Surat: સિક્યુરીટી ગાર્ડ જ કારખાનેદાર પાસેથી 6 લાખ રૂપિયા ભરેલી બેગ આંચકી ફરાર, કચ્છથી પકડાયો

|

Jun 25, 2022 | 5:13 PM

બીજી બાતમી મળી હતી કે આરોપી છેલ્લા દોઢેક મહિનાથી તે ભુજ-મુંદ્રા રોડ ઉપર સેડાતા ગામે જૈન સંસ્થાની એનિમલ હોસ્પિટલમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરી રહ્યો છે, સચિન GIDC પોલીસની એક ટીમ મોકલી તેને દબોચી લીધો હતો.

Surat: સિક્યુરીટી ગાર્ડ જ કારખાનેદાર પાસેથી 6 લાખ રૂપિયા ભરેલી બેગ આંચકી ફરાર, કચ્છથી પકડાયો
Police arrest security guard from Kutch

Follow us on

સુરત (Surat) ના સચિન GIDCમાં ગોવર્ધન સિલ્ક મિલના નામે કારખાનું ધરાવતા વેપારીને ત્યાં આઉટ સોર્સથી સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા ગાર્ડે જ કોયતાની અણીએ વેપારીને ધમકાવી રૂ. છ લાખ લૂંટી (Loot) લેવાની ચકચારી ઘટનામાં પોલીસે આ વોચમેનને કચ્છ (Kutch) માંથી ઝડપી પાડ્યો છે. જ્યારે આરોપીને પકડી પાડયા બાદ એક પછી એક હકીકત સામે આવવા લાગી હતી જેની અંદર એક ચોંકાવનારી વિગતો પણ બહાર આવી હતી કે લૂંટ કરવા પાછળનું કારણ એ હતું કે પોતે એક બીમારીથી પીડાઈ રહ્યો હતો અને તે બીમારી ની દવા માટે રૂપિયાની જરૂર હોવાના કારણે કરવાનો ઈરાદો હતો જેથી એ બાબતે પણ સચીન જીઆઇડીસી દ્વારા પોલીસે તપાસ શરૂ કરી છે.

સુરત શહેરના છેવાડે આવેલ સચિન GIDC પોલીસની હદમાં બનેલી ચકચારી લૂંટના CCTV જોઈ પોલીસ પણ ચોંકી ગઈ હતી, સચિન GIDCમાં ગોવર્ધન સિલ્ક મિલના નામે સેપિયર મશીનનું કારખાનું ચલાવતા 48 વર્ષીય પ્રવીણ બાબરિયા 31મી માર્ચે બપોરે કારીગરોને પગાર આપવા લાવેલા રૂપિયા છ લાખનો ઓફિસમાં હિસાબ કરી રહ્યા હતા ત્યારે જે ઈલેવન સિક્યોરિટી સર્વિસ તરફથી છ મહિનાથી ગાર્ડ તરીકે નોકરીએ આવતો હતો એ આરોપી સુમિત રામકુમાર શર્મા હાથમાં કોયતો લઇને ધસી આવ્યો હતો અને ગળા ઉપર કોયતો મૂકી તું પૈસે લેકર બાહર આજા, નહિ તો ઠોક દૂંગા, તેમ કહી કોયતાની અણીએ આ વેપારીને કારખાનાની બહાર પાર્કિંગમાં લઇ આવી રૂપિયા છ લાખ રૂપિયાની બેગ આંચકી ભાગી છૂટ્યો હતો.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

આ ચકચારી લૂંટના પગલે સુરત પોલીસનું તંત્ર દોડતું થઈ ગયું હતું,કારણ કે ધોળા દિવસે આ ઘટનાને અંજામ અપાયો હતો અને બાદમાં આ બાબતે ઉચ્ચ અધિકારીઓ દ્વારા સૂચન કર્યું કે આરોપીને ઝડપી લેવામાં આવે, ત્યારે સચિન GIDC પોલીસની મેહનત રંગ લાવી હતી. પ્રથમ બાતમી હરિયાણાની મળતા પોલીસ આરોપીના વતન હરિયાણા પહોંચી ગઈ હતી, જ્યાં આરોપીએ તેના ભાઇને આપી ગયેલા રૂ1.93 લાખ પણ કબજે લીધા હતા. બીજી બાતમી મળી હતી કે આરોપી છેલ્લા દોઢેક મહિનાથી તે ભુજ-મુંદ્રા રોડ ઉપર સેડાતા ગામે જૈન સંસ્થાની એનિમલ હોસ્પિટલમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરી રહ્યો છે, સચિન GIDC પોલીસની એક ટીમ મોકલી તેને દબોચી લીધો હતો અને તેની તપાસ કરી જેમાં જાણવા મળ્યું હતું કે આરોપી એ આ રૂપિયા બીમારી માટે ખર્ચ કરવા માટે લીધા હતા અને આ બાબતે પણ પોલીસે તપાસ શરૂ કરી છે કે કેટલી હકિતક છે.

Next Article