Surat : પોલીસ દ્વારા ટ્રાફિકનું ભારણ ઓછું કરવા કરવામાં આવ્યો નવતર પ્રયોગ

|

Jul 26, 2021 | 2:24 PM

સુરત ટ્રાફિક પોલીસ(Surat traffic Police) ટ્રાફિક બાબતે જાગૃતતા આવે તે માટે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.

Surat : પોલીસ દ્વારા ટ્રાફિકનું ભારણ ઓછું કરવા કરવામાં આવ્યો નવતર પ્રયોગ
Surat Police

Follow us on

સુરત શહેરમાં જે રીતે દિન પ્રતિ દિન ત્રાફિકની સમસ્યા વધી રહી છે ત્યારે સુરત ટ્રાફિક પોલીસ(Surat traffic Police) દ્વારા આઈ ફોલો કેમપેઇન શરૂ કરવામાં આવ્યું છે. જેથી શહેરમાં લોકોને ટ્રાફિક બાબતે જાગૃતતા આવે અને કેટલાક અંશે શહેરમાં ટ્રાફિકની સમસ્યામાં નિરાકરણ આવે.

સુરત શહેર જે એવું શહેર સવારથી  રાત્રીના મોડેક સુધી ભાગતું દોડતું હોય છે સાથે શહેરમાં જેમાં વિકાસ અને પ્રગતિ થઈ રહી છે તેવામાં સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યા પણ તેટલાં પ્રમાણમાં વધી રહી છે. જેથી સુરત શહેત ટ્રાફીક પોલીસ દ્વારા સતત ટ્રાફિકનું ભારણ ઓછું થાય તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યાં એક કેમપેઇન શરૂ કરવામાં આવ્યું ‘ આઈ ફોલો ‘( I-FOLLOW) જે 35દિવસ સુધી ટ્રાફિક પોલીસ દ્વારા ચલાવવામાં આવશે.

સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા જણાવ્યું  કે, અલગ-અલગ દિવસો પ્રમાણે ટ્રાફિક DCP પ્રશાંત સુંબ્બેની અધ્યક્ષતમાં શહેરના અલગ અલગ પોઈન્ટો પર કાર્યક્રમો કરવામાં આવશે. જેમાં કુલ પાંચ તબક્કામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને આઈ ફોલો કાર્યક્રમ શરૂ પણ કરી દેવામાં આવ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 16-05-2024
ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?

 1.પ્રથમ તબક્કો_Awareness 

તા.19 જુલાઈ થી 25 જુલાઈ સુધી ચાલશે. અત્યાર સુધી સોશિયલ મીડીયા થકી અનેક લોકો સુધી  અને પ્રત્યક્ષ રીતે પણ લોકોને ટ્રાફિકના નિયમો અંગે નજણાવવામાં આવશે.

– ટ્રાફિક નિયમોનું પાલન કરનાર 9000 લોકોને સન્માનરૂપે  i-follow સ્ટીકર આપવામાં આવેલ છે. 27 પ્રાઇમ લોકેશન ઉપર હોર્ડીંગ્સ બોર્ડ લગાડવામાં આવેલ છે..

સુંદર “i-follow Campaign-21 (અભિયાન)માં શહેરના પ્રતિષ્ઠિત પ્રભાવશાળી વ્યક્તિઓ અને સંસ્થાઓને જોડવામાં આવી રહેલ છે.

2. બીજો તબક્કો. Wrong Parking” 

26 જુલાઈથી 1 ઓગસ્ટ સુધી બીજો તબક્કો છે. 20000  “નો પાર્કિંગ ચેમ્પીયન” લખેલ સ્ટીકર નો પાર્કિંગમાં પાર્ક થયેલ વાનના પાછળના ભાગે ચોટાડવામાં આવશે અને નિયમોનું પાલન કરવા પ્રતિજ્ઞા લેવાડાવવામાં આવશે.

3. ત્રીજો તબક્કો Two Wheeler driving without helmet 

ત્રીજો તબક્કો 2 ઓગસ્ટથી  થી 8 ઓગસ્ટ સુધી હશે. 20000નો હેલ્મેટ ચેમ્પીયન” લખેલ સ્ટીકર હેલ્મેટ પહેર્યા વગર ટુ – વ્હીલર ચલાવનાર ના વાહનના  પાછળના ભાગે ચોંટાડવામાં આવશે અને નિયમોનું પાલન કરવા પ્રતિજ્ઞા લેવાડાવવામાં આવશે..

4.ચોથો તબક્કો No Wrong Side driving” 

9 ઓગસ્ટથી  થી 15 ઓગસ્ટ સુધી ચાલશે. 10000 -રોંગ સાઇડ ચેમ્પીયન” લખેલ સ્ટીકર રોંગ સાઇડમાં વાહન હંકારતા વાહન ચાલકના વાહનના પાછળના ભાગે ચોંટાડવામાં આવશે અને નિયમોનું પાલન કરવા પ્રતિજ્ઞા લેવાડાવવામાં આવશે.

5.પાંચમો તબક્કો. “Post Campaign Impact 

16 ઓગસ્ટથી થી 22 ઓગસ્ટ સુધી ચાલશે. નિયમોનું પાલન કરનાર 14000 લોકોને સન્માનરૂપે i-follow સ્ટીકર આપવામાં આવશે. સમગ્ર અભિયાન દરમ્યાન ટ્રાફિક નિયમોનું પાલન કરતા 2000 વાહન ચાલકોને i-follow Cap (ટોપી) આપી સન્માનિત કરવામાં આવશે. 200 વાહન ચાલકો કે જેઓ સતત ટ્રાફિક નિયમોનું પાલન કરતા હોય અને અભિયાન દરમ્યાન ટ્રાફિક તરફથી આપવામાં આવેલ ફોલોવર્સના કાર્ડમાં પાંચ વાર સ્ટેપ થયેલ હોય તેઓને ટ્રોફી આપવામાં આવશે.

Published On - 2:22 pm, Mon, 26 July 21

Next Article