Surat : સગીરા પર બળાત્કાર કેસમાં આરોપીને 20 વર્ષની અને સહઆરોપીને 5 વર્ષની સજા

|

Jan 06, 2022 | 9:59 AM

ફરીયાદી તથા આરોપીઓ એકબીજાના ઓળખતા ફરિયાદીએ પોતાનો આર્થિક હેતુ પાર પાડવા પોક્સો કેસમાં ભોગ બનનારને સરકાર તરફથી વળતર મેળવવા હાલની ખોટી ફરિયાદ નોંધાવી હોવાનો બચાવ લીધો હતો.

Surat : સગીરા પર બળાત્કાર કેસમાં આરોપીને 20 વર્ષની અને સહઆરોપીને 5 વર્ષની સજા
Accused sentenced to 20 years and co-accused sentenced to 5 years in Kapodra rape case(Symbolic Image )

Follow us on

એક વર્ષ પહેલાં સુરતમાં 12 વર્ષીય બાળાને લગ્ની લાલચે વેસુ ભગાડી દુષ્કર્મ (Rape )કરનાર મુખ્ય આરોપી તેમજ સહઆરોપીને પોક્સો કેસોની ખાસ અદાલતે દોષી ઠેરવ્યા હતા . મુખ્ય આરોપીને પોક્સો એક્ટના ભંગ બદલ 20 વર્ષની સખ્ત કેદ, 25 હજાર દંડ તથા દંડ ન ભરે તો વધુ એક વર્ષની કેદની સજા જ્યારે સહ આરોપીને છેડતી બદલ 5 વર્ષની સખ્ત કેદ , રૂ.5 હજાર દંડ , ન ભરે તો વધુ ત્રણ માસની કેદની સજા ફટકારી છે.

બાળકીને વીકટીમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ 3 લાખનું વળતર આપવા નિર્દેશ આપ્યો છે. 12 વર્ષની બાળકીને મૂળ ઓરિસ્સાના ગંજામ જિલ્લાનો વતની 21 વર્ષીય મુખ્ય આરોપી મનોજ રામભાઈ શાહુ તારીખ 11 માર્ચ, 2020 ના રોજ લગ્ન કરવાની લાલચ આપીને ભગાડી ગયો હતો. તેણે  વિવિધ જગ્યા પર બળાત્કાર ગુજાર્યો. જ્યારે મૂળ મહેસાણા જિલ્લાના વીસનગર તાલુકાના વિજાપુરના વતની 24 વર્ષીય સહ આરોપી સચીન કુમુદ પારેખે  મુખ્ય આરોપી મનોજ શાહુની ગેરહાજરીમાં બાળાને ઇચ્છા વિરુધ્ધ અણછાજતો સ્પર્શ કરીને જાતીય હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.

બાળકીની માતા – પિતાની ફરિયાદના આધારે પોલીસે બંને આરોપીની અપહરણ , દુષ્કર્મ તથા પોક્સો એક્ટના ભંગ બદલ ધરપકડ કરી હતી . ખાસ અદાલતમાં સ્પીડી ટ્રાયલમાં બચાવપક્ષે મુખ્યત્વે ફરિયાદીએ બે દિવસ બાદ કરેલી હોઈ મોડી ફરિયાદ બાબતે શંકા ઉઠાવી હતી.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ફરીયાદી તથા આરોપીઓ એકબીજાના ઓળખતા ફરિયાદીએ પોતાનો આર્થિક હેતુ પાર પાડવા પોક્સો કેસમાં ભોગ બનનારને સરકાર તરફથી વળતર મેળવવા હાલની ખોટી ફરિયાદ નોંધાવી હોવાનો બચાવ લીધો હતો. જેના વિરોધમાં એપીપી વિશાલ ફળદુએ કુલ 58 જેટલા પંચસાક્ષીઓ તથા 20 જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા.

પીડિતાની ઉંમર 12 વર્ષની હોવા છતાં આરોપી મનોજ શાહુએ એકથી વધુ વાર શરીરસંબધ બાંધ્યાનું પુરવાર થયું હતું. જેથી કોર્ટે કાયદામાં જણાવેલી ઓછામાં ઓછી 20 વર્ષની સજા કરતાં ઓછી સજા કરવાનું કોઈ કારણ અદાલત પાસે ઉપલબ્ધ ન હોવાનું જણાવ્યું હતુ. અને બંને આરોપીઓને ઉપરોક્ત અલગ અલગ ગુનામાં દોષી ઠેરવી કેદ તથા દંડની સજા ફટકારી ભોગ બનનારને વળતર ચુકવવા હુકમ કર્યો હતો.

આ પણ વાંચો : Surat : સુરતમાં જવેલરી ઉત્પાદકોનો નવતર પ્રોજેક્ટ, કર્મચારીઓની અછત ઉકેલવા મફત ટ્રેનિંગ આપવાનું શરૂ

આ પણ વાંચો : Surat: 6 મોતના જવાબદાર કોણ? ખુલ્લેઆમ ખાડીમાં ઠલવાતું હતું ઝેરી કેમિકલ, સચિન GIDCની ઘટનામાં ચોંકાવનારી વિગતો

Next Article