Surat : એક સિગારેટે લીધો યુવકનો જીવ, પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધી શરૂ કરી તપાસ

|

Sep 12, 2022 | 6:28 PM

પાંડેસરા પોલીસે બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ હત્યાની કોશિશ નો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. પરંતુ ગઈકાલે ચંદ્રભાનનું મૃત્યુ થતાં પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરીને બંને અજાણ્યા હત્યારાઓને પકડવાની તજવીજ હાથ ધરી છે.

Surat : એક સિગારેટે લીધો યુવકનો જીવ, પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધી શરૂ કરી તપાસ
A cigarette took the life of a young man, Pandesara police registered a case of murder(File Image )

Follow us on

સુરત (Surat )શહેરમાં પરપ્રાંતિય વિસ્તારોમાં ક્રાઈમ રેટમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. અવારનવાર ચોરી, મારામારી તેમજ હત્યાના (Murder ) બનાવો સામે આવતા હોય છે. આવા જ એક કિસ્સામાં 7 તારીખના રોજ શહેરના ઉન વિસ્તારમાં શેરડીના રસની લારી ચલાવતા યુવાન ચંદ્રભાન કોરી ઉપર હુમલો કરીને તેને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરવામાં આવ્યો હતો. જો કે ત્રણ દિવસની સારવાર બાદ ચંદ્રનો હોસ્પિટલ ના બિછાને મૃત્યુ થયું હતું.

સુરત શહેર પોલીસના એસીપી આર.એલ. માવાણી ના જણાવ્યા મુજબ મૂળ યુપીના અયોધ્યાનો વતની અને સુરતના ઉન પાટિયા વિસ્તારમાં શેરડીના રસની લારી ચલાવતા યુવાન ચંદ્રભાન કોરી 7 તારીખના રોજ પોતાના નિત્યક્રમ મુજબ રાત્રે 11:00 વાગ્યાની આસપાસ લારી બંધ કરીને ઊન પાટિયા થી ભેસ્તાન તરફ પોતાના ઘરે પગપાળા જઈ રહ્યો હતો. તે દરમિયાન ભેસ્તાન પાસે આવેલા ગોલ્ડન એપાર્ટમેન્ટ પાસે બે અજાણ્યા યુવકોએ બાઈક પર આવીને તેને આંતર્યો હતો અને ચંદ્રભાન પાસે સિગરેટની માંગણી કરી હતી.

જો કે ચંદ્રભવન પાસે સિગરેટ ન હોવાથી તેણે સિગરેટ આપવાનો ઇન્કાર કર્યો હતો. જેને કારણે ઉશ્કેરાઈ ગયેલા બંને અજાણ્યા યુવાનોએ બાઈક પરથી ઉતરી ને ચંદ્રભાન સાથે મારામારી કરી હતી અને પોતાની પાસે રહેલા શિક્ષણ હથિયાર વડે ચંદ્ર ભાનને ઉપરા છાપરી ઘા ઝીંકી દીધા હતા. જેને પગલે ચંદ્ર ભાન ગંભીર રીતે ઘવાયો હતો અને તેના આંતરડા પર બહાર આવી ગયા હોવાનું સ્થાનિકે જણાવ્યું હતું. ચંદ્રભાનને ઘાયલ કરીને બંને યુવાનો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. લોકોએ તેને એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં ત્રણ દિવસની સારવાર બાદ ગઈકાલે તેનું મૃત્યુ થયું હતું.

આજનું રાશિફળ તારીખ : 19-11-2024
શેરબજાર પર બાબા વેંગાની ચોંકાવનારી ભવિષ્યવાણી ! 2025 માટે કહી મોટી વાત
શું છે LIC ની જીવન શિરોમણી પોલિસી, જેમાં તમને મળશે 1 કરોડ રૂપિયા
શ્રીવલ્લી નહીં, તો કોણ છે આ એક્ટ્રેસ, જેને અલ્લુ અર્જુને ગણાવી ફેવરિટ
શિયાળામાં લોહી અને કેલ્શિયમની સમસ્યા થશે દૂર, બે મહિના ખાઓ આ વસ્તુ, જુઓ Video
મરી, હળદર અને આદુથી બનેલુ જાદુઈ ડ્રિંક પીવાથી શરીરની આ મોટી સમસ્યા થશે દૂર

આ સમગ્ર ઘટનામાં સૌ પ્રથમ પાંડેસરા પોલીસે બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ હત્યાની કોશિશ નો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. પરંતુ ગઈકાલે ચંદ્રભાનનું મૃત્યુ થતાં પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરીને બંને અજાણ્યા હત્યારાઓને પકડવાની તજવીજ હાથ ધરી છે.

Next Article