Surat: જીમમાં ભેટો થયા બાદ બિઝનેશ શરુ કરવાની લાલચ આપી 25 લાખ પડાવી બ્લેકમેલ કરી બળાત્કાર આચર્યો

Surat: જીમમાં ભેટો થયેલા યુવકે યુવતીનો પરિચય કેળવી સોશિયલ મીડિયાના માધ્યમથી વાતો કરવા લાગ્યો હતો, આ દરમિયાન બિઝનેશ શરુ કરવાની લાલચની જાળમાં ફસાવી લોન લઈ 25 લાખ રુપિયા પડાવી લીધા.

Surat: જીમમાં ભેટો થયા બાદ બિઝનેશ શરુ કરવાની લાલચ આપી 25 લાખ પડાવી બ્લેકમેલ કરી બળાત્કાર આચર્યો
Dindoli police arrested the accused
| Edited By: | Updated on: Jun 04, 2023 | 7:51 PM

સુરત ના ડિંડોલી વિસ્તારમાં રહેતી એક યુવતીને જીમમાં કસરત દરમિયાન એક યુવક સાથે મુલાકાત થઈ હતી. 7-8 વર્ષ પહેલા 25 એક વર્ષની આસપાસની વયની મહિલા સાથે પરિચય કેળવાયો હતો. યુવક પોતાની માતાને લઈને જીમમાં આવતો હતો. માતા જીમ કરતી હતી દરમિયાન યુવતી સાથે તેનો પરિચય કેળવાયો હતો અને વાત સોશિયલ મીડિયા દ્વારા ચેટિંગ સુધી પહોંચી હતી. આ દરમિયાન યુવકે તેને બિઝનેશ શરુ કરવાની વાતો કરી હતી. આમ બંનેએ ધંધો શરુ કરવાની લાલચની જાળમાં ફસાવી દઈને પૈસા પડાવી લીધા હતા. આગળ જતા પરિણીત યુવતી સાથે શારીરિક સંબંધ બળજબરી પૂર્વક બાંધ્યા હતા.

આરોપી યુવકે પરિણીત યુવતીને પોતાની જાળમાં ફસાવીને કાર અને સોનાના દાગીના પર લોન લેવડાવી હતી. જે લોનની રકમથી બિઝનેશ શરુ કરવાની વાતો કરી હતી. આરોપી યુવકે પૈસા પડાવી લીધા બાદ લોનના હપ્તા ભરવાનુ બંધ કરી દીધુ હતુ અને જેને લઈ યુવતીએ ઉઘરાણી શરુ કરતા જ યુવકે તેને પોતાના ઘરે આ અંગે બોલાવી હતી. જ્યાં તેણે પરિણીતા પર બળજબરી આચરી હતી.

પરિણીતાની દિકરી પર બગાડી દાનત

પરિણીતાએ પોતાના નામે બે કાર ઉપર લોન લઈને તેમજ ઘરેણાં ઉપર લોન લીધી હતી. જેના બેંકના હપ્તા ભરવાનું આરોપી યુવક ઈશ્વર પટેલે બંધ કરી દીધેલ જેથી પરિણીતાએ ફોન કરીને તેને બેન્કના કાર લોનના હપ્તા ભરવાનું જણાવ્યુ હતુ. આરોપી ઈશ્વરે યુવતીને પોતાના ઘરે બોલાવી ફ્લેટનો દરવાજો બંધ કરી દીધો હતો. બાદમાં પરિણીતાની મરજી વિરુદ્ધ બળજબરી કરી શારીરિક સંબંધ બાંધ્યો હતો. જે અંગે ડિંડોલી પોલીસે સ્ટેશને ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને ઝડપી થઈને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પીડિતાન યુવતીને બ્લેકમેલ કરી અવારનવાર તેના ઘરે જઈ તેના પતિની ગેરહાજરીમાં બળજબરી કરી શારીરિક સંબંધ બાંધતો રહ્યો હતો. સાથે જ તેને રૂપિયા નહીં આપે તો તેના પતિને જાણ કરી બદનામ કરી દેવાની ધમકી આપી હતી. ત્યારબાદ એક દિવસ આરોપી ઈશ્વર પટેલ પીડિતાના પતિની ગેરહાજરીમાં તેના ઘરે ગયેલ અને પીડિતાની દીકરીને જોઈ જતા તેની ઉપર પણ દાનત ખરાબ કરી હતી. આખરે કંટાળી જઈ પીડિતાએ તેના પતિને જાણ કરતા ડીંડોલી પોલીસને ફરીયાદ કરી હતી.

ઝડપાયેલ આરોપી

(1) ઈશ્વર ગોપાલ પટેલ ઉર્ફે વિક્રમ રાણા ઉવ.32, ધંધો- હિરા ઘસવાનો રહે-E/204 સ્વસ્તિક લેક એપાર્ટમેન્ટ, SMC ગાર્ડન પાસે ડીંડોલી સુરત.

આ પણ વાંચોઃ Gujarat Video: પાવાગઢમાં વરસતા વરસાદ વચ્ચે ભક્તોનુ ઘોડાપુર, 1 લાખ કરતા વધારે દર્શનાર્થીઓ પહોંચ્યા

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:49 pm, Sun, 4 June 23