
સુરતના ઉમરવાડમાં આવેલી જૂની બોમ્બે માર્કેટમાં સાડી અને ચણીયા ચોળી ઉપર જીએસટી ડિફરન્સના નામે રૂ.80 લાખ નહીં ભરો તો કાર્યવાહીની ચીમકી આપી હતી. આ ઉપરાંત આરોપીએ સેટલમેન્ટ માટે રૂ.45 લાખની માંગણી કરી અને પછી દુકાનમાંથી રૂ.7 લાખ અને ઘરેથી રૂ.5 લાખ લઈ વેપારીને માર્કેટ નજીક ઉતારી નામ, નંબર જણાવ્યા વગર આરોપી ફરાર થઈ ગયો હતો. ભોગ બનનારે આ ઘટનાને પોલીસને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કાર્યવાહી કરતા 3 લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સુરત જિલ્લાના સમાચાર અહીં વાંચો.
સુરતના પુણાગામ વિસ્તારમાં રહેતા ધીરેન્દ્રસિંહ રાજપુરોહિત વરાછા બોમ્બે માર્કેટ ખાતે ધીરજ ફેશન નામથી સાડી તથા ચોલીનો વેપાર કરે છે. ભોગ બનનાર દુકાને હાજર હતો, ત્યારે પાંચ વાગ્યાની આસપાસ દુકાનમાં એક વ્યક્તિ જીએસટી અધિકારી હોવાનું કહીને ઘુસ્યો હતો તો અન્ય એક વ્યક્તિ પાસે ભારત સરકારના લોગા વાળી ફાઈલ હતી. આરોપીએ દુકાનમાં આવીને ફાઈલમાં રહેલા કાગળ તપાસી કહ્યું, કે મારી પાસે જીએસટી ડિપાર્ટમેન્ટનું તમારા નામનું વોંરટ છે, અને તમારે બે વર્ષમાં મોટું ટન ઓવર થયું છે.
આરોપીએ કુલ 5 કરોડનું ટન ઓવર થયું છે અને સાડીનું ઓછું વેચાણ થયું છે. તમારે 12 ટકા જીએસટી ભરવાની છે. પરંતુ તમે 5 ટકા જ જીએસટી ભરો છો તેવું કહીને 7 ટકા ડિફરન્સની જીએસટી ભરવું પડશે તેમ કહી 80 લાખ ભરવાના થશે, પીડિતએ કહ્યું કે, હું સમયસર જીએસટી ભરૂ છું, મારે જીએસટી બાકી નથી, પરંતુ આરોપીએ તેને ડરાવી દુકાન સીલ કરવાની અને પૈસા ભરવા પડશે તેવી ધમકી આપી હતી.
આ પણ વાંચો-Gujarati Video : સુરતમાં નકલી GST અધિકારીઓએ વેપારી પાસેથી પડાવ્યા લાખો રૂપિયા, એકની અટકાયત
આરોપીએ વેપારીને દંડ ઓછો ભરવો પડે તે માટે સેટલમેન્ટ કરવાની વાત કરી હતી. આ સ્ટેલમેન્ટ કરવા માટે આરોપીએ 45 લાખ ભરવા પડશે નહીં તો દુકાન સીલ કરવાની ધમકી આપી હતી. આરોપીએ આ બધી વાત કરતા વેપારી ગભરાઈને દુકાનમાં રહેલા 7 લાખ અને ઘરેથી 5 લાખ રૂપિયા આરોપીને આપ્યા હતા. વેપારીએ બે દિવસ બાદ સમગ્ર વાત તેના સીએને કરતા માલુમ થયું કે તેની સાથે ઠગાઈ થઈ છે. વેપારીને સમગ્ર ઘટનાની જાણ થતા વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
સમગ્ર ઘટના અંગે વરાછા પીઆઈએ જણાવ્યું કે, આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં એવી વિગતો જાણવા મળી કે જે ત્રણ અધિકારીઓ વેપારીની દુકાનમાં ગયા હતા, તેમાંથી એક રાકેશ કુમાર શર્મા જેઓ જીએસટીના સુપ્રિરિટેન્ડેન્ટ તરીકે સેન્ટ્રલ જીએસટીમાં ફરજ બજાવે છે, તેઓએ આ સમગ્ર બનાવને અંજામ આપેલો છે. સુરત પોલીસ કમિશ્નરના આદેશ મુજબ આ સમગ્ર કેસની તપાસ એસીપી આર.આર.આહીર કરી રહ્યા છે. આ મામલે પોલીસે ત્રણેય શખ્સોની અટકાયત કરી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…