Surat : પિતાને કહ્યા વિના બાઈક લઈને નીકળ્યો હતો 9માં ધોરણનો વિદ્યાર્થી, બસની અડફેટે થયુ મોત

|

Feb 06, 2023 | 5:06 PM

Surat News : આ વિદ્યાર્થી હજુ તો ધોરણ 9માં અભ્યાસ કરતો હતો. તે પિતાને જાણ કર્યા વિના જ બાઈકની શેર કરવા નીકળ્યો હતો. પરંતુ કમનસીબે રેશ્માનગર ચાર રસ્તા પાસે આવેલા બ્રિજ પર અકસ્માત થયો.

Surat : પિતાને કહ્યા વિના બાઈક લઈને નીકળ્યો હતો 9માં ધોરણનો વિદ્યાર્થી, બસની અડફેટે થયુ મોત

Follow us on

સગીર વયના સંતાનોને વાહન ચલાવવા આપતા પહેલા વાલીઓ બરાબર વિચાર કરજો. કારણકે તમારા આ નિર્ણયના કારણે તમારે કાળજાનો કટકો ગુમાવવાનો વારો આવી શકે છે. સુરતના પુણાગામમાં પિતાને કહ્યા વગર જ બાઈક લઈને નિકળેલા ધોરણ નવના વિદ્યાર્થીનું બસની અડફેટે અકસ્માતમાં મૃત્યુ નિપજ્યું છે. ત્યારે પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મારા દીકરાની તો આટલી ઉંમરે વાહન ચલાવતા આવડે છે. આવી વાત કહેવામાં ગૌરવ અનુભવ કરતા વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. જેના પરથી તેમણે જ નક્કી કરવું પડશે કે બાળકની જીદ વધુ અગત્યની કે પછી તેનો જીવ? કેમ કે સુરતના પુણાગામ વિસ્તારમાં એક વિદ્યાર્થી બસની અડફેટે આવતા મોતને ભેટ્યો છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ વિદ્યાર્થી હજુ તો ધોરણ 9માં અભ્યાસ કરતો હતો. તે પિતાને જાણ કર્યા વિના જ બાઈકની શેર કરવા નીકળ્યો હતો. પરંતુ કમનસીબે રેશ્માનગર ચાર રસ્તા પાસે આવેલા બ્રિજ પર અકસ્માત થયો. જેમા તેનુ મૃત્યુ થયું છે. હાલ તો પોલીસે સમગ્ર ઘટનાને લઈને ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ ગીર સોમનાથના ઉના તાલુકાના અંજાર ગામના વતની અને પુણા ગામના સીતાનગર પાસે ચામુંડાનગર સોસાયટીમાં રહેતા મનીષભાઈ હીરાભાઈ ટાંક એમ્બ્રોઈડરીના કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમનો 15 વર્ષીય પુત્ર યશ ઘર નજીકની નચિકેતા સ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરતો હતો. મનીષભાઈએ પાડોશી પાસેથી સેકન્ડ હેન્ડ બાઈક ખરીદી હતી.  શીખવા માટે  બાઈકનો રાઉન્ડ મારવા યશ દરરોજ જતો હતો. ત્યારે ગતરોજ મોડી સાંજે નોકરી પરથી પિતા ઘરે આવ્યા બાદ પિતાને કે પરિવારને જાણ કર્યા વગર બાઈકની ચાવી લઈ યસ બાઈક ચાલુ કરીને લટાર મારવા નીકળી પડ્યો હતો. જ્યાં રસ્તામાં લક્ઝરીની અડફેટે તેનું મોત નીપજ્યું હતું.

બસની અડફેટે બાઇક ચલાવનાર વિદ્યાર્થીનું મોત

સુરતમાં આવેલા રેશ્માનગર ચાર રસ્તા નજીક ફ્લાયઓવર પાસે એક નવમાં ધોરણમાં ભણતા વિદ્યાર્થીનો અકસ્માત થયો છે. નાની ઉંમરમાં જ તેના માતા-પિતા દ્વારા તેને બાઇક આપી દેવામાં આવ્યુ હતુ. તે પોતાના ઘરેથી બાઇક લઇને નીકળ્યો હતો ત્યારે રસ્તામાં બસની અડફેટે આવતા આ વિદ્યાર્થીનું મોત થયુ છે.

પોલીસ દ્વારા આસપાસના CCTVની તપાસ

આ દુર્ઘટના વાલીઓ માટે લાલબત્તી સમાન છે. જે વાલીઓ પોતાની દિકરી કે દીકરો નાની ઉંમરે વાહન ચલાવતા હોવાનો ગર્વ અનુભવે છે. તેમણે બાળકોને પૂરી સમજ આવે, લાયસન્સ આવે તે બાદ જ વાહન ચલાવવા આપવું જોઈએ. જેથી બાળક પોતાની જવાબદારી પણ સમજે અને આવી વધુ અપ્રિય ઘટનાઓ બનતી નિવારી શકાય. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી બસ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા આસપાસના CCTVની તપાસ કરવામાં આવી રહી છે.

Published On - 4:26 pm, Mon, 6 February 23

Next Article