સુરત શહેરના સરથાણા વિસ્તારમાં આવેલા ડાયમંડ નગર માં બીઆરટીએસ રૂટ પર રોડ ક્રોસ કરતી વખતે એક રાહદારીને અકસ્માત થતા લોકોના ટોળા (mob) એ સિટી બસ (City Bus) ને સળગાવી દેતાં પોલીસ (Police) દોડતી થઇ ગઇ હતી. શુક્રવારે મોડી રાત્રે આ ઘટના બની હતી. જેમાં એક રાહદારી બીઆરટીએસ રૂટ પર રોડ ક્રોસ કરી રહ્યો હતો તે દરમિયાન એક બસની અડફેટે આવતા આ રાહદારી ઈજાગ્રસ્ત થયો હતો. અને બેભાન થઈ ગયો હતો.
જેને 108ની મદદથી નજીકની હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જોકે અકસ્માતથી ઉશ્કેરાયેલા લોકટોળાએ અકસ્માત સર્જનાર સિટી બસને સળગાવી (Fire) દીધી હતી. આગનો કોલ મળતા જ ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
જો કે ફાયર વિભાગ (Fire Department) કાબૂમાં કરે તે પહેલા સંપૂર્ણ બસ બળીને ખાખ થઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં બસના ડ્રાઇવર અને કંડકટર સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.
ફાયર વિભાગે પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં કરી હતી. ઘટનાની જાણ બાદ પોલીસ પણ દોડતી થઇ ગઇ હતી. સરથાણા પોલીસ ના સ્ટાફના જણાવ્યા પ્રમાણે બસ ને આગ ચાંપવાનું કામ પ્રિ પ્લાન રીતે કરાયું હોય તેવું જાણવા મળ્યું છે. કારણ કે બસને આગ લગાવનાર શખ્સો પેટ્રોલની બોટલ સાથે લઈને આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
જોકે પોલીસે આ ઘટનામાં છ વ્યક્તિઓની ઓળખ કરી છે. જેમાંથી ત્રણ વ્યક્તિઓની અટકાયત પણ કરવામાં આવી છે. પોલીસે સીસીટીવી કેમેરાના આધારે વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચોઃ Ahmedabad: જાહેર માર્ગ પર કાર શીખનારા સાવધાન, કાર શીખી રહેલી આ મહિલાએ અનેકને લીધા હડફેટે, જુઓ VIDEO
Published On - 6:20 pm, Sat, 15 January 22