Surat: વિધાનસભાની ચૂંટણીમાં જીત બાદ ગુજરાત ભાજપ દ્વારા મહાસંમેલન યોજાયુ, વર્ચ્યુઅલી જોડાયા ગૃહમંત્રી અમિત શાહ

|

Dec 25, 2022 | 9:42 PM

Surat: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય જીત બાદ ભાજપ દ્વારા સુરતમાં મહાસંમેલન યોજાયુ. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વર્ચ્યુઅલી જોડાયા હતા. અમિત શાહે કાર્યકરોને ભવ્ય જીતના અભિનંદન પાઠવ્યા અને જણાવ્યુ છે ભવિષ્યમાં જીતનો આ વિક્રમ ભાજપ માટે પણ તોડવો અઘરો છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય જીત બાદ ગુજરાત ભાજપ દ્વારા સુરત ખાતે મહાસંમેલનનું આયોજન કરાયું હતુ. અઠવાગેટ વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય અભિવાદન સમારોહનું આયોજન કરાયું હતુ. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વર્ચ્યુઅલી જોડાયા હતા. અમિત શાહે તેમના વર્ચ્યુઅલ સંબોધનમાં જણાવ્યુ હતુ કે પીએમ મોદી પર સમગ્ર દેશની અને ગુજરાતની જનતાને વિશ્વાસ છે. આ વિધાનસભા ચૂંટણીમાં ભાજપના કાર્યકર્તાઓએ ગુજરાતમાં એક અભૂતપૂર્વ વિક્રમ સર્જ્યો છે. આ વિક્રમને કદાચ હવે ભાજપે તોડવો પણ બહુ અઘરો છે. એ તોડવા માટે ખૂબ મોટો પુરુષાર્થ કરવો પડશે.

ચૂંટણી પહેલા શંકા-કુશંકાનું વાતાવરણ સર્જવામાં આવ્યુ-અમિત શાહ

અમિત શાહે જણાવ્યુ કે જ્યારે ચૂંટણીની શરૂઆત થઈ ત્યારે સ્વાભાવિક રૂપે જે પ્રકારે વાતાવરણ સર્જવામાં આવ્યુ હતુ, જેમાં અનેક કાર્યકર્તાઓ શંકા-કુશંકામાં હતા. જનતામાં પણ દુવિધા હતી. પરંતુ જેવી પીએમ મોદીની ગુજરાતમાં રેલીઓ શરૂ થઈ અને એકતરફી ભાજપની લહેર જોવા મળી અને જનતામાં એક પ્રચંડ વાવાઝોડુ ભાજપની તરફેણમાં જોવા મળ્યુ. એ વાવાઝોડાને મતમાં પરિવર્તિત કરવાનું કામ સી.આર. પાટીલના નેતૃત્વમાં ભાજપના નાનામાં નાના કાર્યકરે કર્યુ.

અમિત શાહે સી.આર.પાટીલને અભિનંદન પાઠવ્યા

અમિત શાહે કહ્યું સી.આર પાટીલ જ્યારે બુથ સમિતિનો અને પેજ પ્રમુખનો આગ્રહ રાખતા હતા એમના સંમેલનો એમનુ સંગઠન બનાવવુ, એમને એક્ટિવ કરવા, એમની ટ્રેનિંગ કરવી એ વખતે ઘણા લોકોને એવુ લાગતુ હતુ કે આ પેજ પ્રમુખથી નીચે કોંક્રીટ કામ ન થઈ શકે. પરંતુ સી.આર.પાટીલે આ શક્ય કરી બતાવ્યુ. જેના માટે સી.આર. પાટીલને અમિત શાહે અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું પેજ પ્રમુખની કલ્પનાને ગુજરાતમાં સી.આર.પાટીલે ચરીતાર્થ કરીને બતાવી છે અને તેને જમીન પર ઉતારવાનું કામ ભાજપે કર્યુ છે. ગુજરાતમાં 1990થી 2022 સુધી અને હવેના 5 વર્ષ ગણી લઈએ તો 2027 સુધી ગુજરાતની જનતાએ એકધારો ભાજપ પર વિશ્વાસ મુક્યો છે.

Next Video