Surat : ત્રણ દિવસના વિરામ બાદ આજથી ફરી 15 થી 18 વર્ષના વિદ્યાર્થીઓ માટે રસીકરણ શરૂ

|

Jan 10, 2022 | 1:34 PM

તો બીજી તરફ શાળાએ ન જતા હોય તેવી વયજૂથના આવા બાળકો 15 હજારની આસપાસ છે. તેવા વિદ્યાર્થીઓને પણ આવરી લેવા કોર્પોરેશનની ટિમ કામ કરી રહી છે.

Surat : ત્રણ દિવસના વિરામ બાદ આજથી ફરી 15 થી 18 વર્ષના વિદ્યાર્થીઓ માટે રસીકરણ શરૂ
vaccination for students aged 15 to 18 resumed today(File Image )

Follow us on

સુરત શહેરમાં મહાનગરપાલિકાના (Surat Municipal Corporation )આરોગ્ય વિભાગ દ્વારા 15 થી 18 વર્ષના બાળકોને રસીકરણ (Vaccination )અભિયાન અંતર્ગત સાત દિવસમાં 1.12 લાખ બાળકોને કો વેક્સિનનો પ્રથમ ડોઝની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. શહેરમાં બે દિવસના વિરામ બાદ આજે ફરી 60 જેટલી શાળાઓમાં કો વેક્સીન રસીકરણ કેન્દ્રો પરથી બાળકોને રસી મુકાવવામાં આવશે.

શહેરમાં 15 થી 18 વર્ષના બાળકોને મહાનગરપાલિકા દ્વારા રસીકરણ અભિયાન અંતર્ગત કોવેક્સિન રસી 3 જાન્યુઆરીથી મુકવામાં આવી રહી છે. ત્યારે 60 જેટલી શાળાઓ અને કોવેક્સિન રસીકરણ કેન્દ્રો પરથી બાળકોને રસી મુકાવમાં આવી રહી છે. ત્યારે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા 15 થી 18 વર્ષના બાળકોના રસીકરણ કાર્યક્રમ અંતર્ગત અત્યારસુધી કુલ 1,12,764 જેટલા બાળકોની રસીકરણની કામગીરી પૂર્ણ થઇ ચુકી છે.

જોકે છેલ્લા બે દિવસથી શહેરમાં રસીકરણ બંધ કરવામાં આવ્યું હતું. બે દિવસના વિરામ બાદ સોમવાર એટલે કે 10 જાન્યુઆરીથી ફરી 60 જેટલી શાળાઓમાં રસીકરણની કામગીરી ચાલુ રહેશે. આ ઉપરાંત કોવેક્સિન રસીકરણ કેન્દ્રો પરથી પણ 15 થી 18 વર્ષના બાળકોને રસીકરણ આપવામાં આવશે.

Himani Mor: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી

બે દિવસ રસીના સ્ટોકના અભાવે આ કામગીરી ખોરંભે ચડી હતી. નોંધનીય છે કે શાળાઓમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે હવે જરૂરી છે કે વિદ્યાર્થીઓ સુધી રસીકરણનો વ્યાપ મહત્તમ રીતે વધારવામાં આવે. તેને લઈને કોર્પોરેશનની ટિમો દ્વારા 60 જેટલી શાળાઓમાં આ રસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે.

તો બીજી તરફ શાળાએ ન જતા હોય તેવી વયજૂથના આવા બાળકો 15 હજારની આસપાસ છે. તેવા વિદ્યાર્થીઓને પણ આવરી લેવા કોર્પોરેશનની ટિમ કામ કરી રહી છે. આવા બાળકોને નજીકના આરોગ્ય કેન્દ્ર અને વેક્સિનેશન સેન્ટર પર બોલાવીને તેમને રસી મુકવામાં આવી રહી છે.

કો વેક્સિનનો રસીનો સ્ટોક ખૂટી પડતા છેલ્લા ત્રણ દિવસથી 15 થી 18 વર્ષના વિદ્યાર્થીઓ માટે રસીકરણની કામગીરી બંધ રહી હતી. હાલ પાલિકા પાસે કો વેક્સિનના 18 હજાર ડોઝ છે. પાલિકા પાસે શહેરમાં આ વયજૂથના રસી લેવા માટે એલિજેબલ 1.92 લાખ કિશોર છે, જેમાં અત્યારસુધી 1.12 લાખ કિશોરોને રસી મુકવામાં આવી છે.

જયારે સોમવારથી શહેરના 39 જેટલા સેન્ટરો પરથી પ્રિકોશન ડોઝની પણ શરૂઆત કરવામાં આવનાર છે. બીજો ડોઝ લીધાને 39 અઠવાડિયા પૂર્ણ થયા હોય તેવા 60 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને આ ડોઝ આપવામાં આવશે.

આ પણ વાંચો : Surat : VNSGUના B.Com.ના વિદ્યાર્થીએ ઉત્તરવહીમાં રૂ. 200-200ની નોટ મૂકીને લખ્યું મને વધારે આવડતું નથી

આ પણ વાંચો : સુરત : કેમિકલ ગેસ લિકેજ કેસમાં GIDCના PI અને કોન્સ્ટેબલ સસ્પેન્ડ, 14 પોલીસ કર્મીઓની બદલી

Next Article