. જોકે પેટ્રોલ ડીઝલના આસમાની ભાવો વચ્ચે આ ચાલાકી પણ મોંઘી કહી શકાય તેમ છે. હાલ તો પોલીસે કર્મચારીની ફરિયાદ અને ગાડી નંબરના આધારે ફોર વ્હીલ ચાલકની શોધખોળ હાથ ધરી છે.

Next Article