SURAT: 7 વર્ષની બાળાનું અપહરણ, દુષ્કર્મ અને હત્યા કેસનો આરોપી ઝડપાયો, આરોપી વિરૂદ્ધ અગાઉ કુલ 14 ગુના નોંધાયેલા

SURAT: શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા મળેલ બાતમીના આધારે 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ તેની હત્યા કરનાર નરાધમ ઈસમ મુકેશ પંચાલની ધરપકડ કરી છે.

SURAT: 7 વર્ષની બાળાનું અપહરણ, દુષ્કર્મ અને હત્યા કેસનો આરોપી ઝડપાયો, આરોપી વિરૂદ્ધ અગાઉ કુલ 14 ગુના નોંધાયેલા
સુરતમાં અપહરણ, દુષ્કર્મ અને હત્યા કેસનો આરોપી ઝડપાયો
| Edited By: | Updated on: Dec 09, 2022 | 1:17 PM

સુરતના ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજાર્યા બાદ તેની હત્યા કરનાર નરાધમને ગુનો નોંધાયાના ગણતરીના કલાકોમાં સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. મહત્વની વાત છે કે, આરોપી સામે અગાઉ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કુલ 14 જેટલા ગુનાઓ નોંધાયેલા છે.

સુરતમાં 7 ડિસેમ્બરના રોજ ચોક બજાર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક 7 વર્ષની નાની બાળકીનો અપહરણ થયું હોવા બાબતે ગુનો દાખલ થયો હતો. જ્યારે આ ઘટનાની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી હતી ત્યારે તપાસ દરમિયાન વેડ રોડ વિસ્તારમાં આવેલ એક સોસાયટીના મકાનમાંથી બાળકીની લાશ મળી આવી હતી. આ મામલે તાત્કાલિક પોલીસ સમગ્ર મામલે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, 7 વર્ષની બાળકી સાથે પહેલા દુષ્કર્મ કરીને તેની હત્યા કરવામાં આવી છે. તેથી પોલીસ દ્વારા સમગ્ર મામલે ગુનો દાખલ કરી બાળકી સાથે દુષ્કર્મમાં કરી તેની હત્યા કરનાર નરાધમને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. ત્યારે ચોક બજાર પોલીસની તપાસમાં સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ પણ જોતરાઈ હતી.

આરોપીનું નામ- મુકેશ પંચાલ

સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા મળેલ બાતમીના આધારે 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ તેની હત્યા કરનાર નરાધમ ઈસમ મુકેશ પંચાલની ધરપકડ કરી છે. મુકેશ પંચાલ નામનો ઈસમ વેડ રોડ પર આવેલી સોસાયટીમાં બાળકીના ઘરની બાજુના મકાનમાં રહે છે. આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે વેડ રોડ અટલજીનગર ઇન્ડસ્ટ્રીઝમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપીની પૂછપરછ કરતાં મુકેશ પંચાલ નામના ઇસમે કબુલાત કરી હતી કે તેને 7 ડિસેમ્બરના રોજ બપોરે 11:30 વાગ્યે બાજુમાં રહેતી 7 વર્ષની બાળકીનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ પૈસા આપવાના બહાને તે બાળકીને પોતાની સાથે ઘરમાં લઈ ગયો હતો. ત્યારબાદ બાળકી સાથે દુષ્કર્મ કરી બાળકીની હત્યા કરી નાખી હતી અને બાળકીનો મૃતદેહને પોતાના ઘરમાં રહેલા પેટી પલંગમાં સંતાડી દીધો હતો અને ઘરને તાળું મારીને તે ભાગી ગયો હતો.

સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આરોપી મુકેશ પંચાલની ધરપકડ કરી તેને ચોક બજાર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી મુકેશ પંચાલ સામે સુરતના કતારગામ, સલાબતપુરા, અઠવા, ઉમરા, મહીધરપુરા અને ચોક બજાર પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીના 14 જેટલા ગુનાઓ નોંધાયેલા છે.

Published On - 1:16 pm, Fri, 9 December 22