Surat : સવારથી વાદળછાયુ વાતાવરણ, ભારે બફારા બાદ વરસ્યો વરસાદ

|

Jun 10, 2021 | 2:58 PM

Surat : મુંબઈમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થયા બાદ હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી હતી, ત્યારે સુરત શહેરમાં ધીમી ધારે વરસાદ (Rain) વરસ્યો હતો.

Surat : મુંબઈમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થયા બાદ હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી હતી,ત્યારે સુરત શહેરમાં સવારથી જ ધીમે ધારે વરસાદ (Rain) શરુ થયો છે.

સુરત શહેરમાં સવારથી જ વાદળછાયા વાતાવરણ(Atmosphere) સાથે શહેરનાં અડાજણ, અઠવા, મહિધરપુરા, રિંગરોડ, પીપલોદ સહિત કતારગામ વિસ્તારમાં પણ વરસાદનું આગમાન થયુ છે.

 

 

સામાન્ય રીતે દેશમાં કેરળમાં(Kerala) નૈઋત્વનાં પવનો વરસાદ લાવે છે અને કેરળ રાજ્યથી જ દેશમાં ચોમાસુ બેસવાની શરૂઆત થાય છે. આ વર્ષ હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ગુજરાતમાં ચોમાસુ (Monsoon) વહેલું આવશે અને ચોમાસુ પણ સારૂ રહેશે તેવી શક્યતા સેવાઈ રહી છે.

હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આગામી પાંચ દિવસ સુધી સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી (forecast)  કરવામાં આવી છે.

સુરત શહેરમાં સવારથી જ ધીમે ધારે વરસાદ શરુ થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મુખ્યત્વે, સવારે લોકો ધંધા -રોજગાર માટે બહાર નીકળતા હોય છે, ત્યારે શહેરમાં અચાનક વરસાદ આવતા લોકોને હાલાકી પડી હતી.

મહત્વપૂર્ણ છે કે,બુધવારે મુંબઈમાં (Mumbai) ચોમાસુ બેસતાની સાથે જ ધોધમાર વરસાદ વરસ્યો હતો. મુંબઈમાં ધોધમાર વરસાદને પગલે મોડી રાત્રે મલાડ (Malad) પશ્ચિમના માલવણી ખાતે એક મકાન એકાએક ધરાશાયી (building collapses) થતાં 11 જેટલાં લોકોનાં મોત નીપજ્યાં છે. જો કે કાટમાળમાં હજુ કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા હાલ સેવાઈ રહી છે.

Next Video