Surat: સોફ્ટવેર કંપનીના માલિક સાથે મની ટ્રાન્સફરના નામે 60 લાખની છેતરપિંડી, સાયબર ક્રાઇમે તપાસ શરૂ કરી

|

Mar 28, 2023 | 5:05 PM

ગુજરાતના સુરતમાં એક સોફ્ટવેર કંપનીના માલિક સાથે 60 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી છે. મની ટ્રાન્સફરનું કામ કરતા યુવકના ખાતામાં 60 લાખ રૂપિયા આવી ગયા બાદ દુબઈ દિરામ મોકલવાના બદલે ફોન બંધ કરી ફરાર થઈ ગયો હતો. છેતરપિંડી થઈ હોવાની જાણ થતા સોફ્ટવેર કંપનીના માલિકે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે.

Surat: સોફ્ટવેર કંપનીના માલિક સાથે મની ટ્રાન્સફરના નામે 60 લાખની છેતરપિંડી, સાયબર ક્રાઇમે તપાસ શરૂ કરી
Surat Fraud Case

Follow us on

ગુજરાતના સુરતમાં એક સોફ્ટવેર કંપનીના માલિક સાથે 60 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી છે. મની ટ્રાન્સફરનું કામ કરતા યુવકના ખાતામાં 60 લાખ રૂપિયા આવી ગયા બાદ દુબઈ દિરામ મોકલવાના બદલે ફોન બંધ કરી ફરાર થઈ ગયો હતો. છેતરપિંડી થઈ હોવાની જાણ થતા સોફ્ટવેર કંપનીના માલિકે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં કાપોદ્રા વિસ્તારમાં રહેતા કેયુરકુમાર રમેશભાઇ બુસા (ઉ.વ.23) સરથાણા જકાતનાકા ખાતે ટીમ આઇટેક પ્રાઇવેટ લિમિટેડ નામથી સોફ્ટવેર ડેવલોપીંગનું કામ કરે છે. કંપનીની દુબઇ ખાતે મેગ્નેટો ઇન્ફોર્મેશન ટેકનોલોજી LLC નામની કંપની સોફ્ટવેર બનાવવાનું કામ કરે છે. જ્યાં કેયુરના ભાગીદાર અભીષેક પાનસેરીયા છે જે દુબઇમાં આવેલ કંપનીનું હેન્ડલીંગ કરે છે. આ દુબઇમાં આવેલ કંપની એક મહિના પહેલા ચાલુ કરેલ હોય તે કંપનીમાં રૂપિયા ઇન્વેસ્ટ કરવા માટે દુબઇ ખાતે રૂપિયાને દિરામમાં ટ્રાન્સફર કરી મોકલવાના હતા.

કેયુરના મિત્ર પ્રેમ સિંગે દુબઈમાં રહેતા ઇરફાન ગુલાબ બાસા સાથે સંપર્ક કરાવી આપ્યો હતો

દુબઈ ખાતે દિરામ ટ્રાન્સફર કરી દેવાનું જણાવ્યું હતું કેયુરના મિત્ર પ્રેમ સિંગે દુબઈમાં રહેતા ઇરફાન ગુલાબ બાસા સાથે સંપર્ક કરાવી આપ્યો હતો. ત્યારબાદ ઇરફાન બાસા સાથે સંપર્ક કરી દુબઇ ખાતે રૂપિયા ટ્રાન્સફર કરવાની વાત કરતા ઈરફાને જણાવ્યું હતું કે, હું મની ટ્રાન્સફરનું જ કામ કરૂ છું. તમે મને મારા બેંક એકાઉન્ટમાં રૂપિયા મોકલી આપજો. હું તમારા રૂપિયા દુબઇ ખાતે દિરામમાં ટ્રાન્સફર કરી દઇશ.

પહેલા વિશ્વાસ કેળવી છેતરપિંડી આચરી

કેયુરે ઈરફાનને પહેલા 7.50 લાખ, પછી 15 લાખ રૂપિયા દુબઈ ખાતે દિરામમાં ટ્રાન્સફર કરી આપી વિશ્વાસ કેળવ્યો હતો. ત્યારબાદ પાંચ ટ્રાન્ઝેક્શન કરી કુલ 60 લાખ રૂપિયા ઈરફાનના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. જોકે, આ રૂપિયા દિરામમાં ટ્રાન્સફર કરી મોકલ્યા ન હતા. ત્યારબાદ ઈરફાનનો ફોન બંધ થઇ ગયો હતો. કેયુરને છેતરપિંડી થઈ હોવાનું જણાતા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

 

Next Article