Surat: આપના કોર્પોરેટરો દ્વારા મસ્કતિ હોસ્પિટલમાં અવ્યવસ્થાનો આક્ષેપ, લેબોરેટરીમાં જ ઠેર-ઠેર પોપડા ખરી રહ્યા હોવાના દ્રશ્યો

|

Apr 30, 2022 | 4:29 PM

મસ્કતિ હોસ્પિટલની (Maskati Hospital) મુલાકાતે પહોંચેલા આમ આદમી પાર્ટીના (AAP)કોર્પોરેટર રચના હિરપરા અને મહેશ અણધણ દ્વારા આજે મુલાકાત દરમિયાન હોસ્પિટલની લેબોરેટરી જ ખખડધજ હાલતમાં હોવાનું જણાવ્યું હતું.

Surat: આપના કોર્પોરેટરો દ્વારા મસ્કતિ હોસ્પિટલમાં અવ્યવસ્થાનો આક્ષેપ, લેબોરેટરીમાં જ ઠેર-ઠેર પોપડા ખરી રહ્યા હોવાના દ્રશ્યો
Allegations of disorder in Maskati Hospital by Aam Aadmi Party corporators

Follow us on

સુરતના (Surat) આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party) કોર્પોરેટર્સે શહેરના કોટ વિસ્તારમાં આવેલી અને સુરત મહાનગર પાલિકા સંચાલિત મસ્કતિ હોસ્પિટલની (Maskati Hospital)  મુલાકાત લીધી હતી. આ મુલાકાત બાદ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર્સ દ્વારા હોસ્પિટલમાં ભારે અવ્યવસ્થાની ફરિયાદો કરવામાં આવી છે. દેશભરમાં સ્માર્ટ સિટી તરીકે પ્રસ્થાપિત સુરત શહેરની જ હોસ્પિટલમાં મેઈન્ટેનન્સ પાછળ કરોડો રૂપિયાના ખર્ચ કરવા છતાં ઠેર-ઠેર પોપડા ખરી રહ્યા હોવાનો આક્ષેપ આપના કોર્પોરેટર્સ દ્વારા કરવામાં આવ્યો હતો.

હોસ્પિટલની લેબોરેટરી ખખડધજ હાલતમાં જોવા મળી

સુરત મહાનગર પાલિકા સંચાલિત અને કોટ વિસ્તારના નાગરિકો માટે આશીર્વાદ રૂપ મસ્કતિ હોસ્પિટલ વધુ એક વખત ચર્ચાનું કેન્દ્ર બની છે. હોસ્પિટલની મુલાકાતે પહોંચેલા આમ આદમી પાર્ટીના કોર્પોરેટર રચના હિરપરા અને મહેશ અણધણ દ્વારા આજે મુલાકાત લીધી હતી. મુલાકાત દરમ્યાન તેઓએ હોસ્પિટલની હાલત જોઈને સવાલો ઉઠાવ્યા હતા. હોસ્પિટલની મુલાકાતે પહોંચેલા આમ આદમી પાર્ટીના કોર્પોરેટર રચના હિરપરા અને મહેશ અણધણ દ્વારા હોસ્પિટલની લેબોરેટરી જ ખખડધજ હાલતમાં હોવાનું જણાવ્યું હતું. તેઓએ આક્ષેપ કર્યો હતો કે હોસ્પિટલના મેઈન્ટેનન્સ પાછળ વપરાતા લાખ્ખો રૂપિયા ખર્ચવામાં આવે છે, છતાં આ લેબોરેટરીમાં ઠેર – ઠેર પોપડા ખરી રહ્યા છે. તેની સાથે સાથે દિવાલોમાં પણ પ્લાસ્ટર પર કલર કામ સુધ્ધા ન કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

નાગરિકોના સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી દાખવવાનો આક્ષેપ

જો હોસ્પિટલનું ઈન્ફ્રાસ્ટ્રકચર જ આવી હાલત હોય તો ત્યાં દાખલ નાગરિકોના સ્વાસ્થ્ય પ્રત્યે તંત્ર કેટલું ગંભીર હોઇ શકે તેમ પણ તેઓએ જણાવ્યું હતું. જોકે, આ અંગે હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું કે, હાલ હોસ્પિટલમાં રિનોવેશનની કામગીરી ચાલી રહી છે. જેના કારણે કેટલાક સ્થળે સમસ્યા જોવા મળી રહી છે.

મિનિટોમાં કિંમત ડબલ, 78 થી 155 રૂપિયા સુધી પહોંચી ગયો આ શેર, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-05-2024
ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા, જાણો કારણ
Health: સમોસા ખાવાના 7 નુકસાન
અવાર-નવાર થઈ જતી કબજિયાતની સમસ્યાથી મળશે છુટકારો, કરી લો બસ આટલું
તારક મહેતાના ટપ્પુએ ચાહકોની આપ્યા ગુડન્યુઝ, જાણો શું છે

નવી 50 બેડની હોસ્પિટલ્સ શરૂ કરવાનું આયોજન

એક તરફ મહાનગરપાલિકા તમામ ઝોનમાં ગુજરાત સ્થાપના દિવસથી નવી 50 બેડની હોસ્પિટલ્સ શરૂ કરવાનું આયોજન રાખે છે, તો બીજી તરફ જે હયાત હોસ્પિટલો છે તેની જ આવી હાલત હોય તો નવી હોસ્પિટલોની જાળવણી કેવી રીતે કરાશે તે પણ એક સવાલ છે.

આ પણ વાંચો-Surat: કામરેજ નજીકના ગામમાં 140 કિલો લીંબુની ચોરી, લીંબુની કિંમત આશરે 35 હજાર રુપિયા

આ પણ વાંચો-Ahmedabad: નરોડા GIDC ફાયર સ્ટેશન પાસે આલ્ફા મેટલ ઇન્ડસ્ટ્રીમાં આગ, એક વ્યક્તિનું દાઝી જવાથી મોત

Next Article