સુરતમાં(Surat)માલધારી સમાજના ધરણા પ્રદર્શનનો સુખદ અંત આવ્યો હતો.માલધારી સમાજના(Maldhari)આગેવાનોએ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ(CR Paatil)સાથે મીટીંગ કરી હતી જેમાં દિવાળી સુધી કોઈ તબેલા નહીં હટાવવામાં આવે તેવી બાંહેધરી આપતા સાંજ સુધીમાં આંદોલનનો(Protest)અંત આવ્યો છે. જેમાં સુરતમાં ગેરકાયદેસર તબેલા તેમજ રોડ પર રખડતા ઢોરને પકડવાને લઇ માલધારી સમાજ દ્વારા ડભોલી ખાતે ધરણા પ્રદર્શન કરી સરકાર સામે આંદોલન માંડ્યું હતું માલધારી સમાજના આગેવાનોએ ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની સાથે મીટીંગ કરી હતી અને આ મિટિંગમાં માલધારી સમાજ વિવિધ માંગો રજૂ કરવામાં આવી હતી જેમાંથી માલધારી સમાજની મુખ્ય માંગ તબેલા નહીં હટાવવાની હતી. જેમાં માલધારી સમાજે પહેલા પણ પાલિકાના તબેલા હટાવવા ના કામ અંગે અનેક આક્ષેપ કર્યા હતા.અને કહ્યું હતું કે માલધારી સમાજ ના જે કાયદેસર તબેલા હતા તે પણ તોડી પાડવામાં આવ્યા છે.
આની સાથે જ એટલા વર્ષોથી તબેલા ચલાવી રહ્યા છે તો પણ પાલિકા એ વગર નોટિસે તબેલા પર બુલડોઝર ફેરવી દીધું હતું..ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની ઓફિસ ખાતે માલધારી સમાજના આગેવાનો ની લગભગ એક કલાક સુધી મિટિંગ ચાલી હતી ત્યારબાદ સી આર પાટીલે બાંહેધરી આપી હતી કે દિવાળી સુધી તેમના તબેલાનું ડીમોલેશન કરવામાં આવશે નહીં અને જો કોઈ પણ અન્ય કાર્યવાહી કરવાની થશે તો નોટિસ આપવામાં આવશે.
આ સાથે જ માલધારી સમાજ દ્વારા પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી કે હાઇકોર્ટ ના જે કાયદા છે તે કાયદા મુજબ કામગીરી કરશું..હાલ તબેલની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે..અને માલધારી સમાજ ના તબેલા નું સ્થળાંતર કરવામાં આવશે. 3000 રૂપિયા પ્રતિ મીટરે અને 15 ઢોર ની જગ્યા ફાળવવા ની વાત કરવામાં આવી છે..સુરત ના ડભોલી ખાતે ચાલી રહેલા આંદોલન નો સુખદ અંત કરવામાં આવ્યો હતો અને જયરામગીરીજી બાપુએ આંદોલન સ્થળે પહોંચી પારણા કરાવી આંદોલન સમેટાયું હતું.