Surat : ઐતિહાસિક હોપ પુલનો એક સ્પાન જોવા મળશે પાલના લેક ગાર્ડનમાં, લોકો જોઈ રહ્યા છે આતુરતાથી રાહ

|

Mar 01, 2022 | 12:18 PM

સુરતના જિલ્લા કલેક્ટર અને મેજિસ્ટ્રેટ શ્રી હોપે ચોક અને રાંદેરને જોડવા માટે વર્ષ 1864માં તાપી નદી પર પુલ બનાવવાનું નક્કી કર્યું હતું. તે સમયે 8.13 લાખ રૂપિયાના ખર્ચે બનેલ આ પુલ 1 મે 1877ના રોજ સામાન્ય જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. તેમના નામ પરથી આ પુલનું નામ હોપ બ્રિજ રાખવામાં આવ્યું હતું.

Surat : ઐતિહાસિક હોપ પુલનો એક સ્પાન જોવા મળશે પાલના લેક ગાર્ડનમાં, લોકો જોઈ રહ્યા છે આતુરતાથી રાહ
A span of historic hope bridge will be seen in Pal Lake Garden, people are eagerly waiting

Follow us on

બ્રિટિશ શાસન દરમિયાન બનાવવામાં આવેલો તાપી નદી(River Tapi ) પરનો હોપ બ્રિજ(Hope Bridge ) સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને(SMC) તોડી નાખ્યો છે. તેના ઐતિહાસિક મહત્વને ધ્યાનમાં રાખીને પાલિકાએ પુલનો સ્પાન રિઝર્વ કર્યો હતો. તેને પાલ ખાતે લેક ​​ગાર્ડનમાં જાહેર પ્રદર્શન માટે રાખવામાં આવેલ છે. લોકો ગાર્ડન પૂર્ણ થવાની રાહ જોઈ રહ્યા છે.

નાગરિક સમાજ અને હેરિટેજ પ્રેમીઓના વિરોધ હોવા છતાં મ્યુનિસિપલ પ્રશાસને 2012માં 135 વર્ષ જૂના હોપ બ્રિજને તોડીને નહેરુબ્રિજને ફોર-લેન બનાવવાનો નિર્ણય લીધો હતો. મામલો કોર્ટમાં પણ પહોંચ્યો હતો, પરંતુ હોપ બ્રિજમાં હોપ જોનારા લોકો ત્યાંથી પણ નિરાશ થયા હતા. જોકે હોપ બ્રિજની સ્મૃતિને જીવંત રાખવા માટે મ્યુનિસિપલ પ્રશાસને તેનો એક સ્પાન સુરક્ષિત રાખવાની ખાતરી આપી હતી.

શહેરમાં ઘણી જગ્યાએથી પસાર થતો આ સંરક્ષિત સ્પાન હવે પાલ સ્થિત લેક ગાર્ડનમાં રાખવામાં આવ્યો છે. લોકોને ગાર્ડનમાં આમંત્રિત કરવા અને હોપ બ્રિજનું પ્રદર્શન કરવા માટે મનપા પ્રશાસને લેક ​​ગાર્ડનને ડેવલપ કરવાનો પ્લાન તૈયાર કર્યો હતો, ઘણા વર્ષો પછી પણ ગાર્ડનનો વિકાસ થઈ શક્યો નથી. જેના કારણે લોકો ઐતિહાસિક પુલ જોવા પણ આવતા નથી.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

ઘણા લોકોને એ પણ ખબર નથી કે ઐતિહાસિક હોપ બ્રિજનો એક ગાળો હજુ પણ સચવાયેલો છે અને તેને પાલના લેક ગાર્ડનમાં લગાવવામાં આવ્યો છે. લોકોનો આક્ષેપ છે કે, મહાનગરપાલિકા પ્રશાસને સમગ્ર શહેરમાં નવા બગીચાઓ બનાવ્યા છે. પરંતુ તળાવ ગાર્ડન માટે બનાવેલ પ્લાન પર હજુ સુધી કામ શરૂ થયું નથી.

હોપ બ્રિજનો ઈતિહાસ

સુરતના જિલ્લા કલેક્ટર અને મેજિસ્ટ્રેટ શ્રી હોપે ચોક અને રાંદેરને જોડવા માટે વર્ષ 1864માં તાપી નદી પર પુલ બનાવવાનું નક્કી કર્યું હતું. તે સમયે 8.13 લાખ રૂપિયાના ખર્ચે બનેલ આ પુલ 1 મે 1877ના રોજ સામાન્ય જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. તેમના નામ પરથી આ પુલનું નામ હોપ બ્રિજ રાખવામાં આવ્યું હતું. 135 વર્ષ બાદ પાલિકા પ્રશાસને જર્જરિત હોપ બ્રિજને તોડી પાડવાનો નિર્ણય લીધો હતો. તે સમયે બ્રિજનો એક સ્પાન જાહેર પ્રદર્શન માટે રાખવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો.હાલ આ સ્પાનને પાલ લેકમાં મુકવામાં આવ્યો છે.”

આ પણ વાંચો :

Surat : કોર્પોરેશનના બજેટમાં સુરતના મિલકતદારોને મળી રહી છે મોટી રાહત, જાણો શું છે ખાસ

Surat : કોર્પોરેશન માસ ટ્રાન્સપોર્ટેશન માટે અપનાવશે વન જર્ની વન ટિકિટની ફેસિલિટી, બારકોડ સ્કેનિંગથી લેવાશે ટિકિટ

 

Next Article