આગામી 18 થી 20 એપ્રિલ દરમિયાન સુરત (Surat )ખાતે આયોજીત થનાર સ્માર્ટ સિટી સમિટની (Smart City Summit ) તૈયારીઓની માટે સમીક્ષા આવતીકાલે સ્માર્ટ સિટી મિશનની ઉચ્ચ સ્તરીય ટીમ(Team ) સુરત આવી રહી છે . ગૃહમંત્રી અમિત શાહ સહિત પાંચથી વધુ કેન્દ્રીય મંત્રી અને 100 સ્માર્ટ સિટીના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ હાજરી મંડળની ધરાવનાર આ સ્માર્ટ સિટી સમિટ માટેના મિશન અંતર્ગત નક્કી કરાયેલ માપદંડો મુજબ સુરત મનપા દ્વારા તૈયારી કરવામાં આવી છે કે કેમ ? તેની સમીક્ષા કેન્દ્રીય ટીમ દ્વારા કરવામાં આવશે. કેન્દ્રીય ટીમની મુલાકાત પૂર્વે સુરત મહાનગરપાલિકા માં સંબંધિત અધિકારીઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે . સ્માર્ટ સિટી મિશન દ્વારા નક્કી કરાયેલ માપદંડો મુજબ સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે આયોજન કઇ રીતે ગોઠવવું તે અંગેનો રોડ મેપ આજે નક્કી કરવામાં આવશે , આ ઉપરાંત કેન્દ્રીય ટીમ દ્વારા અપાનારી સુચનાનો અમલ કરવામાં આવશે .
સુરત મનપા દ્વારા શહેરની વિવિધ હોટલોમાં 500 થી વધુ રૂમો બુક કરવામાં આવ્યા છે . આગામી 1 લી અને 2 જી એપ્રિલ સુધી સ્માર્ટ સિટી સમિટમાં કયા શહે૨ – રાજ્યમાંથી કેટલાં પ્રતિનિધિઓ , મંત્રીઓ કયા દિવસે હાજર રહેશે ? તે અંગેની વિગતો સુરત મહાનગરપાલિકા ને ઉપલબ્ધ થવાની શક્યતા છે.
100 શહેરો માંથી આવનારા મહેમાનો માટે રહેવા , જમવા સહીતની વ્યવસ્થા લગભગ કરી દેવામાં આવી છે . મનપાના આયોજનમાં કોઇ કચાસ નહી રહી જાય તે માટે મનપાના મેયર સહિતના પદાધિકારીઓ તેમજ મ્યુનિસિપલ કમિશ્નર સહીતના અધિકારીઓ વચ્ચે સમિટને લઇ એક બેઠક મળી હતી . મનપાના અધિકારીઓ દ્વારા તૈયારીનું પ્રેઝેન્ટેશન રજુ કરવામાં આવ્યું હતું.
આમ પહેલી વાર સુરતમાં સ્માર્ટ સીટી સમિટ નું આયોજન થવા જઈ રહ્યું છે. ત્યારે કોર્પોરેશન દ્વારા તેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. સ્માર્ટ સિટીની સ્પર્ધામાં અગ્રેસર રહેલા સુરત શહેરના અનેક પ્રોજેક્ટોની જાણકારી પણ સુરતના મહેમાન બનનાર અન્ય શહેરોના મેયર અને અધિકારીઓને આપવામાં આવશે. છેલ્લા ત્રણ વર્ષથી સુરત મનપાને એવોર્ડ પ્રાપ્ત થઇ રહ્યો છે . આ સાથે દર વર્ષે એક મિટનું આયોજન પણ કરવામાં આવે છે .આ વર્ષે પ્રથમ વખત સુરત શહેરમાં રાષ્ટ્રીય સમિટનું આયોજન થવા જઇ રહ્યું છે .
આ પણ વાંચો :
Published On - 9:32 am, Tue, 29 March 22