Surat: કાયદાની ઐસી કી તૈસી કરીને પેરોલ પર છૂટેલા બુટલેગરે લક્ઝુરિયસ કાર સાથે યોજી રેલી, પોલીસે નોંધ્યો ગુનો

|

Jul 09, 2021 | 3:57 PM

સુરતમાં ઈશ્વર વાંસફોડિયા નામના બુટલેગરે લક્ઝુરિયસ કારમાં પોતાની રેલી કાઢી હતી. આ રેલીને લઈને કડોદરા પોલીસે તેની સામે એપેડેમિક એક્ટ મુજબ ગુનો નોંધીને તેની ધરપકડ કરી હતી.

Surat: સુરતમાં બુટલેગરો(bootlegger) બેફામ બન્યા છે અને કાયદાની જાણે પડી જ ના હોય તેમ પેરોલ પર છુટ્યા બાદ એક બુટલેગરે લક્ઝુરીયસ કારમાં રેલી કાઢતા વિવાદ સર્જ્યો હતો. વિડિયો વાયરલ થયા બાદ પોલીસ(Police) એક્ટીવ થઈ હતી અને બેફામ બનેલા બુટલેગર વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો. પલસાણાના અંતરોલી ગામે બુટલેગરની કાર રેલી નીકળી હોવાનો વીડિયો સામે આવ્યો છે. જ્યાં ઈશ્વર વાંસફોડિયા નામના બુટલેગરે જગુઆર સહિત અન્ય લક્ઝુરિયસ કારમાં પોતાની રેલી કાઢી હતી.

આ રેલીને લઈને કડોદરા પોલીસે તેની સામે એપેડેમિક એક્ટ મુજબ ગુનો નોંધીને તેની ધરપકડ કરી હતી. મહત્વનું છે કે, પોલીસે તેની સામે જાહેરનામા ભંગ બદલ કલમ 188 દાખલ કરીને તેની ધરપકડ કરી હતી. પેરોલ પર છૂટી ગયો હતો અને ત્યારબાદ પોતાના ગામમાં કાર રેલી કાઢીને જાણે કાયદાની મજાક ઉડાવી હતી.

 

આ પણ વાંચો: Chhattisgarh: IPS જી.પી.સિંઘ સામે એસીબીએ રાજદ્રોહનો કેસ કર્યો દાખલ, સરકાર સામે ષડયંત્ર રચવાનો લગાવ્યો આરોપ

આ પણ વાંચો: Rajkot: રાત્રી કર્ફ્યૂ દરમિયાન શહેરના બે ATM તૂટ્યા, તસ્કરો લાખો રૂપિયા ચોરીને થયા ફરાર

Next Video