Surat : શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓને એક જોડી યુનિફોર્મથી આખું વર્ષ ચલાવવું પડશે? જાણો શું છે મામલો

|

Dec 30, 2021 | 11:42 AM

શિક્ષણ સમિતિના પૂર્વ વિપક્ષી સભ્ય દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે મહાનગરપાલિકા કરોડો રૂપિયા પાણીની જેમ વાપરી રહી છે. પરંતુ શક્ષકો ની મદદ માટે કોમ્પ્યુટર ઓપરેટરની હજી સુધી ભરતી કરવામાં નથી આવી.

Surat : શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓને એક જોડી યુનિફોર્મથી આખું વર્ષ ચલાવવું પડશે? જાણો શું છે મામલો
File Image

Follow us on

સુરત મહાનગરપાલિકા સંચાલિત શિક્ષણ સમિતિના એકમાત્ર વિપક્ષી સભ્ય આમ આદમી પાર્ટીના રાકેશ હિરપરા દ્વારા થોડા દિવસો પહેલા શાળાના વિદ્યાર્થીઓને યુનિફોર્મની એક જ જોડ આપવા બાબતે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. તેઓએ વિદ્યાર્થીઓના યુનિફોર્મ, બુટ મોજા અને અન્ય મુદ્દાઓને લઈને શિક્ષણ સમિતિના સંચાલકો સામે અવાજ ઉઠાવ્યો છે. 

પરંતુ હજી સુધી સત્તાપક્ષ દ્વારા તેમના મુદ્દાઓ પર ધ્યાન નથી આપવામાં આવી રહ્યું. હવે આ જ મુદ્દાઓને લઈને કોંગ્રેસના નેતા અને શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય સુરેશ સુહાગિયા દ્વારા પણ તેમને સમર્થન આપવામાં આવ્યું છે. તેઓએ બે આવેદનપત્ર આપીને આ મામલે જલ્દી નિર્ણય લેવા માટે માંગ કરી છે.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

તેઓએ ઉમેર્યું છે કે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવા માટે કોઈપણ પદ પર હોવું જરૂરી નથી. વિદ્યાર્થીઓ સાથે અન્યાય થઇ રહ્યો છે. અને એ માટે તેઓએ આગળ આવવાની ફરજ પડી છે. વિપક્ષી સભ્ય દ્વારા શિક્ષણ સમિતિના અધ્યક્ષને પત્ર લખીને કહેવામાં આવ્યું છે કે એક જ સ્કૂલ ડ્રેસ પહેરીને વિદ્યાર્થીઓ  આખું વર્ષ શાળાએ નથી જઈ શકતા. માતા પિતા પણ રોજ યુનોફોર્મની સફાઈ કરીને તેઓને આપી શકશે નહીં. જેના માટે વિદ્યાર્થીઓને ગંદા યુનિફોર્મ પહેરવાની ફરજ  પડશે. જેથી તેઓએ આવેદનપત્રમાં માંગ કરી છે કે વિદ્યાર્થીઓને બે જોડી યુનિફોર્મ આપવામાં આવે. 2 જોડી યુનિફોર્મ વિના વિદ્યાર્થીઓને સ્કૂલ મોકલવું મુશ્કેલ છે.

સ્કૂલમાં ખાલી જગ્યા હજી નથી ભરવામાં આવી રહી 
શિક્ષણ સમિતિના પૂર્વ વિપક્ષી સભ્ય દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે મહાનગરપાલિકા કરોડો રૂપિયા પાણીની જેમ વાપરી રહી છે. પરંતુ શક્ષકો ની મદદ માટે કોમ્પ્યુટર ઓપરેટરની હજી સુધી ભરતી કરવામાં નથી આવી. શિક્ષકો પાસે એટલું બધું કામનું ભારણ વધી ગયું છે કે તેઓ પાસે વિદ્યાર્થીઓને ભણાવવાનો સમય પણ નથી. શિક્ષકોને અન્ય કામો સોંપવામાં આવી રહ્યા છે. પરંતુ સ્કૂલોમાં સ્ટાફની ભરતી કરવામાં નથી આવી રહી.

મહાનગરપાલિકા દ્વારા નોન ટીચિંગ સ્ટાફની ભરતી બંધ કરી દેવા આવી છે. જો શિક્ષકો નોન ટીચિંગ કામ પણ કરશે. તો વિદ્યાર્થીઓને ભણાવવું મુશ્કેલ થઇ જશે. સ્કૂલોમાં ખાલી જગ્યા ભરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન પણ કરવામાં આવશે.

આ પણ વાંચો : Surat : હવે વિદ્યાર્થીઓનો વારો, ત્રીજી જાન્યુઆરીથી શાળાઓમાં રસીકરણ શરૂ કરાશે

આ પણ વાંચો : Surat : કોરોનાથી બચવા હવે હેલ્થ વર્કરોને પ્રિકોશનનો ત્રીજો ડોઝ પણ અપાશે, 10 જાન્યુઆરીથી પ્રારંભ

Next Article