રાજ્યમાં (State ) ઉત્સવો અને મેળાઓની ઉજવણીમાં સરકાર (Government ) વ્યસ્ત છે ત્યારે સુરત જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાના 3700 જેટલા શિક્ષકોને (Teachers ) હજુ સુધી ગત માર્ચ માસનો પગાર ન થતા શિક્ષક આલમમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત સુરત શહેરની 320 પ્રાથમિક શાળાના 3950 શિક્ષકો કે જે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓ છે આ તમામ શિક્ષકોનો પણ માર્ચનો પગાર મળ્યો નથી.
વિગતો મુજબ હમણાં હમણાં પ્રાથમિક શિક્ષકોના પગાર મોડા થતાં હોવાની વ્યાપક ફરિયાદો જોવા મળી રહી છે એપ્રિલ માસ અડધો વીતી જવા છતાં હજુ સરકારી પ્રાથમિક શિક્ષકોના પગારના કોઇ ઠેકાણા નથી અન્ય કેડરના કર્મચારીઓના પગાર ચુકવાઇ ગયા છે સુરત જિલ્લા પંચાયત સંચાલિત 947 પ્રાથમિક શાળાઓના અંદાજિત 3900 જેટલા શિક્ષકો માર્ચના પગારની કાગડોળે રાહ જોઇ રહ્યા છે.
જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગના સૂત્રો મુજબ સુરત જિલ્લામાં પ્રતિ મહિને અંદાજિત 26 કરોડ રૂપિયા પગારની ચૂકવણી થતી હોય છે. ત્યારે ગાંધીનગરથી ગ્રાન્ટ ફાળવાયા બાદ જિલ્લામાં ત્યાંથી તાલુકા વાઇઝ ગ્રાન્ટ ફાળવવામાં આવે અને ત્યાંથી તાલુકામાં ગ્રાન્ટ જાય, તાલુકા વાળા હિસાબ-કિતાબ કરે અને પછી પગારના ચેક આપે આ પ્રક્રિયામાં આઠથી દસ દિવસ જેટલો સમય ગાળો નીકળી જતો હોય છે જેથી પ્રાથમિક શિક્ષકોને આ મહિનાના છેલ્લા અઠવાડિયામાં પગાર મળે તેવી શિક્ષક આલમમાં ચર્ચાઓ ઉઠવા પામી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કારમી મોંઘવારીમાં વિદ્યા સહાયકો માટે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું દુષ્કર બની ગયું છે. રાજ્ય સરકાર શિક્ષકો પાસે શિક્ષણ સિવાયની અનેક કામગીરીઓ સોપી તેમાં વ્યસ્ત રાખે છે પણ શિક્ષકોમાં એવો રોષ છે કે પગારની બાબતમાં ગુરુજીઓને હળાહળ અન્યાય ક૨વામાં આવી રહ્યો છે આ અંગે પ્રાથમિક શિક્ષકોનું કહેવું છે કે શિક્ષકોની થઇ રહેલા અન્યાયની બાબતને સરકાર દ્વારા ગંભીરતાથી લઇને શિક્ષકોને દર મહિને સમયસર પગાર મળે તેવી વ્યવસ્થા કરવા શિક્ષણ આલમમાં માંગ ઉઠવા પામી છે. શિક્ષકોનું કહેવું છે કે આ અંગે આગામી દિવસોમાં તેમની માંગણી ન સંતોષાય તો આવનાર સમયમાં આ અંગે આંદોલન કરવામાં આવશે.
આ પણ વાંચો-Ahmedabad: હત્યાનો પ્રયાસ લાઈવ સીસીટીવીમાં થયો કેદ, પોલીસે આરોપી કરી ધરપકડ
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો